બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: ભાજપને ઝટકો, ક્ષત્રિયોના અસ્મિતા મહાસંમેલન બાદ 500 કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા

logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

VTV / ભારત / mosque built in Ayodhya The black brick came from Mecca Know what else will be special

અયોધ્યા / કેસરિયા રંગની કુરાન, મક્કાની પવિત્ર ઈંટો, અયોધ્યામાં બની રહેલી ખૂબસૂરત મસ્જિદની અઢળક ખાસિયતો

Megha

Last Updated: 03:38 PM, 7 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અયોધ્યામાં બનવા જઈ રહેલી આ મસ્જિદ માટે મક્કાથી ખાસ કાળી માટીની ઈંટો મોકલવામાં આવી છે. કાળી માટીની બનેલી આ ખાસ 'પવિત્ર' ઈંટ પર સોનાની 'આયત' અંકિત થયેલ છે.

  • અયોધ્યામાં હવે  મસ્જિદ નિર્માણની તૈયારીઓ ઝડપથી ચાલી રહી છે. 
  • મસ્જિદને મોહમ્મદ બિન અબ્દુલ્લા મસ્જિદ નામ આપવામાં આવ્યું છે
  • આ મસ્જિદ માટે મક્કાથી ખાસ કાળી માટીની ઈંટો મોકલવામાં આવી છે.

અયોધ્યામાં ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા બાદ હવે મસ્જિદની તૈયારીઓ ઝડપથી ચાલી રહી છે. આ મસ્જિદનું નિર્માણ કાર્ય એપ્રિલ 2024 સુધીમાં શરૂ થવાની સંભાવના છે. તેને મોહમ્મદ બિન અબ્દુલ્લા મસ્જિદ નામ આપવામાં આવ્યું છે, જેનું નિર્માણ ટૂંક સમયમાં શરૂ થશે. 

Photos: અયોધ્યામાં 5 એકર જમીનમાં બનનારી મસ્જિદની ડિઝાઇન તૈયાર,  હોસ્પિટલ-લાઇબ્રેરી પણ હશે | ayodhya dhannipur masjid design releases

અયોધ્યામાં બનવા જઈ રહેલી આ મસ્જિદ માટે મક્કાથી ખાસ કાળી માટીની ઈંટો મોકલવામાં આવી છે. કાળી માટીની બનેલી આ ખાસ 'પવિત્ર' ઈંટ પર સોનાની 'આયત' (પવિત્ર કુરાનના દોહા) અંકિત થયેલ છે. આ ઈંટનો ઉપયોગ આ મસ્જિદનો પાયો નાખવા માટે કરવામાં આવશે.

અયોધ્યામાં મસ્જિદનું નિર્માણ એપ્રિલથી શરૂ થશે
અયોધ્યામાં બાબરી મસ્જિદની જગ્યાએ બનાવવામાં આવનાર મસ્જિદનું નામ 'મોહમ્મદ બિન અબ્દુલ્લા અયોધ્યા મસ્જિદ' રાખવામાં આવ્યું છે. સાથે જ એવું કહેવામાં આવી રહ્યું છે કે આ મસ્જિદનું નિર્માણ કાર્ય એપ્રિલ સુધીમાં શરૂ થઈ જશે. આ મસ્જિદ અયોધ્યાના ધન્નીપુરમાં બાબરી મસ્જિદની જગ્યાએ ફાળવવામાં આવેલી પાંચ એકર જમીન પર બનાવવામાં આવશે. 

ઈન્ડો-ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન (IICF), ઉત્તર પ્રદેશ સુન્ની સેન્ટ્રલ વક્ફ બોર્ડ (UPSCWB) દ્વારા રચાયેલ ટ્રસ્ટ, તેની જાળવણી માટે વિશેષ જવાબદારી લઈ રહ્યું છે. આ સાથે જોડાયેલા અધિકારીએ આ ખાસ કાળી માટીની ઈંટ વિશે વિશેષ માહિતી આપી છે.

મક્કાથી આવતી ખાસ ઈંટ
મસ્જિદ વિકાસ સમિતિના વડા અને ઈન્ડો-ઈસ્લામિક કલ્ચરલ ફાઉન્ડેશન (IICF)ના સભ્યએ આ અંગે માહિતી આપી હતી. તેમણે કહ્યું કે મક્કાથી અયોધ્યા માટે એક ખાસ ઈંટ મોકલવામાં આવી છે. તે રસ્તામાં છે અને એપ્રિલ સુધીમાં અયોધ્યા પહોંચી જશે. 

વધુ વાંચો: 'જે સારું કામ કરે છે તેને કોઈ દિવસ સન્માન નથી મળતું' નીતિન ગડકરી કેમ આવું બોલ્યા

મોહમ્મદ બિન અબ્દુલ્લા મસ્જિદમાં ઘણી ખાસ વસ્તુઓ હશે જે એપ્રિલમાં જ્યારે તેનું નિર્માણ શરૂ થશે ત્યારે જાહેર થશે. ખાસ તેમાં કેસરી રંગનું કુરાન પણ લોકો માટે રાખવામાં આવશે. આ કુરાનને ખાસ રીતે તૈયાર કરવામાં આવશે જે 21 ફૂટ લાંબુ હશે અને બંને બાજુથી 18-18 ફૂટ ખુલશે. આ સાથે જ એમ કહેવામાં આવી રહ્યું છે કે, મોહમ્મદ બિન અબ્દુલ્લા મસ્જિદમાં હોસ્પિટલ અને શૈક્ષણિક કેન્દ્ર પણ હશે. આ ઉપરાંત 9 હજાર લોકો નમાઝ અદા કરવા માટે વ્યવસ્થા કરવામાં આવશે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ