બ્રેકિંગ ન્યુઝ
મુંબઇની હમસફર તરીખે ઓળખાતી કાળી-પીળી ટેક્સી 'પદ્મિની' ની સફર ખતમ થઇ જશે. આ ટેક્સીઓ 2020થી મુંબઇના રસ્તા પર સમગ્ર રીતે બંધ થઇ જશે. વાસ્તવમાં આઇકૉનિક ઇન્ડો-ઇટેલિયન મૉડલની પ્રીમિયર ટેક્સી 'પદ્મિની'નું પ્રોડક્શન વર્ષ 2000માં જ બંધ થઇ ગયું હતું.
ADVERTISEMENT
વર્તમાન સમયમાં માત્ર 50 ટેક્સીઓ જ મુંબઇના રસ્તા પર દોડી રહી છે. પરંતુ એમને આવતા વર્ષે સમગ્ર રીતે બંધ કરી દેવામાં આવશે. એને લઇને મુંબઇ ટેક્સી યૂનિયનનું કહેવું છે કે આ પ્રતિષ્ઠિત કાર છે. પરંતુ નવી પેઢીના લોકો હવે એમાં બેસવા ઇચ્છતા નથી. એ નવી ટેકનીકની મૉર્ડન કાર પસંદ કરે છે. એટલી મોંઘવારીમાં હવે આ ટેક્સીઓને મેન્ટેન કરવી ખૂબ મોંઘી થઇ ગઇ છે. તો બીજી બાજુ 2013માં વધતું પ્રદૂષણ જોઇને 20 વર્ષથી જૂના વાહનો પર પ્રતિબંધ લગાવવાનો નિર્દેશ આપ્યો હતો. એવામાં આ કારને રસ્તાથી હટાવવા એક મજબૂરી બની ગઇ છે. જો કે દરેક મુંબઇવાસીઓ એનાથી ભાવાત્મક રૂપથી જોડાયેલી છે. એટલા માટે પદ્મિનીની કમી એમને હંમેશા લાગશે.
1964માં લૉન્ચ કરી હતી, રાની પદ્મિનીના નામ પર રાખ્યું હતું નામ
કંપનીએ આ કારને 1964માં ફિઆટ 1100 ડિલાઇટ નામથી બજારમાં ઊતારી હતી. આ ફિઆટ 1100નું સ્વદેશી વર્ઝન હતું. પરંતુ લૉન્ચિંગના એક વર્ષ બાદ જ એનું નામ બદલીને પ્રીમિયન પદ્મિની રાખવામાં આવ્યું હતું. આ નામકરણ રાની પરદ્મિનીના નામ પર જ રાખવામાં આવ્યું હતું.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.