ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Video: જેવો શિક્ષકે લાફો ઠોક્યો, કે તરત વિદ્યાર્થી તૂટી જ પડ્યો, CCTVએ સૌને ચોંકાવી દીધા

ઉલટી ગંગા / Video: જેવો શિક્ષકે લાફો ઠોક્યો, કે તરત વિદ્યાર્થી તૂટી જ પડ્યો, CCTVએ સૌને ચોંકાવી દીધા

Published By: Vidhata Gothi

Last Updated: 02:23 PM, 22 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Viral Video: મોરબીમાં વિદ્યાર્થીને ઠપકો આપવો શિક્ષકને ભારે પડી ગયો. તક્ષશિલા વિદ્યાલયમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે ઝપાઝપી થઈ, જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે.

ADVERTISEMENT

Viral Video: આજકાલ એવા ઘણા કિસ્સાઓ સામે આવે છે કે જેમાં શિક્ષકે વિદ્યાર્થીઓ પર હાથ ઉપાડ્યો હોય કે વિદ્યાર્થીને લાકડીથી ફટકાર્યો હોય. પરંતુ હવે શિક્ષક અને વિદ્યાર્થીનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. આ કિસ્સા વિશે જાણીને તમે કહી ઉઠશો કે આ તો ઉનોનું રિવર્સ કાર્ડ ખેલાઈ ગયું.

વાત એમ છે કે મોરબીમાં વિદ્યાર્થીને ઠપકો આપવો શિક્ષકને ભારે પડી ગયો. ચાલુ ક્લાસમાં વિદ્યાર્થીએ શિક્ષકની ધોલાઈ કરી દીધી. શિક્ષકે વિદ્યાર્થીને થપ્પડ મારી તો સામે વિદ્યાર્થીએ પણ શિક્ષકને માર માર્યો. મોરબીની સ્કૂલનો શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચે થયેલી બબાલનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

Vtv App Promotion 2

મોરબીમાં મહેન્દ્રનગર પાસે આવેલી તક્ષશિલા વિદ્યાલયમાં શિક્ષક અને વિદ્યાર્થી વચ્ચેના ઝપાઝપીનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે ચાલુ ક્લાસ દરમિયાન શિક્ષકે વિદ્યાર્થીને ઠપકો આપ્યો હતો, જે બાદ વિદ્યાર્થી ઉશ્કેરાઈ ગયો અને તેણે સામે શિક્ષક પર હુમલો કરી દીધો. તેણે શિક્ષકને ખૂબ જ ખરાબ રીતે માર માર્યો. વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે ચાલુ કલાસે વિદ્યાર્થીને શિસ્તમાં રાખવાના પ્રયાસમાં શિક્ષકે એક વિદ્યાર્થીને થપ્પડ મારી, પરંતુ વિદ્યાર્થીએ સામે શિક્ષક સાથે ઝપાઝપી કરી દીધી.

આ પણ વાંચો: Video: ચોમાસાનો આનંદ લેવા પ્રવાસીઓ પહોંચ્યા ગિરનાર, અને વધ્યો પાણીનો પ્રવાહ, પછી જે થયું...!

મોરબીના મહેન્દ્રનગર વિસ્તારમાં આવેલી તક્ષશિલા વિદ્યાલયમાં બનેલી આ ઘટના અને વિદ્યાર્થીઓના ભવિષ્ય પર ગંભીર સવાલો ઊભા કરે છે. ત્યારે શિક્ષકની સ્થિતિ અને વિદ્યાર્થીઓમાં વધતી અણશિસ્તની સમસ્યા પર ફરી એકવાર ચર્ચા શરૂ થઈ છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Takshshila Vidhyalaya Viral Video Morbi Mahendranagar

Published by

Vidhata Gothi

Vidhata is the news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ