બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / mount abu lord ram received education with his brothers in the ashram of vashishtha

ઈતિહાસ / માઉન્ટ આબુ અને શ્રીરામ વચ્ચે છે ખાસ નાતો: યુગો-યુગોથી થઈ રહ્યા છે ચમત્કાર

Manisha Jogi

Last Updated: 02:38 PM, 21 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

માઉન્ટ આબૂ એક પ્રવાસન સ્થળ છે. આબૂરાજનું એક અલગ મહત્ત્વ છે. માઉન્ટ આબૂની પર્વતમાળાઓમાં મહર્ષિ વશિષ્ઠનો આશ્રમ હતો. અગ્નિકુંડમાંથી ક્ષત્રિય વંશના ચાર ગોત્રની ઉત્પત્તિ થઈ હતી.

  • માઉન્ટ આબૂ એક પ્રવાસન સ્થળ
  • માઉન્ટ આબૂની પર્વતમાળાઓમાં મહર્ષિ વશિષ્ઠનો આશ્રમ
  • ભગવાન રામનો આ સ્થળ સાથે છે ખાસ સંબંધ

રાજસ્થાનમાં આવેલ માઉન્ટ આબૂ એક પ્રવાસન સ્થળ છે. આ પર્વતને પહેલા તીર્થરાજ આબૂ અને અર્બુદાંચલ નામથી ઓળખવામાં આવતું હતું. ધાર્મિક માન્યતા અનુસાર આબૂરાજનું એક અલગ મહત્ત્વ છે. માઉન્ટ આબૂની પર્વતમાળાઓમાં મહર્ષિ વશિષ્ઠનો આશ્રમ હતો. ભગવાન રામે તેમના ભાઈ ભરત, શત્રુધ્ન અને લક્ષ્મણ સાથે આ આશ્રમમાં રહીને શિક્ષા ગ્રહણ કરી હતી. ગુરુ વશિષ્ઠે તપબળથી અગ્નિકુંડમાંથી ક્ષત્રિય વંશના ચાર ગોત્રની ઉત્પત્તિ કરી હતી. 

રાજા દિલીપને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ 
આબૂ પર્વત પર મહર્ષિ વશિષ્ઠનો આશ્રમ છે. આ આશ્રમની આસપાસ મનમોહક હરિયાળી અને શાંતિ છે. માનવામાં આવે છે કે, રાજા દશરથના પરદાદા રાજા દિલીપને પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ મળ્યા હતો. રાજા દિલીપને વર્ષો સુધી કોઈ પુત્ર ના થતા ઋષિ વશિષ્ઠ પાસે પુત્ર પ્રાપ્તિના આશીર્વાદ લેવા માટે આશ્રમ ગયા હતા. ઋષિ વશિષ્ઠની આજ્ઞા અનુસાર રાજા દિલીપે 21 દિવસ સુધી આ આશ્રમમાં તેમના પત્ની મહારાણી સુદક્ષણા સાથે મળીને ગાય નંદિનીની સેવા કરી હતી. નંદિનીના આશીર્વાદથી તેમને પુત્ર પ્રાપ્તિ થઈ હતી અને આ પુત્રનું નામ રઘુ હતું. 

રઘુકુળનો અનેક પેઢીઓ સુધી સંબંધ
રાજા દશરથના ચાર પુત્ર રામ, ભરત, લક્ષ્મણ અને ક્ષત્રુધ્ને આ આશ્રમમાં શિક્ષા મેળવી હતી. ચાર ભાઈઓએ ઋષિ વશિષ્ઠના સાનિધ્યમાં આ આશ્રમમાં તપસ્વીઓ જેવું કઠોર જીવન પસાર કર્યું હતું. 

સૂર્યવંશી ક્ષત્રીઓની ઉત્પત્તિ
ઋષિ વશિષ્ઠના આશ્રમમાં ભગવાન રામ અને લક્ષ્મણ, ઋષિ વશિષ્ઠ તથા તેમની પત્ની અરુંધતિની મૂર્તિઓ સ્થાપિત છે. આશ્રમમાં ઋષિ વશિષ્ઠ તેમના શિષ્યો સાથે યજ્ઞ કરતા હતા, તે પ્રાચીન હવન કુંડના પણ દર્શન થઈ શકે છે. ઋષિ વશિષ્ઠે આહવાન કરીને આ હવનકુંડથી ક્ષત્રિયના ચાર વંશ પરમાર, પ્રતિહાર, સોલંકી અને ચૌહાણ વંશની ઉત્પત્તિ કરી હતી. 

અવિરત જળધારા
ઋષિ વશિષ્ઠ આશ્રમના મહંત તુલસીદાસ જણાવે છે કે, આશ્રમના પ્રવેશ દ્વાર પર જળધારા વહેતી રહે છે. આ લુપ્ત થયેલ સરસ્વતી છે. આ જળધારા સતયુગથી અવિરત વહી રહી છે. દુષ્કાળ પડે તો પણ આ અવિરત જળધારા વહેતી રહે છે. આ સ્થાનને ગોઉ મુખ નામથી ઓળખવામાં આવે છે. સવારે 4 વાગ્યાથી 6 વાગ્યા સુધી તેમાંથી ગરમ પાણી આવે છે. 

વધુ વાંચો: ઘરની અંદર ક્યારેય ન રાખવી જોઈએ માતા લક્ષ્મીની આવી તસવીર, જાણો શું છે નિયમ

750 વર્ષ જૂનું ચંપાનું ઝાડ
મહંત ગોવિદ વલ્લભ જણાવે છે કે, હિમાલયના ભાઈ અર્બુદ અને અર્બુદંચલ જણાવે છે કે, આ સ્થળે તમામ તીર્થ નિવાસ કરે છે. 33 કોટિ તીર્થ નિવાસ કરે છે. જેથી તેને તીર્થરાજ આબૂ કહેવામાં આવે છે. ઋષિ વશિષ્ઠના આશ્રમમાં 750 વર્ષ જૂનું ચંપાનું ઝાડ છે, 600 વર્ષ જૂનું કોળાનું ઝાડ છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ