બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / multiplex watch patriotic films for free administration plan for august 15

જયહિંદ / 15મી ઓગસ્ટની ખાસ ઓફર: મલ્ટીપ્લેક્સમાં મફતમાં જોઈ શકાશે ફિલ્મો, જાણો કયા શહેરમાં સરકારે આપ્યા આદેશ

Manisha Jogi

Last Updated: 12:31 PM, 12 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્વતંત્રતા દિવસ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. 15 ઓગસ્ટના રોજ ફ્રીમાં ફિલ્મો બતાવવામાં આવશે. તમામ મલ્ટીપ્લેક્સમાં ફિલ્મો દર્શાવવામાં આવશે. આ ફિલ્મો જોવા માટે ટિકીટ ખરીદવાની નહીં રહે.

  • સ્વતંત્રતા દિવસ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી 
  • 15 ઓગસ્ટના રોજ ફ્રીમાં ફિલ્મો બતાવવામાં આવશે
  • તમામ મલ્ટીપ્લેક્સમાં ફિલ્મો દર્શાવવામાં આવશે

ઉત્તરપ્રદેશની રાજધાની લખનઉમાં સ્વતંત્રતા દિવસ માટે ખાસ તૈયારીઓ કરવામાં આવી છે. 15 ઓગસ્ટના રોજ લખનઉમાં ફ્રીમાં ફિલ્મો બતાવવામાં આવશે. તમામ મલ્ટીપ્લેક્સમાં દેશભક્તિની ફિલ્મો દર્શાવવામાં આવશે. આ ફિલ્મો જોવા માટે ટિકીટ ખરીદવાની નહીં રહે. લખનઉના જિલ્લા અધિકારી સૂર્યપાલ ગંગવારે આદેશ જાહેર કર્યા છે. 

જિલ્લા અધિકારીએ ફ્રીમાં ફિલ્મો દર્શાવવા માટેનો આદેશ આપ્યો છે. જેમાં જણાવવામાં આવ્યું છે કે, ગયા વર્ષની જેમ આ વર્ષે પણ રાષ્ટ્રીય પર્વ ‘સ્વતંત્રતા દિવસે’ મલ્ટીપ્લેક્સમાં ફ્રીમાં દેશભક્તિની ફિલ્મો દર્શાવવામાં આવશે. મલ્ટીપ્લેક્સમાં સ્કૂલના બાળકો અને સામાન્ય જનતા માટે હિંદી ફીચર ફિલ્મનું નિ:શુલ્ક પ્રદર્શન ‘પહલે આઓ પહલે પાઓ’ના આધાર પર હશે. 

આ સિનેમાઘરોમાં ફિલ્મો દર્શાવવામાં આવશે
વેવ મલ્ટિપ્લેક્સ ગોમતીનગર, સિનેપોલિસ વનઅવધ સેન્ટર ગોમતીનગર, સિનેપોલિસ ફન રિપબ્લિક, ગોમતી નગર, પીવીઆર સહારાગંજ, પીવીઆર સિંગાપોર મોલ ગોમતીનગર, પીવીઆર ફિનિક્સ, આલમબાગ, પીવીઆર લુલુ મોલ સુશાંત ગોલ્ફ સિટીમાં નિ:શુલ્ક દેશભક્તિની ફિલ્મો દર્શાવવામાં આવશે. 

ઉપરાંત આઈનાક્સ રિવર સાઇડ મોલ ગોમતીનગર, આઈનાક્સ ગાર્ડન ગેલેરિયા મોલ તેલીબાગ, આઈનાક્સ ઉમરાવ નિશાતગંજ, આઈનાક્સ ક્રાઉન ચિનહટ ફૈઝાબાદ રોડ, આઈનાક્સ એમરાલ્ડ, આશિયાના, આઈનાક્સ પ્લાસિઓ ગોમતીનગર એક્સટેન્શન, મૂવીમેક્સ આલમબાગ બસ અડ્ડામાં પણ ફ્રીમાં દેશભક્તિની ફિલ્મો દર્શાવવામાં આવશે. લખનઉમાં ગયા વર્ષે પણ 15 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં નિ:શુલ્ક દેશભક્તિની ફિલ્મો દર્શાવવામાં આવી હતી. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ