બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / ક્યારેક ટ્રમ્પના ખાસ ગણાતા મસ્ક હવે ટ્રમ્પને હટાવવાના મૂડમાં, ટ્રમ્પને દુર કરવાની વાત પર આ રીતે કર્યુ રિએક્ટ
Last Updated: 11:47 AM, 6 June 2025
એક સમય હતો જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અને એલોન મસ્ક વચ્ચેની મિત્રતાની દુનિયાભરમાં ચર્ચા હતી..ટ્રમ્પને રાષ્ટ્રપતિ બનાવવા મસ્કે ખુબજ મહેનત કરી હતી. પરંતુ હવે બન્ને વચ્ચે ચાલી રહેલા નાટકનો આનંદ આખી દુનિયા માણી રહી છે. આ દરમિયાન, એલોન મસ્કે ટ્રમ્પને હટાવવાની વાત કરી છે. આ સાથે, તેમણે ઉપરાષ્ટ્રપતિ જેડી વાન્સને લાવવાની હિમાયત કરી. વાત ટ્રમ્પના 'બિગ બ્યુટીફુલ બિલ'થી શરૂ થઈ, જે ટેક્સ અને ખર્ચ કાયદો છે. મસ્કે તેની આકરી ટીકા કરતા કહ્યું કે આ બિલ બજેટને બગાડશે અને નકામા ખર્ચનું કેન્દ્ર છે.
ADVERTISEMENT
પોતાની ટીકાથી ગુસ્સે થયેલા ટ્રમ્પે વળતો પ્રહાર કર્યો તેમણે કહ્યું 'મસ્ક બિલથી સંપૂર્ણપણે વાકેફ હતા, પરંતુ જ્યારે ઇલેક્ટ્રિક વાહનો માટે સબસિડી કાપવાની વાત આવી, ત્યારે તેમને સમસ્યા હતી.' મસ્કે જવાબમાં કટાક્ષ કર્યો, 'આ બિલ રાતોરાત પસાર થઈ ગયું, કોઈ તેને વાંચી પણ શક્યું નહીં. મને આ બિલ બતાવવામાં પણ આવ્યું નહીં!' જ્યારે મસ્કે X પર દાવો કર્યો કે ટ્રમ્પનું નામ સેક્સ અપરાધી જેફરી એપસ્ટેઈનની ફાઇલોમાં છે ત્યારે મામલો વધુ ગરમાયો. તેમણે લખ્યું, 'તેથી જ ફાઇલો છુપાવવામાં આવી રહી છે. સત્ય બહાર આવશે!'
ગયા વર્ષે યોજાયેલી યુએસ ચૂંટણીમાં, એલોન મસ્ક ખુલ્લેઆમ ટ્રમ્પને ટેકો આપી રહ્યા હતા. તેઓ તેમના સમર્થનમાં રેલીઓ કરી રહ્યા હતા અને ખુલ્લેઆમ નાચતા હતા. ટ્રમ્પ જીત્યા ત્યારે પણ મસ્કની ખુશીનો કોઈ પાર નહોતો. પરંતુ હવે એ જ એલોન મસ્ક ટ્રમ્પને દૂર કરવા માટે તૈયાર છે. ઇયાન માઇલ્સ નામના વ્યક્તિએ X પર એક પોસ્ટમાં લખ્યું હતું, 'ઈમ્પીચમેન્ટ દ્વારા ટ્રમ્પને હટાવો, જેડી વાન્સને લાવો.' એલોન મસ્કે આ પોસ્ટ પર લખ્યું હતું, 'હા'. તેમના એક શબ્દે હંગામો મચાવ્યો. તેનાથી સ્પષ્ટ થઈ ગયું કે મસ્ક ખુલ્લેઆમ ટ્રમ્પ વિરુદ્ધ મેદાનમાં ઉતરી આવ્યા છે.
ADVERTISEMENT
આ પણ વાંચોઃ વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કે છેલ્લા સાત વર્ષમાં કેટલો પગાર લીધો ? જાણશો તો માની નહીં શકો
ટ્રમ્પે ગુસ્સામાં મસ્કની કંપનીઓના સરકારી કરારો સમાપ્ત કરવાની ધમકી આપી. મસ્કે બદલામાં એક મોટી જાહેરાત પણ કરી, 'હવે સ્પેસએક્સ તેનું ડ્રેગન અવકાશયાન બંધ કરશે.' આ એ જ વાહન છે જે અવકાશયાત્રીઓને નાસા માટે અવકાશ મથક પર લઈ જાય છે. અવકાશયાત્રી સુનિતા વિલિયમ્સને પણ આ દ્વારા પાછા લાવવામાં આવ્યા હતા.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.