બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / Modi Government May Change The Rule Of Gratuity, Time Period Can Become Between One To Tree Year

રાહત / નોકરિયાતોને માટે આવી શકે છે જલ્દી સારા સમાચાર, સરકાર આ 1 નિયમમાં કરી રહી છે મોટો ફેરફાર

Bhushita

Last Updated: 11:21 AM, 11 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્ર સરકાર ટૂંક સમયમાં ગ્રેચ્યુઈટીના નિયમોને લઇ નોકરીયાત વર્ગને ખુશ ખબર આપી શકે છે. કેન્દ્ર સરકાર ગ્રેચ્યુઈટીના કેટલાક નિયમોમાં ફેરફાર કરવાની યોજના બનાવી રહી છે. સરકાર ગ્રેચ્યુઈટીની 5 વર્ષની સમય સીમાને ખતમ કરી અને 1થી 3 વર્ષની કરવા પર વિચાર કરી રહી છે. ત્યારે જો નિર્ણય લેવાયો તો પહેલાની તુલનામાં વધુ સંખ્યામાં લોકોને ગ્રેચ્યુઈટીના પૈસા મળશે.

  • નોકરિયાત વર્ગ માટે આવી શકે છે સારા સમાચાર
  • તમામને ગ્રેચ્યુઈટીનો લાભ મળે તે અંગે વિચારણાં
  • ગ્રેચ્યુઈટીની સમયમર્યાદા ઘટી શકે છે

હાલ નિયમ મુજબ ગ્રેચ્યુઈટી માટે કર્મચારીએ 5 વર્ષ સુધી એક જ કંપનીમાં કામ કરવું જરૂરી છે. ત્યારે કેટલાક કર્મચારીઓ 5 વર્ષ પહેલા જ કંપની બદલી દે છે જેનો ફાયદો કંપનીઓને થાય છે.

સરકાર 2 વિકલ્પ પર કરી રહી છે વિચાર

હાલ બે વિકલ્પ પર વિચાર કરવામાં આવી રહ્યો છે. જેમાં એક વિકલ્પ છે કેટલાક સેક્ટરમાં બદલાવ કરવામાં આવે અને બીજો છે તમામ માટે ગ્રેચ્યુઈટીની સમય સીમા ઓછી કરી દેવામાં આવે. 

આ 2 વિકલ્પના કારણે થઈ શકે છે નિયમમાં ફેરફાર

ગ્રેચ્યુઈટીમાં બદલાવ કરવાની બે મહત્વના કારણ છે. જેમાં પહેલો છે જોબ સિક્યોરિટી જે પહેલાની તુલનામાં ઘટી ગઇ છે. અને બીજું છે કે કોન્ટ્રાક્ટ પર કામ કરતા કર્મચારીઓની વધતી સંખ્યા. જેના કારણે ગ્રેચ્યુઈટીનો ફાયદો કંપનીઓને જ થાય છે.


PF જેવી થશે ગ્રેચ્યુઈટીની વ્યવસ્થા?  

સરકાર ગ્રેચ્યુઈટીને પણ PFની વ્યવસ્થાની જેમ બનાવાની કોશિશમાં છે
નોકરી બદલવા પર ગ્રેચ્યુઈટી બીજી કંપનીમાં ટ્રાન્સફર કરી શકાય
સરકાર સમગ્ર ગ્રેચ્યુઈટી સ્ટ્રક્ચરમાં બદલાવ કરવાની તૈયારીમાં છે.

જાણો શું હોય છે ગ્રેચ્યુઈટી

એક જ કંપનીમાં સતત અનેક વર્ષો સુધી કામ કરનારા વ્યક્તિને સેલેરી, પેન્શન અને પ્રોવિડન્ટ ફંડ સિવાય પણ ગ્રેચ્યુઈટી આપવામાં આવે છે. ગ્રેચ્યુઈટીનો નાનો ભાગ કર્મચારીની સેલેરીમાંથી કપાય છે. પરંતુ મોટો ભાગ કંપની તરફથી આપવામાં આવે છે. અત્યારની વ્યવસ્થા અનુસાર કોઈ વ્યક્તિ એક કંપનીમાં ઓછામાં ઓછા 5 વર્ષ કામ કરે છે ત્યારે તે ગ્રેચ્યુઈટીનો હકદાર બને છે. ઉલ્લેખનીય છે કે આ નિયમ જે પણ કંપનીમાં 10 કે તેનાથી વધારે કર્મચારીઓ હોય છે ત્યાં જ લાગૂ પડે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Changes Rules Time Limit gratuity modi government ગ્રેચ્યુઈટી નિયમ મોદી સરકાર સમય સીમા Gratuity rule
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ