ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / ભાજપ વર્કશોપમાં પહેલી નહીં છેલ્લી હરોળમાં બેઠા PM મોદી, લોકોને ગમ્યો અંદાજ

સરળ અંદાજ / ભાજપ વર્કશોપમાં પહેલી નહીં છેલ્લી હરોળમાં બેઠા PM મોદી, લોકોને ગમ્યો અંદાજ

Published By: Krutarth Joshi

Last Updated: 02:38 PM, 7 September 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રવિવારે સંસદ સંકુલમાં ભાજપના સાંસદોની બે દિવસીય વર્કશોપ શરૂ થશે. જ્યાં GST સુધારા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સન્માન કરવામાં આવે તેવી શક્યતા છે.

ADVERTISEMENT

PM Modi will be honored : રવિવારે સંસદ સંકુલમાં ભાજપના સાંસદોની બે દિવસીય વર્કશોપ (કાર્યશાળા) શરૂ થશે. જ્યાં GST માં સુધારા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સન્માન કરવામાં આવે તેવી શક્યતા છે. જીએસટીમાં થયેલા સુધારાને કારણે સામાન્ય માણસને મોટી રાહત મળી છે. જેનાં કારણે તેમનું આ સન્માન કરવાનું આયોજન કરી રહ્યા છે. આ વર્કશોપનું આયોજન ઘણા લાંબા સમય પહેલા જ કરી લેવાયું હતું. પીએમ મોદી પણ તેમાં હાજર રહ્યા હતા. જો કે પીએમ મોદી કાર્યશાળામાં છેલ્લી હરોળમાં બેઠેલા જોવા મળ્યા હતા. તેમનો સરળ અંદાજ જોઇને સૌકોઇ આશ્ચર્યમાં મુકાયા હતા.

પીએમનો લાસ્ટ બેન્ચ વાળો અંદાજ

રવિવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાજપ વર્કશોપમાં હાજરી આપી હતી. પીએમ મોદી વર્કશોપમાં સામાન્ય સાંસદની જેમ છેલ્લી હરોળમાં બેઠા જોવા મળ્યા હતા. પીએમની અધ્યક્ષતામાં યોજાયેલી વર્કશોપમાં સરકાર દ્વારા જીએસટી દર ઘટાડવાનો પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો હતો. ઉપરાષ્ટ્રપતિની ચૂંટણી પહેલા ભાજપના સાંસદોની બે દિવસીય વર્કશોપ યોજાઈ રહી છે. આ વર્કશોપ રવિવારે સવારે 11 વાગ્યે શરૂ થયો હતો. પીએમ મોદી, ગૃહમંત્રી અમિત શાહ અને ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા તેમાં હાજર રહ્યા હતા.

રવિવારે કાર્યશાળાનું આયોજન

રવિવારે સંસદ સંકુલમાં ભાજપના સાંસદોની બે દિવસીય વર્કશોપ શરૂ થશે. જ્યાં GST સુધારા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સન્માન કરવામાં આવે તેવી શક્યતા છે. આ વર્કશોપનું આયોજન ઘણા દિવસો પહેલા કરવામાં આવ્યું હતું. પીએમ મોદી પણ તેમાં હાજરી આપી શકે છે. સૂત્રોએ જણાવ્યું હતું કે સાંસદો નવા GST સ્લેબ માટે પ્રધાનમંત્રીનું સન્માન કરે તેવી શક્યતા છે.

અર્થતંત્રને વેગ મળશે

ભાજપ અને તેના સાંસદોનું કહેવું છે કે, નવા GST સ્લેબથી લોકો પર ટેક્સનો બોજ ઓછો થશે અને અર્થતંત્રને વેગ મળશે. ભાજપ અને તેના સાથી પક્ષોને આશા છે કે જીવન જરૂરી અનેક ચીજવસ્તુઓના ભાવમાં ઘટાડાને કારણે સામાન્ય લોકોને મોટી રાહત મળશે. તમામ વસ્તુઓમાં ટેક્સ ઘટાડાનો સરવાળો કરીએ તો મહિને ખુબ જ મોટી રાહત મળે છે. જેનો લાભ તેમને નવેમ્બરમાં યોજાનારી બિહાર વિધાનસભાની ચૂંટણીમાં મળી શકે છે.

આ પણ વાંચો : દિલ્હી ફરી પૂરનાં સંકટમાં ફસાઈ, ઘરો પાણીમાં ગરકાવ અને યમુના નદીનું રૌદ્ર સ્વરૂપ

પીએમ મોદી રાષ્ટ્રપતિ મુર્મુને મળ્યા

પ્રેટર મુજબ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી શનિવારે રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. તેમના કાર્યાલયે X પર એક પોસ્ટમાં આ મુલાકાતનો ફોટો શેર કર્યો હતો. રાષ્ટ્રપતિ કાર્યાલયે જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રી મોદી રાષ્ટ્રપતિ ભવનમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુને મળ્યા હતા. આ મુલાકાત મોદી જાપાન અને ચીનની મુલાકાત પુર્ણ કર્યા બાદ પરત ફર્યાના થોડા દિવસો પછી થઈ હતી.

પ્રધાનમંત્રી નિવાસસ્થાને રાત્રિભોજન રદ

ANI અનુસાર, પંજાબ અને દેશના અન્ય ભાગોમાં પૂરને કારણે થયેલા વિનાશને ધ્યાનમાં રાખીને 8 સપ્ટેમ્બરે પ્રધાનમંત્રી મોદીના નિવાસસ્થાને NDA સાંસદો માટે આયોજિત રાત્રિભોજન રદ કરવામાં આવ્યો છે. આ રાત્રિભોજન ઉપરાષ્ટ્રપતિ ચૂંટણીના એક દિવસ પહેલા નક્કી કરવામાં આવ્યું હતું. સૂત્રોએ જણાવ્યું હતું કે શનિવારે રાત્રે ભાજપ પ્રમુખ જેપી નડ્ડાના નિવાસસ્થાને યોજાનારા રાત્રિભોજનને પણ રદ કરવામાં આવ્યું છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

PM Modi will be honored PM Modi meets president Droupadi murmu gst-reforms

Published by

Krutarth Joshi

Krutarth Joshi working as Sub-editor at VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ