બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / સુરત / વડોદરા / Municipality of Gujarat Private Doctors on strike against ICU notice on ground floor in hospital

વિવાદાસ્પદ / આરોગ્ય સેવા 'ICU' પર: ગુજરાતના મહાનગરોમાં ખાનગી હોસ્પિટલના ડોકટરોની હડતાળ, જાણો કારણ

Vishnu

Last Updated: 09:46 AM, 22 July 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગ્રાઉન્ડ ફ્લોર પર ICU રાખવા મનપા દ્વારા અપાઇ છે નોટિસ, અમદાવાદ, સુરત, વડોદરાના ખાનગી ડોકટરોની આજે હડતાળ

  • સુરત અને વડોદરા અને અમદાવાદમાં ખાનગી ડોક્ટરોની હડતાળ
  • ગ્રાઉન્ડ ફ્લોર પર ICU રાખવા મનપા દ્વારા અપાઇ છે નોટિસ
  • ઇમરજન્સી દર્દીઓને સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવશે

ગુજરાતની હોસ્પિટલોમાં આગ લાગવાની ઘટનાઓમાં અનેક દર્દીઓએ જીવ ગુમાવ્યા છે.કોરોનાકાળમાં અમદાવાદ અને રાજકોટની હોસ્પિટલમાં આગ લાગવાના બનાવો પણ સામે આવ્યા હતા ત્યારબાદ હાઇકોર્ટ સમયસમયાંતરે વિવિધ નિર્દેશો અને અવલોકનો કરતુ રહ્યુ છે. ત્યારે હાલની સુનાવણી દરમિયાન હાઇકોર્ટે હોસ્પિટલોમાં ICU યુનિટ ગ્રાઉન્ડ ફ્લોર પર હોવુ જોઇએ તેવુ ઓર્બ્ઝવેશન કર્યુ હતુ જેના પગલે હવે અમદાવાદ સહિતના ગુજરાતના તમામ મહાનગર  ખાનગી હોસ્પિટલોને નોટિસ ફટકારી અને ICU કેર ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવાનો આદેશ કર્યો છે જેને પગલે તબીબ આલમમાં રોષ જોવા મળી રહ્યો છે.AMA અને આહના જેવા એસો.એ પણ આ નિર્ણય સામે પોતાનો વિરોધ નોંધાવ્યો છે

સુરતમાં 3500થી વધુ ખાનગી ડોક્ટરો હળતાળ પર
ત્યારે અમદાવાદની સાથે સાથે સુરતના ખાનગી હોસ્પિટલના તબીબો હડતાળ પર ઉતરી ગયા છે. સુરતની 600થી વધુ હોસ્પિટલોના 3500થી વધુ ડોક્ટરો હળતાળમાં જોડાયા છે. આજે આ ડોકટરો ઇમરજન્સી અને OPD સારવારથી અળગા રહેશે. હડતાળને પગલે સિવિલ અને સ્મીમેર હોસ્પિટલમાં મેડિકલ સ્ટાફ વધારવામાં આવ્યો છે.

વડોદરામાં પણ નોટિસનો વિરોધ
વડોદરામાં ગ્રાઉન્ડ ફ્લોર પર ICUના નિયમનો ખાનગી તબીબો દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે. IMA  સાથે સંકળાયેલા તબીબો આજે હડતાળમાં જોડાશે.ઇમરજન્સી દર્દીઓ ખાનગી હોસ્પિટલમાં આવે તો સરકારી હોસ્પિટલમાં મોકલવામાં આવશે. 

ICU હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા શક્ય નથી -આહના 
કોર્પોરેશનની નોટિસ બાદ હોસ્પિટલ એસો. આહનાનોએ આ નોટિસ અને  મહાનગર શાસકોના ગેરવહીવટનો જોરદાર વિરોધ કર્યો છે. આહનાના પ્રમુખ ભરત ગઢવીએ પ્રેસ યોજી પ્રહાર કરતા કહ્યું હતું  કે ICU હોસ્પિટલના ગ્રાઉન્ડ ફ્લોર પર રાખવા શક્ય નથી. ભારે ધોંધાટ અને અવરજવરથી ICUમાં અડચણ આવે, સાયન્ટિફિક રીતે ICU નીચે રાખવું શક્ય નથી, શહેરમાં અનેક હોસ્પિટલ હાઇરાઇઝ બિલ્ડગમાં છે તેનું શું ? કોઇ પણ હોસ્પિટલમાં ICU ગ્રાઉન્ડ ફ્લોર પર નથી હોતા, નવા નિયમો હાસ્યાપદ છે. કોરોનામાં દર્દીઓ વધુ હતા છતાં હોસ્પિટલે કામ કર્યા હતા. ગ્રાઉન્ડ ફ્લોર પર ICU હોય તો પાણી ભરાય તો નુકસાન થાય, સાથે જ કોર્પોરેશન દ્વારા પણ કારણ જાણવાની પણ સલાહ આપવામાં આવી છે. વધુમાં ભરત ગઢવીએ તંજ કસતા કહ્યું કે હેલ્થ કેર સિસ્ટમ ડહોળવાનો પ્રયાસ થઇ રહ્યાં છે, ધારાસભ્યો આ કાયદાઓના એક્સપર્ટ નથી ડોક્ટર્સની સલાહ લેવી જોઇએ.

અધિકારીઓએ છટકવા માટે નોટિસ ફટકારી : ડો. બિપીન પટેલ, AMA
AMCની નોટિસથી આહના અને અમદાવાદ મેડિકલ એસો.એ નારાજગી દર્શાવી આજે એક દિવસ ગુજરાતની તમામ ખાનગી હોસ્પિટલો બંધ રાખવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. AMAના ડો. બિપીન પટેલે જણાવ્યુ હતુ કે નોટિસ એ ગેરવ્યાજબી અને અવૈજ્ઞાનિક છે. હાઇકોર્ટે માત્ર ઓર્બ્ઝવેશન કર્યુ છે. જે તે મનપા અને ન.પાના અધિકારીઓએ પોતાની જવાબદારીમાંથી છટકવા માટે નોટિસો ઇશ્યૂ કરી દિધી છે. ICUમાં આવતા દર્દી ગંભીર પ્રકારનો હોય છે. ગંભીર પ્રકારના દર્દીને કોઇ તકલીફ ન પડે અને તબીબો-સ્ટાફને અવરજવરમાં કોઇ તકલીફ ન થતી હોય અને લોકોની અવરજવર ઓછી હોય. સૂર્યનો પ્રકાશ સારી રીતે મળી શકે તે રીતે ICU યુનિટ રાખવામાં આવતુ હોય છે. ગ્રાઉન્ડ ફ્લોર પર ICU રાખવાથી ચેપ લાગવાની અને ઘોંઘાટના કારણે ગ્રાઉન્ડ ફ્લોર પર ICU યુનિટ રાખવુ એ હિતાવહ નથી. અધિકારીઓએ છટકવા માટે નોટિસ ફટકારી હોય તેવુ લાગી રહ્યું છે.

'મનપાએ નોટિસ પરત ખેંચે'
AMAના ડો. બિપીન પટેલે જણાવ્યુ હતુ કે આ નોટિસ કોઇ પ્રકારે વ્યવહારુ નથી. ICUમાં વેન્ટિલેટર, ઓક્સિજન, અનેક પ્રકારના ઉપકરણો અને તેના વપરાશના નિયમો હોય છે. ICU યુનિટ શિફ્ટ કરવા અને નવુ ICU યુનિટ સેટઅપ કરવામાં સમય લાગતો હોય છે જેથી આ નોટિસમાં જે ટાઇમ લિમિટ આપવામાં આવી છે એટલા સમયગાળામાં શિફ્ટિંગ અને સેટઅપ શક્ય નથી. મહાનગરોમાં અનેક હોસ્પિટલો બીજા, ત્રીજા અથવા ચોથા માળે છે ત્યારે મનપાની નોટિસથી આવી હોસ્પિટલો કેવી રીતે ગ્રાઉન્ડ ફ્લોર પર ICU યુનિટ સેટઅપ કરી શકે. મનપાએ નોટિસ પરત ખેંચવી જોઇએ અને પહેલા આવા અધિકારીઓ સામે કાર્યવાહી કરવી જોઇએ કે જે અધિકારીઓએ બીજા અને ત્રીજા ફ્લોર પર હોસ્પિટલોની મંજૂરી આપી હોય

નોટિસમાં શું કહેવામાં આવ્યું
નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ચાલી રહેલ પી.આઈ.એલ. ૧૧૮/૨૦૨૦ માં માન. ચીફ જસ્ટિસ સાહેબ  દ્વારા તા.૩૦/૦૬/૨૦૨૨ નાં રોજ નીચે જણાવેલ મુદ્દા ઓરલ ઓર્ડર મારફતે હોસ્પિટલ માટે કહેવામાં આવેલ છે. જેની પૂર્તતા દિન ૦૭ માં કરીને અતેની કચેરીને બાહેધરી આપી ને માહિતી પૂરી પાડવી જેથી નિયત સમયમાં અત્રેથી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં જરૂરી એફિડેવિટ કરી શકાય. હાઈકોર્ટની ટકોર બાદ કોર્પોરેશને નોટિસ ફટકારતા ખાનગી હોસ્પિટલ સંચાલકો અને ડોકટરો આ નોટિસનો વિરોધ કરી રહ્યા છે.

ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીઝ માટે શું શું કરવું? (નોટિસમાં ઉલ્લેખ)

  • (A) પડદા, બેડશીટ, છત અને દિવાલના લેડીંગ્સ માટે ફાયર રીટાર્ડન્ટ સામગ્રીનો ઉપયોગ.
  • (B) વેન્ટિલેટરની સર્વિસ દર મહિને થવી જોઈએ
  • (C) મહિનામાં એકવાર એલઆર કન્ડીશનરની ચેકિંગ કરવુ
  • [D) ઇલેક્ટ્રીકલ વાયરિંગ માટે અર્થ લિકેજ સર્કલ્ટ બ્રેકર (ELCB) અને લઘુચિત્ર સર્કલ્ટ બ્રેકર (MC8) નો ઉપયોગ:
  • (E) મહિનામાં એકવાર ICU ની અંદર ઇલેક્ટ્રિકલ પોઈન્ટ્સની ચેકિંગ કરવું
  • (F) આખા ICUમાં સ્પ્રિંકલર સિસ્ટમ ઇન્સ્ટોલ કરેલી હોવી જોઈએ અને સિસ્ટમ એકવાર સેવા આપવી જોઈએ 
  • (G) ICU પ્રાધાન્ય રૂપે ફક્ત ગ્રાઉન્ડ ફ્લોર પર સ્થિત હોવું જોઈએ અને રોલ કરવા માટે પૂરતા પ્રમાણમાં વૈકલ્પિક બહાર નીકળવું જોઈએ. જરૂરિયાતની સ્થિતિમાં પથારીઓ બહાર કાઢી નાખવામાં આવે
  • (H) વેન્ટિલેટર અને ફિલ્ટર જમીનના સ્તરે સ્થાપિત કરવામાં આવશે અને ટેરેસ લેવલથી તાજી હવા દાખલ થાય
  • (I) ઓટો સ્ટાર્ટિંગ સેન્સર/સિસ્ટમ સાથે એમ્બર યલો ​ઇમર્જન્સી લુટ્સ ઉપયોગ
  • (J) ગ્લાસ ફેકડેસને તાત્કાલિક દૂર કરવામાં આવશે અને સ્ટેસીસીસ શેલને પેરાપેટની દિવાલ પર સંપૂર્ણપણે વેન્ટિલેટેડ કરવામાં આવશે
  • (K) હોસ્પિટલ બિલ્ડિંગના ગ્લાસ ફેકૅબ્સને કોઈપણ સંજોગોમાં મંજૂરી આપવી જોઈએ નહીં
     
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ