ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / DySP કચેરી સામે દારૂની બોટલો ફેંકવાની હિંમત કોણે કરી? વીડિયો વાયરલ થતા પોલીસ સામે સવાલ

આક્ષેપ / DySP કચેરી સામે દારૂની બોટલો ફેંકવાની હિંમત કોણે કરી? વીડિયો વાયરલ થતા પોલીસ સામે સવાલ

Last Updated: 05:04 PM, 22 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોરબી શહેરમાં દારૂબંધી માત્ર કાગળ પર હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. શહેર કોગ્રેસ પ્રમુખે વીડિયો વાયર કરી સવાલ ઉઠાવ્યા છે.

ADVERTISEMENT

મોરબી શહેર ફરી એકવાર દારૂબંધીના કાયદાની અમલવારી પર સવાલ ઊભા કરતી ઘટના કારણે ચર્ચામાં આવ્યું છે. શહેરના નટરાજ ફાટક વિસ્તારમાં આવેલા dysp કચેરીના બિલકુલ નજીક દારૂની ખાલી બોટલો મળી આવી હતી. જેને લઈ શહેર કોગ્રેસ પ્રમુખે પોલીસ પર આક્ષેપ કર્યા છે.

દારૂ બંધી સામે સવાલો ઉભા થઈ રહ્યા

કોંગ્રેસના મોરબી શહેર પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ ઘટનાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો. વિડીયોમાં દારૂની ખાલી બોટલો નટરાજ ફાટક અને ડીવાયએસપી કચેરી નજીક દારૂની ખાલી બોટલ પડી હોય તેવો દ્રશ્ય સ્પષ્ટ જોવા મળે છે. પુષ્પરાજસિંહ જાડેજાએ આ મામલે પોલીસ તંત્રને તાકીદ કરી છે. મોટી માત્રામાં દારૂની ખાલી બોટલો મળતા દારૂ બંધી સામે સવાલો ઉભા થઈ રહ્યા છે.

આ પણ વાંચોઃ Video: જેવો શિક્ષકે લાફો ઠોક્યો, કે તરત વિદ્યાર્થી તૂટી જ પડ્યો, CCTVએ સૌને ચોંકાવી દીધા

બુટલેગરો સામે કાર્યવાહી કરવામાં આવેઃ પુષ્પરાજસિંહ જાડેજા

શહેર કોંગ્રેસ પ્રમુખ પુષ્પરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું કે, હું રાત્રીના સુમારે નટરાજ ફાટક થી કલેક્ટર કચેરી તરફ મારા ઘરે જઈ રહ્યો હતો. આ રોડ પર રેલ્વે ટ્રેકની બાજુમાં ખુલ્લેઆમ દારૂની બોટલો પડી છે. આ ગાંધીનું ગુજરાત છે. જે ગાંધીના ગુજરાતમાં દારૂબંધી છે. જે દારૂની બોટલ અત્યારે ખુલ્લે આમ પડી છે. આ વીડિયોના માધ્યમથી મારો સીધો પ્રશ્ન છે કે, મોરબીની અંદર આ દારૂ બંધી શેની. તમે અંદાજો લગાવી શકો છો કે મોરબીમાં કેટલો દારૂ વેચાતો હશે. તંત્રને વિનંતી છે કે થોડું બુટલેગરો કાર્યવાહી કરવામાં આવે તેમ કહ્યું હતું.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Morbi news Morbi police Morbi liquor ban
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ