બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 04:22 PM, 31 January 2024
ADVERTISEMENT
50/30/20 બજેટ રૂલ: મોટાભાગે સેલેરી ક્લાસ લોકો આવકની બજેટિંગ અંગે ટેન્શન લેતાં હોય છે. ક્યારેક તેમની પાસે રોકાણ કરવા માટે પૈસા ઓછા પડતાં હોય છે અથવા તો ક્યારેક વધુ પડતાં ખર્ચાને લીધે તંગી આવી જતી હોય છે. આવી સમસ્યા લગભગ દરેક સામાન્ય વર્ગનાં લોકોનાં જીવનમાં દરમહિને આવતી હોય છે. તેવામાં ગણિતનો આ ફોર્મૂલા 50/30/20 ને યાદ કરી લેવો જોઈએ અને જીવનમાં ઊતારવો જોઈએ. આવું કરવાથી તમે ખર્ચા પર નિયંત્રણ રાખી શકશો અને સાથે જ સેવિંગ્સ પણ કરી શકશો.
50+30+20= 100નો રૂલ
એક્સપર્ટસ્ કહે છે કે મની મેનેજમેંટનો આ એક સિંપલ ફોર્મૂલા યાદ રાખી લેવાથી તમે દરમહિનાનાં દરેક ટાર્ગેટને પૂરો કરી શકશો. આ ફોર્મૂલા 50+30+20= 100નો છે. આ રૂલને હવે આપણે સામાન્ય શબ્દોમાં સમજીએ...
ADVERTISEMENT
માની લો કે તમારી માસિક આવક 100 રૂપિયા છે. હવે 100રૂપિયામાંથી,
બેસિક ખર્ચાઓ માટે- 50%
રોકાણ માટે- 30%
ગિલ્ટ ફ્રી ખર્ચા માટે- 20%
એક્સપર્ટસ્ અનુસાર ઘરની બેસિક જરૂપિયાતો માટે થનારા ખર્ચા માટે આવકનો 50% હિસ્સો અલગ કાઢી લેવો જોઈએ. જો તમે 100 રૂપિયાની કમાણી કરો છો તો તમારે 30 રૂપિયાનું રોકાણ કરી શકો છો. આ સિવાય લાઈફસ્ટાઈસ, ટ્રાવેલ, મૂવી, આઉટિંગ માટે 20% રકમ ખર્ચ કરવી જોઈએ. આવું કરવાથી તમે તમામ પ્રકારનાં ખર્ચાઓને એડજસ્ટ કરી શકશો.
વધુ વાંચો: ના કોઇ બિઝનેસ, ના કોઇ કંપની... છતાંય કહેવાય છે વિશ્વની અમીર મહિલા, ખાલી આટલાં કરોડ તો દાનમાં આપ્યાં
નાની ઉંમરથી જ રોકાણ કરવું ફાયદાકારક
એક્સપર્ટસ્ કહે છે કે નાની ઉંમરથી જ રોકાણ કરવાની શરૂઆત કરી દેવી જોઈએ. દરેક વ્યક્તિએ પોતાની કુલ આવકનો નાનો હિસ્સો બચતરૂપે રોકી દેવો જોઈએ. જેથી તમે તમારા ભવિષ્ય માટે અથવા તો તમારા બાળકોની જરૂરિયાતો માટે પૈસાની બચત કરી શકો. પણ હંમેશા યાદ રાખવું કે પ્લાનિંગ આવક, ઉંમર અને રિસ્ક ઊઠાવવાની ક્ષમતાનાં હિસાબે કોઈ એડવાઈઝરની મદદથી જ કરવું જોઈએ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.