બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Cricket / ms dhoni ipl form bcci t20 world cup team india virat kohli indian cricket team
ADVERTISEMENT
સુનીલ જોશીની અધ્યક્ષતા વાળી સિલેક્શન કમિટીમાં રવિવારે અમદાવાદમાં થયેલી બેઠકમાં દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ 12 માર્ચે શરૂ થનારી ત્રણ મેચોની વનડે સીરીઝમાં ભારતીય ટીમ વિષે વાત કરી હતી.
ADVERTISEMENT

હાર્દિક પંડ્યા, ભુવનેશ્વર કુમાર અને શિખર ધવને ટીમમાં જગ્યા બનાવી. પાછલા અધ્યક્ષ એમ.એસ.કે પ્રસાદે સાફ કહ્યું હતું કે ધોનીએ ટીમમાં જગ્યા બનાવવા માટે IPLમાં સારું પ્રદશન કરવું પડશે.
ADVERTISEMENT

જુલાઈમાં ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ થયેલ વર્લ્ડ કપની સેમી ફાઈનલ બાદ ધોની ક્રિકેટથી દુર છે. જ્યારે હવે તે 29 માર્ચથી શરુ થનારી IPLમાં ફરીવાર કમબેક કરશે.
ADVERTISEMENT

બોર્ડના એક સૂત્ર દ્વારા જાણવા મળી રહ્યું છે કે હાલમાં યોજાયેલી બેઠકમાં મુદ્દાની જ વાત થઈ છે અને ધોની વિશે કોઈ પણ પ્રકારની ચર્ચા કરવામાં આવી નથી.
ADVERTISEMENT

બોર્ડે કહ્યું છે કે "IPLમાં સારું પ્રદશન કરશે તો જ ધોનીને ટીમમાં જગ્યા મળશે. આ વાત માત્ર ધોની પર જ લાગુ નથી થતી પણ ભારતના ઘણાં સીનિયર અને યુવા ખેલાડીઓને પણ લાગુ પડે છે. અને સારું પ્રદશન કરવાથી નવા ખેલાડીઓ પર પણ વિચાર કરવામાં આવશે.
ADVERTISEMENT

T-20 વર્લ્ડ કપ ઓક્ટોબર નવેમ્બરમાં ઓસ્ટ્રેલિયામાં રમાશે. મુખ્ય કોચ રવિ શાસ્ત્રીએ પણ IPLમાં સારા પ્રદશન પર ધોનીને શામેલ કરવાના સંકેત આપ્યા છે.

ધોનીનો માનીતો પ્લેયર રિષભ પંતનું ખરાબ પ્રદશન ચાલતું હોવાથી કે.એલ.રાહુલ પાસે વિકેટકીપિંગ કરાવવામાં આવે છે. જેનાથી ધોનીના કમબેકની અટકળોની સંભાવનાને ખોટી પણ ન માની શકાય.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.