બ્રેકિંગ ન્યુઝ
VTV / લાઈફસ્ટાઈલ / આરોગ્ય / મોર્નિંગ વૉક પર જતા પહેલા આવી ભૂલ ન કરતા, ફાયદા તો દૂરની વાત છે, ઉલ્ટાનું થશે નુકસાન!
Last Updated: 10:17 AM, 3 January 2025
તમારામાંથી ઘણા લોકો સવાર સવારમાં ખુશનુમા વાતાવરણમાં સેર કરવા કે પછી સ્ટેપ્સ પૂરા કરવા અને હેલ્થ માટે થઈને મોર્નિંગ વૉક માટે જતાં હશે. શિયાળાની સવારે વૉક કરવા જવાથી આખો દિવસ તમારો ઉર્જાથી ભરેલો વીતે છે. તો તમને લાગતું હશે કે મોર્નિંગ વૉક માટે જવું એ સૌથી સરળ કસરત છે તો આમ વિચારવું યોગ્ય નથી. મોર્નિંગ વૉક માટે જતાં પહેલા તમારે અમુક વાતોનું ધ્યાન રાખવું જરૂરી છે. ચાલો જાણીએ કે વૉક માટે જતાં પહેલા કઈ વાતને રાખશો ધ્યાનમાં.
ADVERTISEMENT

હેલ્થ ચેકઅપ વગર ચાલવા જવું
ADVERTISEMENT
સવારે ચાલવા જવા માટે પહેલા હેલ્થ ચેકઅપ કરાવવું જરૂરી છે, જો તમે શિયાળામાં તમારા શરીરની જાણકારી મેળવ્યા વગર જ ચાલવા નીકળી પડો છો તો તે તમારા માટે જોખમી થઈ શકે છે.
હાર્ટ ચેકઅપ જરૂરી
ADVERTISEMENT
મોર્નિંગ વૉક માટે જવા માટે તમારા હાર્ટનું સ્વસ્થ હોવું ખૂબ જ જરૂરી છે. જો તમને હૃદયની સમસ્યા હોય તો તમારે મોર્નિંગ વૉક માટે જવાનું ટાળવું જોઈએ. દર 6 મહિને તમારું સંપૂર્ણ શરીરનું ચેકઅપ કરાવો અને તેનો રિપોર્ટ ડૉક્ટરને બતાવો. આ શિયાળામાં તમે ડોક્ટરની સલાહ લીધા પછી જ મોર્નિંગ વૉક માટે જઈ શકો છો.
ડાયાબિટીઝમાં ખાસ ધ્યાન
ADVERTISEMENT
જો તમને ડાયાબિટીઝ છે તો તમારા માટે ચાલવું એ ખૂબ જરૂરી છે પણ તમે ચાલવા જાવ ત્યારે પૂરતા પ્રમાણમાં પાણી પીવું પણ જરૂરી છે.
યોગ્ય કપડાં પહેરો
ADVERTISEMENT
ચાલવા જવા માટે યોગ્ય અને આરામદાયક જેમાં સરખી રીતે શ્વાસ લઈ શકો તેવા વસ્ત્રો પહેરો. ઠંડીમાં ગરમ કપડાં પણ પહેરો.
પૂરતો આરામ કરીને જાવ
ADVERTISEMENT
જો તમે સવારે ચાલવા જો કે પછી સાંજે સૌથી જરૂરી છે કે એ પહેલા તમે પૂરતો આરામ કરેલો હોય જો તમે થાકેલા હોય અને વૉક માટે જાવ છો તો તે તમારા સ્વાસ્થ્ય માટે હાનિકારક બની શકે છે.
વધુ વાંચો: સામાન્ય દવાઓથી કઇ રીતે અલગ પડે છે ઔષધિ કેન્દ્રની દવા? ના જાણતા હોવ તો જાણી લેજો

યોગ્ય જૂતાંની પસંદગી
આ પણ એક ખૂબ જરૂરી પાસું છે. વૉક પર જવા માટે તેને અનુરૂપ જૂતાં પણ પહેરવા જોઈએ. જો તમે આરામદાયક જૂતાં કે શૂઝ પહેરવાને બદલે ફેન્સી કે હિલ વાળા જૂતાં પહેરીને જશો તો વૉકનો આનંદ લઈ શકશો.
(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.