ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / mumbai-mukesh-ambani-house-antilia-suspicious-car-mansukh-hiren-murder-mouth-five-handkerchiefs-revealing-police-crime

અપરાધ / રિલાયન્સ કેસ: મૃતક મનસુખ હિરેનના મુખમાંથી પાંચ રૂમાલ મળ્યા, પરિવારે હત્યાની આશંકા દર્શાવી

Published By: Nirav

Last Updated: 10:59 PM, 5 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શરૂઆતી તપાસમાં પોલીસ મનસુખ હિરેનની મોતને આપઘાત તરીકે વર્ણવી રહી હતી, પરંતુ તેની લાશના મોઢામાંથી પાંચ રૂમાલ નીકળ્યા પછી હવે આ કેસમાં હત્યાની થીયરી લાગી રહી છે.

ADVERTISEMENT

મનસુખ હિરેન થાણેમાં રહેતા હતા, જેનો ઓટો પાર્ટસનો બિઝનેસ હતો. મહત્વનું છે કે મુંબઇમાં રિલાયન્સના ચેરમેન મુકેશ અંબાણીના ઘરની બહાર શંકાસ્પદ કાર મળ્યાનો કેસ વિવાદાસ્પદ બનતો જાય છે, આ મામલો રાજકીય વિવાદ બની રહ્યો છે,  તે જ સમયે આ મામલે આ કેસ વધુ કોમ્પલેકસ બનતું જાય છે.  મનસુખન હિરેનની લાશ એક નાળામાંથી મળી આવી હતી, કથિત રીતે તેને આ સંદિગ્ધ કારનો માલિક બતાવવામાં આવી રહ્યો છે. 

પોલીસની હાજરીમાં મનસુખ હિરેનના મુખમાંથી પાંચ રૂમાલ કશુંક અજૂગતું બની રહ્યા તરફ ઈશારો કરી રહ્યું છે, મનસુખ હિરેનની મોતને જ્યાં પોલીસ આત્મહત્યા બતાવી રહી છે, ત્યાં જ તેમનો પરિવાર તેને હત્યા કહી રહ્યો છે, તેના પરિવારે કહ્યું હતું કે તેમને તરતાં આવડતું હતું તો પાણીમાં જઈને કતે સુસાઇડ કેવી રીતે કરી શકે? તેમને આ બાબતે શંકા છે, અને પછીથી તેમની લાશના મોઢામાંથી પાંચ રૂમાલ મળવા હત્યા તરફ શંકાની સોય ચીંધી રહ્યું છે. સાથે જ પરિવારનો આરોપ છે કે તેમનું લાસ્ટ લોકેશન પાલઘરના વિરારમાં દેખાડી રહ્યું હતું, અને લાશ થાણેમાંથી મળી છે બંને લોકેશન વચ્ચે ઘણું અંતર છે.

આ મુદ્દો આજે મહારાષ્ટ્રની વિધાનસભામાં ગાજ્યો હતો 

આ મામલે જો કે આજે મહારાષ્ટ્રની વિધાનસભામાં પણ ઘણી ચર્ચાઓ થઈ હતી, ગૃહમંત્રી અનિલ દેશમુખે કહ્યું હતું કે શંકાસ્પદ કારના માલિક નથી તેના માલિક સેમ પીટર ન્યુટન નામના વ્યક્તિ છે, જો કે પૂર્વ મહારાષ્ટ્ર સીએમ દેવેન્દ્ર ફડણવીસે આ મામલે આ મતલબની વાત કરી હતી કે અમે મનસુખ હિરેન માટે પ્રોટેક્શનની માંગણી કરી હતી, પણ તેના પર વિચાર ન કરાયો અને હવે તેનું મોત થઈ ગયું.  

જો કે આ મામલે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ મુંબઈ પોલીસ કમિશનર પરમબીર સિંહને સમન કર્યા હતા, પરંતુ તેના થોડા જ સમય પછી માહિતી બહાર આવી હતી કે સીએમ ઉદ્ધવ ઠાકરેએ આ મામલે મુંબઈ કમિશનરની તાત્કાલિક બદલી કરવાના આદેશ આપ્યા હતા.


 

સંકળાયેલા મુદ્દાઓ

Maharashtra Mansukh Hiren Mukesh Ambani Mumbai mumbai police મહારાષ્ટ્ર Crime

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ