બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / mother daughter dance video viral 20 year old tizziana sav martin 27

ના હોય! / હકીકતમાં આવું હશે? 27 વર્ષની યુવતી 20 વર્ષની દીકરીની માતા, તસવીરો જોઈને નવાઈ લાગશે

Arohi

Last Updated: 11:48 AM, 11 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સોશિયલ મીડિયા પર માતા-દિકરીની અમુક તસ્વીરો ખૂબ જ ધૂમ મચાવી રહી છે. માતાની ઉંમર 27 વર્ષ અને દિકરીની 20 વર્ષ છે.

  • સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે આ તસ્વીરો 
  • માતા 27 વર્ષની અને દિકરી 20 વર્ષની 
  • જાણો કઈ રીતે આ શક્ય બન્યું

સોશિયલ મીડિયા પર માતા દિકરીની અમુક તસ્વીરો ખૂબ જ ધૂમ મચાવી રહી છે. માતાની ઉંમર 27 વર્ષ અને દિકરીની ઉંમર 20 વર્ષ છે. હકીકતે બન્ને સાવકી માતા-દિકરી છે. બન્નેની વચ્ચે ઉંમરનો તફાવત ખૂબ ઓછો છે પરંતુ બન્નેનો સંબંધ ખૂબ જ ગાઢ છે. બન્ને સોશિયલ મીડિયા પર ખૂબ જ એક્ટિવ રહે છે અને અલગ અલગ પ્રકારના વીડિયો પોસ્ટ કરે છે. પરંતુ માતા-દિકરીનો આ ખાસ સંબંધ તેમની તસ્વીરોમાં સ્પષ્ટ જોઈ શકાય છે. તેમની તસ્વીરો ખૂબ જ વાયરલ થઈ રહી છે અને લોકો બન્નેના ખૂબ જ વખાણ કરી રહ્યા છે. 

સાવકી માતા અને દિકરીની તસ્વીરો વાયરલ 
જણાવી દઈએ કે લંડનમાં રહેનાર સેવ માર્ટિન જ્યારે 23 વર્ષની હતી ત્યારે તેણે 44 વર્ષના એક સલૂનના માલિક ક્રિસને ડેટ કરવાનું શરૂ કર્યું હતું. આ સમયે ક્રિસને માર્ટિનને પોતાના બાળકોને મળ્યા હતા. તે સમયે તેમની દિકરી ટિઝિયાનાની ઉંમર 17 વર્ષની હતી અને સેવ માર્ટિલ તેનાથી ફક્ત 7 વર્ષ મોટી હતી. ફક્ત 23 વર્ષની ઉંમરમાં તે સાવકી માતા બની હતી. ટિઝિયાના હવે 20, ટેજ 17 અને ટ્રિનિટી હવે 13 વર્ષની છે. 

માતા 27 વર્ષની અને દિકરી 20 વર્ષની 
સેવ માર્ટિનનુ કહેવું છે કે શરૂઆતમાં ક્રિસના બાળકોનો મળવું સરળ ન હતું. કારણ કે તેની મોટી દિકરી 17 વર્ષની હતી. તે સમયે ક્રિસની દિકરીને આ વાત પસંદ ન આવી તેના પિતા આવી યુવતીને ડેટ કરી રહ્યા છે જે તેની ઉંમરથી લગભગ અડધી છે. પરંતુ ધીરે ધીરે સેવ અને ટિઝિયાના નજીક આવકા ગયા અને હવે બન્ને વચ્ચે સારી મિત્રતા થઈ ગઈ છે. એટલું જ નહીં બન્ને આખો દિવસ સાથે જ રહે છે. 

આખો પરિવાર સાથે રહે છે
સેવ માર્ટિન કહે છે કે પોતાના આ સંબંધમાં તે 4 મહિનામાં જ ગર્ભવતી હની ગઈ હતી. હવે બન્નેના 2 બાળકો છે અને બધા મળીને સાથે રહે છે. ત્યાં જ ક્રિસનું કહેવું છે કે તે હજુ પણ પોતાને 30 વર્ષનો મહેસુસ કરે છે. તેનામાં હજુ પણ ભરપુર ઉર્જા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ