બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / morocco earthquake kills more than 2000 people as tremors felt in several regions

Earthquake / મોરોક્કોમાં મહાવિનાશ: ભૂકંપના કારણે 2000થી વધુ લોકોના જીવ ગુમાવ્યા, રાહત અને બચાવ કાર્ય જારી

Manisha Jogi

Last Updated: 09:30 AM, 10 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરોક્કોમાં ભૂકંપને કારણે 2 હજારથી વધુ લોકોના મોત થયા છે. 2 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે, જેમાં અનેક લોકોની હાલત ગંભીર છે.

  • મોરોક્કોમાં ભૂકંપને કારણે 2 હજારથી વધુ લોકોના મોત
  • 2 હજારથી વધુ લોકો ઘાયલ
  • અનેક લોકોની હાલત ગંભીર, અનેક લોકોની હાલત ગંભીર

મોરોક્કોમાં શુક્રવારે ખૂબ જ ભારે ભૂકંપ આવ્યો હતો, જેમાં 2 હજારથી વધુ લોકોના મોત થયા છે. મોરોક્કોના આંતરિક મંત્રાલયે નિવેદન જાહેર કરતા જણાવ્યું છે કે, આ ભૂકંપમાં બે હજારથી વધુ લોકોએ જીવ ગુમાવ્યો છે અને 2 હજારથી વધુ લોકો ઘાયલ થયા છે. જેમાં અનેક લોકોની હાલત ગંભીર છે. નિવેદન અનુસાર 2,012 લોકોના લોકોના મોતની પુષ્ટી કરવામાં આવી છે અને 2,059 લોકો ઘાયલ થયા છે, જેમાંથી 1,404 લોકોની હાલત ગંભીર છે. 

6.8ની તીવ્રતાનો ભૂકંપ
કૈસાબ્લાંકાથી મરાકેશ સુધી દેશનાં વિસ્તારોમાં ભૂકંપના ઝટકા અનુભવાયા છે, ત્યારપછી અનેક ઈમારતો ધ્વસ્ત થઈ ગઈ છે. રિક્ટર  સ્કેલ પર 6.8ની તીવ્રતાના ભૂકંપના ઝટકા અનુભવાયા છે. સ્થાનિક સમય અનુસાર શુક્રવારે સાંજે 6 વાગ્યે ભૂકંપ આવ્યો હતો. ભૂકંપનું કેન્દ્ર મરાકેશથી 71 કિમી દૂર દક્ષિણ-પશ્ચિમમાં ઉચ્ચ એટલસ પર્વતમાં હતું. 

બચાવ અને રાહત કાર્ય
માનવામાં આવી રહ્યું છે કે, અનેક લોકો આ કાટમાળ હેઠળ દબાયેલ છે અને રાહત બચાવ કરવામાં આવી રહ્યું છે. અનેક મૃતદેહ જપ્ત કરવામાં આવ્યા છે. મૃતકોનો આંકડો વધવાની આશંકા છે. દેશના શાહી મહેલે ત્રણ દિવસ રાષ્ટ્રીય શોકની જાહેરાત કરી છે. પ્રભાવિત ક્ષેત્રોમાં સ્વચ્છ પાણી, ફૂડ પેકેટ, તંબૂ અને ધાબળા આપવા માટે રાહત બચાવ દળ તહેનાત કરવામાં આવશે. 

ભારત તમામ સંભવ મદદ કરવા માટે તૈયાર
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મોરોક્કોમાં ભૂકંપથી જીવ ગુમાવનાર પરિવારજનો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી છે. તેમણે એક્સ હેન્ડલ પર જણાવ્યું છે કે, ‘મોરોક્કોમાં ભૂકંપથી થયેલ જાનહાનિને કારણે અત્યંત દુ:ખ થયું છે. આ દુ:ખભરી ઘડીમાં મોરોક્કોના લોકો સાથે મારી સંવેદના છે. ભારત આ કઠિન પરિસ્થિતિમાં તમામ સંભવ મદદ આપવા માટે તૈયાર છે.’

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ