બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયના આંકડા અનુસાર નિકાસ ગઇ સાલ સમાન સમયગાળામાં ૨૭.૮૬ અબજ ડોલર હતી તે ઘટીને હવે ૨૭.૩૬ અબજ ડોલર થઇ ગઇ છે. એપ્રિલ-ડિસેમ્બર-૨૦૧૯-૨૦ના છ મહિના દરમિયાન નિકાસ ૧.૯૬ ટકા ઘટીને ૨૩૯.૨૯ અબજ ડોલર થઇ ગઇ છે, જ્યારે આયાત ૮.૯ ટકા ઘટીને ૩૫૭.૩૯ અબજ ડોલર જોવા મળી છે.
તેના પગલે દેશની વ્યાપારખાધ આ સમયગાળા દરમિયાન ૧૧૮.૧૦ અબજ ડોલર રહી છે. ડિસેમ્બર મહિનામાં ભારતની આયાત પણ ૮.૮૩ ઘટીને ૩૮.૬૧ અબજ ડોલર રહી છે, જ્યારે વ્યાપારખાધ ૧૧.૨૫ અબજ ડોલર પર આવી ગઇ છે.
ADVERTISEMENT
ડિસેમ્બર-૨૦૧૮માં વ્યાપારખાધ ૧૪.૪૯ ડોલર હતી. પેટ્રોલિયમ આયાત ૦.૮૩ ટકા ઘટીને ૧૦.૬૯ અબજ ડોલર, જ્યારે સોનાની આયાત ચાર ટકા જેટલી ઘટીને ૨.૮૬ અબજ ડોલર પર રહી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.