બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / money making tips investment tips for house wife to make crore rupee fund

તમારા કામનું / ઘરકામ કરતી મહિલા માટે ગજબની ટિપ્સ, પતિના રિટાયરમેન્ટ સુધી ભેગો કરી શકશો એક કરોડનો ફંડ, આ રીત અપનાવો

Manisha Jogi

Last Updated: 08:38 PM, 19 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહિલાઓ પર આટલી જવાબદારી હોવા છતાં પણ આર્થિક રીતે કોઈના પર નિર્ભર રહેવું પડતું હોય છે. દર મહિને તમારા નામથી પૈસા જમા કરવાનું શરૂ કરી દો તો પતિની નિવૃત્તિ સુધી ખાસી મોટી રકમ એકત્ર થઈ શકે છે.

  • મોટાભાગની મહિલાઓ સવારે ઉઠતાવેંત કામ કરવાનું શરૂ કરી દે છે
  • છતાં પણ આર્થિક રીતે કોઈના પર નિર્ભર રહેવું પડતું હોય
  • દર મહિને આટલી રકમનું કરો રોકાણ

મોટાભાગની મહિલાઓ સવારે ઉઠતાવેંત કામ કરવાનું શરૂ કરી દે છે, પતિ અને બાળકો માટે નાશ્તો તથા ટિફીન, ઘરમાં વૃદ્ધની દેખભાળ કરે છે. મહિલાઓ પર આટલી જવાબદારી હોવા છતાં પણ આર્થિક રીતે કોઈના પર નિર્ભર રહેવું પડતું હોય છે. દર મહિને તમારા નામથી પૈસા જમા કરવાનું શરૂ કરી દો તો પતિની નિવૃત્તિ સુધી ખાસી મોટી રકમ એકત્ર થઈ શકે છે. 

કેટલા પૈસાની જરૂર રહેશે
હાઉસવાઈફ પાસે કમાણી કરવાનો કોઈ નિશ્ચિત વિકલ્પ હોતો નથી. મહિલાઓ ખર્ચામાંથી પૈસા બચાવીને દર મહિને કેટલીક રકમ જમા કરી શકે છે. તમારે દરરોજ એક ટિફીન જેટલી રકમ ભેગી કરવાની રહેશે. ટિફીન માટે દરરોજ 100 રૂપિયાનો ખર્ચ હોય તો દર મહિને 4 રવિવાર સિવાય તમે 2,600 રૂપિયાનું ફંડ એકત્ર કરી શકો છો. 

આ રકમનું શું કરવું?
જો તમે દર મહિને 2,600 રૂપિયાની બચત કરો છો, તો મ્યુચ્યુઅલ ફંડની SIP કરાવી દો. મ્યુચ્યુઅલ ફંડમાં દર મહિને 2,600 રૂપિયા જમા કરવામાં આવે તો 10 વર્ષ કરતા વધુ સમયમાં દર વર્ષે 12 ટકાથી વધુ રિટર્ન મળશે.  

પતિની નિવૃત્તિ સુધીમાં કેટલી રકમ મળશે?
જો તમારા લગ્ન 28 વર્ષની ઉંમરે થાય અને પતિ 60 વર્ષે નિવૃત્ત થવાના હોય. આ પરિસ્થિતિમાં તમને રોકાણ કરવા માટે 32 વર્ષ મળશે. 32 વર્ષમાં દર મહિને 2,600 રૂપિયાનું રોકાણ કરવામાં આવે તો કુલ 9,98,400 રૂપિયાનું રોકાણ કરશો. આ રકમ પર દર વર્ષે 12 ટકા વ્યાજની ગણતરી કરવામાં આવે તો તમારું કુલ ફંડ 1,17,24,172 રૂપિયા થઈ જશે. જેમાંથી વ્યાજની રકમ 1,07,25,772 રૂપિયા હશે. દર વર્ષે રોકાણની રકમમાં વધારો કરવામાં આવે તો વધુ રકમ ભેગી થઈ શકે છે. 

(DISCLAIMER: શેરમાર્કેટને લગતો આ આર્ટિકલ અનુભવ તેમજ મળતી માહિતીને આધારિત છે. આથી આપવામાં આવેલી જાણકારી અનુસાર રોકાણ કરવામાં જો તમને કોઇ પણ પ્રકારનું નુકસાન થશે તો તેની જવાબદારી અમારી રહેશે નહીં. કોઇ પણ શેરમાં રોકાણ કરતા પહેલાં નિષ્ણાંતની સલાહ લેવી આવશ્યક છે. આ આર્ટિકલ ફક્ત શેર બજારના ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ