બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કે છેલ્લા સાત વર્ષમાં કેટલો પગાર લીધો ? જાણશો તો માની નહીં શકો

મસ્કનું વેતન / વિશ્વના સૌથી ધનિક વ્યક્તિ એલન મસ્કે છેલ્લા સાત વર્ષમાં કેટલો પગાર લીધો ? જાણશો તો માની નહીં શકો

Last Updated: 08:08 AM, 6 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મસ્કે પોતે સોશિયલ મીડિયા પર માહિતી આપતા લખ્યું કે કંપનીનું મૂલ્ય 2૦૦૦% થી વધુ વધાર્યું હોવા છતાં...

વિશ્વના સૌથી અબજોપતિ વ્યક્તિ એલોન મસ્ક હંમેશા સમાચારમાં રહે છે. આ વખતે મસ્ક ફરી એકવાર તેમના પગારને કારણે તેઓ ચર્ચામાં છે. હકીકતમાં, મસ્કે એક અહેવાલ અંગેની પોસ્ટ પર પ્રતિક્રિયા આપી છે. જેમાં તેઓએ દાવો કર્યો છે કે કંપનીનું મુલ્ય 2000 ટકા કરતા વધુ વધાર્યુ હોવા છતા સાત વર્ષથી શુન્ય. તેમના મતે તેઓ ટેસ્લામાં સૌથી ઓછો પગાર મેળવનાર સીઈઓ છે, તેમનો પગાર $0 હતો. વોલ સ્ટ્રીટ જર્નલ (WSJ) ના અહેવાલે સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા જગાવી છે. આઉટલેટ અનુસાર, ટેસ્લામાં મસ્કના પગારની સ્થિતિ ઘણા વર્ષોથી સમાન રહી છે, કારણ કે 2018 ના મોટા સ્ટોક એવોર્ડ પર કાનૂની લડાઈ ચાલુ છે. અહેવાલ મુજબ, કોર્ટે મસ્કના પગાર પેકેજને બે વાર નકારી કાઢ્યું છે, અને કહ્યું છે કે તેને બનાવવાની પ્રક્રિયા ખામીયુક્ત હતી. જો કે લોકો તેમના પગાર અને નેટવર્થ વિશે જાણવા માંગે છે. આજે અમે તમને જણાવીએ છીએ કે એલોન મસ્કને કેટલો પગાર મળે છે.

તમને જાણીને નવાઈ લાગશે કે ટેસ્લા જેવી દિગ્ગજ કંપનીના સીઈઓ હોવા છતાં, મસ્કને છેલ્લા સાત વર્ષથી કંપની દ્વારા કોઈ પગાર આપવામાં આવ્યો નથી. મસ્કે પોતે સોશિયલ મીડિયા પર આ માહિતી આપી હતી અને ઘણા અહેવાલોમાં તેનો વિગતવાર ઉલ્લેખ પણ કરવામાં આવ્યો છે.

વોલ સ્ટ્રીટ જર્નલમાં પ્રકાશિત એક અહેવાલમાં જણાવાયું છે કે એલોન મસ્કને 2023માં $0 નો પગાર મળ્યો હતો. એટલે કે, તેમને ટેસ્લા તરફથી એક પણ ડોલર પગાર તરીકે આપવામાં આવ્યો ન હતો. એટલું જ નહીં, મસ્કે પોતે સોશિયલ મીડિયા સાઇટ X પર પોસ્ટ કરીને આ વાતની પુષ્ટિ કરી છે.

તેમણે કહ્યું, "કંપનીનું મૂલ્ય 2૦૦૦% થી વધુ વધાર્યું હોવા છતાં, સાત વર્ષથી શૂન્ય" એટલે કે તેમણે કંપનીનું મૂલ્ય 2૦૦૦ ટકાથી વધુ વધાર્યું હોવા છતાં તેમને સાત વર્ષ સુધી કોઈ પગાર આપવામાં આવ્યો ન હતો.

મસ્કને ટેસ્લા દ્વારા 2018 માં એક ખાસ ડીલ આપવામાં આવી હતી. મસ્ક અને ટેસ્લા વચ્ચે પ્રદર્શન-આધારિત સ્ટોક ઓપ્શન ડીલ નક્કી કરવામાં આવી હતી. આ ડીલ હેઠળ મસ્કને લગભગ 304 મિલિયન સ્ટોક ઓપ્શન ઓફર કરવામાં આવ્યા હતા. એવુ નક્કી થયું હતું કે મસ્કને આ નફો ત્યારે જ મળશે જ્યારે તે કંપનીને નાણાકીય અને શેરબજારના લક્ષ્યો સુધી લઈ જવામાં સફળ થશે. 2023 સુધીમાં, મસ્કે આ બધા લક્ષ્યો પૂર્ણ કરી લીધા હતા, જેના કારણે તેમને સોદાનો સંપૂર્ણ નફો મેળવવાનો અધિકાર મળ્યો હતો. તે સમયે, આ સ્ટોક ડીલનું મૂલ્ય લગભગ $146 બિલિયન સુધી પહોંચી ગયું હતું.

આ પણ વાંચોઃ

PM મોદી આજે જમ્મુ કાશ્મીરને આપશે મોટી ભેટ, વંદે ભારત ટ્રેન અને વિશ્વના સૌથી ઊંચા રેલ્વે પુલનું કરશે ઉદ્ઘાટન

જોકે, જાન્યુઆરી 2024 માં, ટેસ્લા અને મસ્ક વચ્ચેના આ સોદાને મોટો ફટકો પડ્યો જ્યારે ડેલવેરની ચાન્સરી કોર્ટે તેને ફગાવી દીધો. કોર્ટના ન્યાયાધીશ કેથલીન મેકકોર્મિકે તેમના નિર્ણયમાં કહ્યું કે સોદા સમયે, ટેસ્લાનું બોર્ડ મસ્કના વધુ પડતા પ્રભાવ હેઠળ હતું અને તેણે વાજબી નિર્ણય લીધો ન હતો. તેણીએ કહ્યું કે બોર્ડના સભ્યો "અહંકારી CEO ના આજ્ઞાકારી ગુલામો" જેવું વર્તન કરતા હતા. કોર્ટે આ સોદો અન્યાયી ગણાવીને રદ કર્યો હતો.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Salary Elon Musk CEO Tesla
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ