ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / બિઝનેસ / modi government's new plans for farmers

યોજના / ખેડૂતો માટે મોટા સમાચાર! ખેતીમાં હવે નહીં થાય ડીઝલનો ઉપયોગ, જાણો મોદી સરકારે શું બનાવ્યો માસ્ટર પ્લાન

Published By: Jaydeep Shah

Last Updated: 09:11 AM, 13 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સરકારે ડીઝલના ઉપયોગને બંધ કરવા માટે એક મહત્વનું પગલું ભર્યું છે. ખેતરોમાં ડીઝલના ઉપયોગને શૂન્ય કરવા તથા કૃષિ ક્ષેત્રને નવીકરણીય ઉર્જામાં બદલવાની આશા છે.

ADVERTISEMENT

  • ડીઝલનો ઉપયોગ ટાળવા માટે સરકારના પ્રયાસો 
  • સૌર સિંચાઈ પંપ 
  • ખેડૂતોની વધશે કમાણી 

સરકારે ડીઝલના ઉપયોગને બંધ કરવા માટે એક મહત્વનું પગલું ભર્યું છે. ભારત 2024 સુધી ખેતરોમાં ડીઝલના ઉપયોગને શૂન્ય કરવા તથા કૃષિ ક્ષેત્રને નવીકરણીય ઉર્જામાં બદલવાની આશા કરી રહ્યું છે. 

કેંદ્રીય ઉર્જા મંત્રી આરકે સિંહે કહ્યું કે ભારતમાં આવનાર બે વર્ષોમાં કૃષિમાં ડીઝલનો ઉપયોગ લગભગ સમાપ્ત થઇ જશે. ખેતીમાં ડીઝલના સ્થાને નવીકરણીય ઉર્જા સાથે જીવાશ્વમ ઇંધણનો ઉપયોગ થશે. 

ઉર્જા મંત્રાલય તથા નવીકરણીય ઉર્જા મંત્રાલયના અધિકારીઓ સાથે ઉર્જા મંત્રીએ ઉર્જા દક્ષતા ઉપાયોના મોટા પાયે વપરાશ કરવા માટે કેંદ્ર તથા રાજ્ય સરકારો વચ્ચે સહયોગની આવશ્યકતા પર ભાર મુક્યો છે. 

તેમણે કહ્યું કે કેંદ્ર સરકાર એક નવા તથા આધુનિક ભારત માટે કામ કરી રહી છે, જે આધુનિક વિજળી સિસ્ટમ વગર નહી થઇ શકે તથા આધુનિક ભારત માટે તેઓ બધા રાજ્યો તથા કેંદ્રશાસિત પ્રદેશો સાથે કામ કરવા માટે તૈયાર છે. 

તેમણે કહ્યું કે વાણિજ્યિક ભવનોએ ECBSનું પાલન કરવું જોઈએ તથા ઘરેલૂ ભાવાનોએ ઇકો નિવાસનું પાલન કરવું જોઈએ. તેમણે કહ્યું કે ઉર્જા ભંડારણની મદદથી વિજળીની બધી જ માંગ તથા ગેર જીવાશ્વમ ઇંધણ વિધિવત પૂરું થશે. 

સૌર સિંચાઈ પંપ 
વિજળી મંત્રાલયે ખેડૂતોને ડીઝલથી ચાલવાવાળા સિંચાઈ પંપોના સ્થાન પર સૌર ઉર્જાથી ચાલવાવાળા સિંચાઈ પંપોનો ઉપયોગ કરવા માટે પ્રોત્સાહિત કર્યા છે. સરકાર દ્વારા હવે ઘણી સોલાર પંપ યોજનાઓ ચલાવવામાં આવી રહી છે. આ યોજનાઓ હેઠળ ખેડૂતો તથા સૌર ઉર્જાથી ચાલવાવાળા પંપો માટે આર્થિક મદદ પણ કરવામાં આવે છે. રાજ્ય સરકારોએ પણ સોલાર સિંચાઈ પંપને સ્થાપિત કરવા માટે સબસિડી આપવાની શરુ કરી છે. 

ખેડૂતોની વધશે કમાણી 
સરકારી આંકડાઓ અનુસાર, ભારતના કુલ ઇંધણનો  લગભગ 2/5 ભાગ ડીઝલનો છે. ભારતનું કૃષિ સેક્ટર ઇંધણ ખાસકરીને ડીઝલના સૌથી મોટા યુઝર્સમાનું એક છે. આવામાં સૌર ઉર્જાનો ઉપયોગ કરવાનું આ પગલું સૌથી વધારે કારગર સાબિત થઇ શકે છે, જેથી ડીઝલની અછત તો પૂરી થશે જ તથા ખેડૂતોનો ખર્ચ પણ બચી જશે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Farmers Gujarati News modi government મોદી સરકાર Farmers

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ