બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ધર્મ / Monthly Horoscope December 2023 predictions masik rashifal effect zodiac signs

ધર્મ / વર્ષના છેલ્લા મહિનામાં ચમકી ઉઠશે આ રાશિના લોકોની કિસ્મત, જાણો કેવો રહેશે ડિસેમ્બરનો મહિનો

Arohi

Last Updated: 04:20 PM, 27 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Monthly Horoscope December 2023: હિસેમ્બરનો મહિનો શરૂ થવાનો છે. એવામાં કયા લોકો માટે આ મહિનો સારો રહેશે અને કયા લોકોને આ મહિને સાવધાની રાખવી જોઈએ આવો જાણીએ...

  • આ રાશિના લોકો માટે ફાયદાકારક રહેશે ડિસેમ્બર
  • ખુલી જશે કિસ્મતના દ્વાર
  • આ લોકોએ રાખવી પડશે સાવધાની 

ડિસેમ્બરનો મહિનો શરૂ થવાનો છે. એવામાં આ મહિનો જ્યાં અમુક લોકો માટે ખૂબ જ શાનદાર રહેવાનો છે ત્યાં જ અમુક લોકોને આ મહિનામાં સાવધાન રહેવાની જરૂર પડશે. ડિસેમ્બરનો મહિનો તમારા માટે કેવો રહેશે આવો જાણીએ...

મેષ 
ગણેશજી કહે છે કે ગ્રહો તમારા પક્ષમાં છે. બીજાની તુલનામાં તમારા કામ સરળતાથી થશે. સાથે જ આ સમયમાં તમારા ખર્ચ પર નિયંત્રણ રાખો. તમારે અસફળતાઓનો સ્વીકર કરી યોગ્ય સમયની ધૈર્યપૂર્વક રાહ જોવી. તમારામાં ચમત્કાર કરવાની ક્ષમતા છે. તમારે યોગ્ય સમયની રાહ જોવાની જરૂર છે. જ્યારે તમે વધારે તમકી શકો અને બાકી બધાની આગળ રહી શકો. 

વૃષભ 
તમારા વરિષ્ઠો પર મહત્વપૂર્ણ સકારાત્મક પ્રભાવ પાડવામાં સફળ રહેશો. સુનિશ્ચિત કરો કે તમે આ સમયે પોતાના પરિવાર સાથે જોડાયેલા રહો જેથી તમે મહત્વપૂર્ણ નિર્ણય લો તો તે તમારી સાથે મજબૂતીથી ઉભા રહે. તમને તમારા વ્યક્તિગત અને વ્યાવસાયિક જીવનમાં સફળતા પ્રાપ્ત કરવામાં મદદ મળશે. તમે તમારા જીવનને યોગ્ય રીતે સંતુલિત કરવામાં સક્ષમ રહેશે. જેનાથી તમને માનસિક સંતુષ્ટિ પ્રાપ્ત કરવામાં મદદ મળશે. 

મિથુન 
તમે જેને સૌથી વધારે પ્રેમ કરો છો તમારે તે લોકો સાથે ગેરસમજના થાય તે માટે સતર્ક રહેવાની જરૂર છે. અમુક સ્થિતિઓ ચિંતા અને નિરાશાના કારણે બની શકે છે પરંતુ પોતાને વ્યસ્ત રાખીને તમારો સમય પસાર કરવાનો પ્રયત્ન કરો. જોકે આ સમયે તમે પોતાના પ્રોફેશનલ જીવનમાં પોતાના લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં સફળ રહેશો. માટે સારૂ રહેશે કે તમે પોતાના કરિયર પર ધ્યાન આપો.

કર્ક 
તમારે આર્થિક તંગીનો સામનો કરવો પડશે. માટે આ ક્ષેત્રમાં થોડુ જોખમ લેવું સારો વિચાર છે. સુનિશ્ચિત કરો કે તમે લાંબી સફળતા પ્રાપ્ત કરવા માટે ખૂબ જ મહેનત કરતા રહો. કર્ક માસિક રાશિફળ 2023 અનુસાર કામને પુરૂ કરવા માટે શોર્ટકટનો પ્રયોગ ન કરો નહીં તો બાદમાં પરેશાની થશે. તમારે પોતાની ક્ષમતાઓ વિશે જાગૃત તવાની જરૂર છે. 

સિંહ 
ગણેશજી કહે છે કે આવનાર સમય માંગ કરશે કે તમે આત્મ-પ્રેમને પ્રાથમિકતા આપો. તે ગતિવિધિઓમાં સંલગ્ન રહો જે તમારી આત્માને ઉર્જાવાન બનાવે છે. જ્યારે તમે સકારાત્મકતા અને આત્મ-પ્રેમથી પ્રેરિત હોવ છો તો જે રોલર-કોસ્ટર સવારીને આપણે જીવન કહીએ છીએ તે સારી લાગવા લાગે છે. તમને આર્થીક ક્ષેત્રે ઉતાર ચડાવનો સામનો કરી શકો છો. પરંતુ ચિંતા ન કરો સ્થિતિ જલ્દી બદલાઈ શકે છે. 

કન્યા 
ગણેશજી કહે છે કે તમારા જીવનમાં ભાગ્ય અને સકારાત્મકતા પર નિશ્ચિત પ્રભાવ પડશે. તમારા પરિવારના સદસ્ય, નિષ્ણાંત તમારા માતા-પિતા, પર્યાપ્ત સહાયતા અને માર્ગદર્શન પ્રદાન કરશે. પોતાને ખુશ અને સંતુષ્ટ રાખો અને વધારે અવિશ્વસનીય વસ્તુઓનો લક્ષ્ય રાખો. વસ્તુઓ યોજના અનુસાર નહીં થાય પરંતુ તમે ધૈર્ય રાખો. 

તુલા 
નાણાકીય લાભ માટે શારૂ રિટર્ન આપે તેવામાં રોકાણ કરો. ભવિષ્યમાં કંઈક મોટુ મેળવવા માટે પોતાના કરિયરમાં જોખમ ઉઠાવવાનું પણ એક સારો સમય છે. તમારા વિકાસની જવાબદારી પોતે લો. એવી ગતિવિધિઓમાં શામેલ રહો જે તમને પોતાને યોગ્ય રીતે સમજવામાં મદદ કરે. શૈક્ષણિક તકો અથવા વર્કશોપને શોધો. જે તમારા જ્ઞાન અને કૌશલ્યને વધારવામાં મદદ કરી શકે. 

વૃશ્ચિક 
સંપૂર્ણ રીતે પોતાના કરિયર પર ધ્યાન કેન્દ્રીત કરો. તમે પોતાના વ્યક્તિગત સંબંધોની અવગણના કરી રહ્યા છો માટે તમને અનુભવ થશે કે તેનો તમારા સમગ્ર કલ્યાણ પર અસર પડી રહી છે. આ એક જાગૃત કોલ હોવો જોઈએ જે તમને પોતાની પ્રાથમિકતાઓનું પુનર્મૂલ્યાંકન કરવા અને પોતાના જીવનમાં ફેરફાર કરવા માટે પ્રેરિત કરે. તમે વ્યક્તિગત સંબંધોને પોષિત કરી પોતાની દેખરેખ માટે સમય ફાળવી અને પ્રભાવી રીતે નાણાનું સંચાલન કરી વધુ સારૂ સંતુલન મેળવશો. 

ધન 
કામ અને આરામ માટે ખાસ સમય સ્લોટ ફાળવો. તેના ઉપરાંત પોતાના પરિવારની સાથે ક્વોલિટિ ટાઈમ પસાર કરો. યાદ રાખો જરૂર પડવા પર મદદ માંગવી યોગ્ય છે. તે તમારા મિત્ર હોય, પરિવાર હોય કે કલિગ્સ હોય. પોતાના માનસિક સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું તેટલું જ જરૂરી છે જેટલું તમારા શારીરિક સ્વાસ્થ્યનું. માટે માનસિક સ્વાસ્થ્ય પર ધ્યાન આપો. 

મકર 
આરામ અને તાજગી માટે થોડો સમય કાઢવાનું યાદ રાખો. પોતાનું ધ્યાન રાખવાથી તમે જીવનના વિવિધ પડકારને સંભાળવા માટે વધુ યોગ્ય રીતે સજ્જ થશો. લક્ષ્યો સેટ કરો જે ઉપલબ્ધિની ભાવના પ્રદાન કરતા તમને પડકાર આપે. નવા શોખ શોધવા માટે પુસ્તકો કે ઓનલાઈન પુસ્તકોના માધ્યમથી પોતાના જ્ઞાનનો વિસ્તાર કરવા પર વિચાર કરો. 

કુંભ 
બ્રેક લેવાથી તમે ફ્રેશ થઈ જાઓ છો અને નવી ઉર્જા અને ફોકસની સાથે પોતાના કાર્યો પર પરત ફરો છો. યાદ રાખો કે મેનેજમેન્ટ કરવું પડકાર જનક હોઈ શકે છે. માટે રસ્તામાં માર્ગદર્શન અને સમર્થન લેવું યોગ્ય છે. પડકાર સ્વીકાર કરો, જીતને સેલિબ્રેટ કરો અને દરરોજ ઈરાદા અને કૃતજ્ઞતાની સાથે જીવો. આત્મ અભિવ્યક્તિ માટે આઉટલેટ શોધો. જેમ કે જર્નલિંગ, વ્યાયામ કરવું અથવા તો પ્રિયજનોનું સમર્થન માંગવું. વિકાસની માનસિકતા અપનાવો જેનો અર્થ છે કે તમે સમર્પણ અને મહેનતની મદદથી સફળતા મેળવવા માટે પોતાની ક્ષમતાઓ પર વિશ્વાસ કરો છો.  

મીન 
આ સમયે તમારી સામે આવનાર પડકાર અને અવસરોને સ્વીકાર કરો અને યાત્રા વખતે પોતાનું ધ્યાન રાખો. સાવધાનીપૂર્વક યોજના અને સંતુલિત માનસિકતાની સાથે તમે આ મહિને સારો લાભ ઉઠીવ શકો છો અને પોતાના જીવનના યોગ્ય પાસામાં સફળતા માટે પોતાને તૈયાર કરી શકો છો. જો તમે રિલેશનશિપમાં છો તો લગ્ન વિશે વિચારવાનો યોગ્ય સમય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ