ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Video: ચોમાસાનો આનંદ લેવા પ્રવાસીઓ પહોંચ્યા ગિરનાર, અને વધ્યો પાણીનો પ્રવાહ, પછી જે થયું...!

મજાની સજા / Video: ચોમાસાનો આનંદ લેવા પ્રવાસીઓ પહોંચ્યા ગિરનાર, અને વધ્યો પાણીનો પ્રવાહ, પછી જે થયું...!

Published By: Priyankka Triveddi

Last Updated: 12:49 PM, 22 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વરસાદે અત્યારે આખા ગુજરાતને માથે લીધું છે. જુનાગઢમાં પણ ધોધમાર વરસાદની સ્થિતિ છે. તેવામાં જુનાગઢમાં જટાશંકર મહાદેવ મંદિર પાસે ધોધમાર વરસાદને પગલે પાણીનો પ્રવાહ વધ્યો હતો જેના લીધે હાલાકી સર્જાઈ હતી.

ADVERTISEMENT

Junagadh Jatashankar Temple: જૂનાગઢ જિલ્લાના ગિરનાર પર્વત પર ધોધમાર વરસાદના કારણે રવિવારે મુશ્કેલીભરી પરિસ્થિતિ સર્જાઈ હતી. ગિરનાર પર્વત પર ભારે વરસાદને કારણે પડેલી હાલાકીનો વીડીયો પણ વાયરલ થયો છે. વાત આટલેથી અટકથી નથી ગિરનાર પર્વત પર આવેલું લોકપ્રિય જટાશંકર મહાદેવ મંદિર સહેલાણીઓ માટે આકર્ષણનું કેન્દ્ર છે. આ જટાશંકર મંદિર ગિરનારના જંગલ વિસ્તારમાં આવેલું છે. વરસાદને કારણે મંદિર પાસે નયનરમ્ય ઝરણું જોવા કે ઝરણામાં ન્હાવા આવેલા લોકો ભારે મુસીબતમાં મુકાયા હતા.

સહેલાણીઓ પૂરમાં ફસાયા

મળતી માહિતી અનુસાર ગિરનાર પર્વત પર સહેલાણીઓ રવિવારે પૂરના પાણીમાં ફસાયા હતા. વાત એમ બની હતી કે જટાશંકર મહાદેવ મંદિર પાસે આવેલાં ઝરણામાં ધોધમાર વરસાદના કારણે પાણીનો પ્રવાહ અચાનક વધી ગયો હતો. પરિણામે ઝરણામાં ન્હાવાની મજા લેવા આવેલા આશરે 20થી વધુ સહેલાણીઓ કે જેમાં મહિલાઓ પણ હતી. તેઓ આ ધસમસતા પાણીના પ્રવાહમાં ફસાઈ ગયા હતા. આ દુર્ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

જો કે ઉલ્લેખનીય વાત એ છે કે પ્રશાસન અને વન વિભાગ તરફથી ભારે વરસાદને પગલે પૂરથી સાવધાની રાખવા માટે ઝરણા વિસ્તારમાં પ્રવેશ પર મનાઈ ફરમાવવામાં આવી હતી. છતાં ઘણા લોકો ઝરણાની મજા માણવા ત્યાં પહોંચી ગયા હતા. અને લોકોની આ જ બેદરકારીના કારણે મોટી દુર્ઘટના સર્જાવાની ભીતિ ઉભી થઈ હતી.

સ્થાનિકોએ રેસ્ક્યૂ કર્યા

જો કે ઘટનાની જાણ થતાં જ સ્થાનિક લોકો અને વન વિભાગના અધિકારીઓ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી ગયા અને ફસાયેલા તમામ 20 સહેલાણીઓને સલામત રીતે રેસ્કયુ કરાયા હતા. લોકોને સલામત રીતે બહાર કાઢવામાં આવ્યા. જો કે આ ઘટનાને પગલે કોઈ જાનહાનિ થયાની માહિતી નથી. પરંતુ આ ઘટનાથી લોકોને વરસાદની સીઝનમાં ખાસ સાવધાની/તકેદારી રાખવા અને અધિકારીઓની ચેતવણીને ગંભીરતાથી લેવાની ફરજ પડી છે.

વધુ વાંચો: 6 વર્ષીય બાળકી પર જંગલીની જેમ તૂટી પડ્યાં રખડતા શ્વાન, અંતે માસૂમ મોતને ભેટી

Vtv App Promotion

પ્રકૃતિ, સુંદરતા માણવી સારી છે. પણ એ વાતનું પણ ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જીવ એનાથી પણ વધારે કિંમતી છે. તમારી નાની અમથી બેદરકારી પણ તમારો ભોગ લઇ શકે છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Girnar Parvat waterfall Junagadh News Jatashankar Mahadev Temple

Published by

Priyankka Triveddi

Priyankka Triveddi is the senior news editor at VTV Digital, highlighting voices and stories that matter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ