બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / Politics / Modi cabinet likely to undergo sweeping reshuffle, veteran ministers cut off while parachute veteran leader gets ministry

એંધાણ / મોદી કેબિનેટમાં ધરખમ ફેરફારની શક્યતા, દિગ્ગજ મંત્રીઓ કપાશે જ્યારે પેરાશૂટ દિગ્ગજ નેતાને મળશે મંત્રાલય

Hiren

Last Updated: 03:21 PM, 13 August 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ટૂંક સમયમાં કોઈપણ સમયે તેમના પ્રધાનમંડળમાં ફેરબદલ કરવાની તૈયારીમાં છે? જો કે ભાજપના સૂત્રોના દાવાને માનીએ તો સપ્ટેમ્બરમાં PM મોદી તેમના પ્રધાનમંડળમાં મોટા ફેરફાર કરે તેવી અપેક્ષા છે. જો કે આત્યારથી જ આ વાતની ચર્ચાએ રાજકીય ગલીયારાઓમાં ઘણાની ઊંઘ ઉડાડી મૂકી છે.

  • મોદી કેબિનેટના વિસ્તરણનું અનુમાન 
  • સપ્ટેમ્બરમાં થઈ શકે છે પ્રથમ વિસ્તરણ 
  • ઘણા નવા ચહેરા છે રેસમાં સામેલ 

ભાજપના સૂત્રો કહે છે કે જ્યોતિરાદિત્ય સિંધિયા, મુકુલ રોય, સુરેશ પ્રભુ અને હેમંત બિસ્વા સરમા જેવા નવા ચહેરા મંત્રી પદના પદની રેસમાં છે, રાજ્યસભાની ચૂંટણીઓના પરિણામ બાદ નવા આગંતુકોને સમાવવા માટે કદાચ એક મોટા મિનીસ્ટર ડાઉનગ્રેડ પણ કરવામાં આવી શકે છે. 

જ્યોતિરાદિત્ય સિંધિયા રાજ્યસભાના  શપથ સમારોહમાં 

જ્યોતિરાદિત્ય સિંધિયાને કરેલું પ્રોમિસ શું મોદી પાળશે? 

મધ્યપ્રદેશમાં કમલનાથની સરકાર ઊથલાવીને ભાજપનું કમળ ખીલવવામાં મદદ કરનાર સિંધિયાને હવે ભાજપે આપેલું વચન પૂર્ણ કરવાનો સમય આવ્યો છે. જો કે ભાજપના સૂત્રોનું માનવું છે કે સિંધિયાને મંત્રી બનાવવામાં ગૃહમંત્રી અમિત શાહ વધુ રસ લઈ રહ્યાં છે. જેનું એક એવું કારણ માનવામાં આવે છે કે જ્યારે શાહ 'શહેનશાહ' નહોતા તે વખતે જૂના શિવરાજસિંહ સાથેની ખટપટ હોઈ શકે છે. MPમાં હાલમાં આગામી 23 સપ્ટેમ્બર સુધીમાં 24 વિધાનસભા બેઠકો પર પેટા ચૂંટણીઓ થવાની છે, જેમાં 22 સીટો સિંધિયા જૂથના લોકોની છે જેમણે કોંગ્રેસથી છેડો ફાડીને ભાજપ ગમન કરેલું અને જેના લીધે શિવરાજ સરકાર સત્તામાં આવી હતી. વધુ 2 સીટો બે વિધાનસભ્યોનાં નિધનથી ખાલી પડી છે. 

અહીં આ જગ્યાએ સિંધિયાને ખુશ રાખવા પણ જરૂરી છે કેમ કે 24 માંથી 16 સીટો ગ્વાલિયર-ચંબલના એ ક્ષેત્રની છે જે સિંધિયાનો ગઢ ગણાય છે. રાજ્યસભા ચૂંટણી જીત્યા બાદ હવે જોવાનું એ રહે છે કે મોદી સિંધિયાની અપેક્ષા પ્રમાણે કોઈ મોટો પોર્ટફોલિયો તેને આપે છે કે નહીં?

સિંધિયાએ ફરી દેખાડવો પડશે પોતાનો દમ 

જો કે સિંધિયાએ એક વાર પોતાના બળે ભાજપની સરકાર રચાવીને ભાજપને પોતાની તાકાતનો પરચો આપી જ દીધો છે, પરંતુ હવે ફરીથી તેમને પેટાચૂંટણીઓમાં એ કરિશ્મા ફરી કરી દેખાડવો પડશે. કદાચ એટલે જ તેઓ ચૂંટણીઓ પહેલા પોતાને કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ કરવાનું દબાણ કરી રહ્યા હોય તે સંભવ છે. હવે પરિસ્થિતિ માત્ર કોંગ્રેસ માટે વિપરીત નથી, સિંધિયા કેમ્પ પણ એટલું જ ચિંતામાં હશે કેમ કે પેટાચૂંટણીઓમાં અગાઉ આ ક્ષેત્રોમાં દબદબો ધરાવતા ભાજપના નેતાઓ પણ દાવેદારી નોંધાવી શકે છે, અને તે ન મળે તો ચૂંટણીઓમાં નુકસાન પણ પહોંચાડી શકે છે આવી સ્થિતિમાં પોતાને ફરીથી પ્રુવ કરવું એ સિંધિયા પર દબાણ રહેશે. 

મુકુલ રૉય અમિત શાહ સાથે 

કયા કયા નવા ચહેરા ઓ છે રેસમાં?

હાલમાં સૂત્રોએ જણાવ્યા પ્રમાણે આસામના હેમંત બિસ્વા સરમા આ રેસમાં છે, સાથે જ TMC ગોત્ર ધરાવતા બંગાળના મુકુલ રૉય અને અગાઉ મંત્રી રહી ચૂકેલા સુરેશ પ્રભુ પણ ફરી રેસમાં છે. 
આસામના હેમંત સરમા ભાજપ માટે પોતાની યોગ્યતા ક્યારની સાબિત કરી ચૂક્યા છે, એ કોઈનાથી અજાણ્યું નથી કે તેઓ છેલ્લા ઘણા સમયથી પોતાના ઇનામની રાહ જોઈ રહ્યા છે. તેઓ 2019 ની લોકસભા ચૂંટણી લડવા માંગતા હતા પરંતુ તેમને રાજ્ય સ્તરે ધ્યાન આપવા માટે કહેવામાં આવ્યું અહતું અને 2021 માં આસામમાં ફરી ચૂંટણી છે ત્યારે બની શકે છે હજી પણ તેમને રાજ્ય સ્તરે જ રાખવામાં આવે. આ દરમિયાન સિંધિયાની બાબતે સરમા કેવો પ્રતિભાવ આપે છે તે જોવું રસપ્રદ રહેશે.

હેમંતા બિસ્વા સરમા આસામના અધિકારીઓ સાથે મિટિંગમાં 

 

એક બંગાળ અને એક મહરાષ્ટ્રનું નામ 

બંગાળમાં દીદીના ગઢમાં ગાબડાં પાડવા માટે ભાજપમાં લવાયેલા ઇમ્પોર્ટેડ ઉમેદવાર મુકુલ રૉય હવે સંપૂર્ણ પણે ભાજપના થઈ ચૂક્યા છે, ટીએમસીને અત્યાર સુધીમાં રોયે ઘણી ઇજાઓ પહોંચાડી છે, બંગાળમાં તેમના અને કૈલાશ વિજયવર્ગીયના સમીકરણે ભાજપને 2014 ના લોકસભાની 2 સીટથી 18 સુધી પહોંચાડી દીધી, સ્વાભાવિક છે કે હવે રૉય પોતાના ઇનામની રાહમાં છે.

જ્યારે એકઉન્ટન્ટ રહી ચૂકેલા સુરેશ પ્રભુની આંકડા શાસ્ત્રની સમજ અને તેના પરની પકડ મોદીને હાલમાં કેન્દ્રીય સ્તરે વધુ ઉપયોગી લાગી શકે છે. 

સુરેશ પ્રભુ 

ફાઇનાન્સ મિનિસ્ટર રહેશે કે જશે?

જો કે દિલ્લીના લૂટીયન્સ કહેવાતા સર્કલ્સમાં આ વાતની ચર્ચા સૌથી વધુ છે કે શું નાણાં મંત્રી રહેશે કે જશે? જો કે ભાજપના આંતરિક સૂત્રો કહે છે કે મોદી દિલ્લી માટે આઉટ સાઇડર છે, અને જે પ્રકારની વાતો લૂટીયન્સ દિલ્હીમાં થતી હોય છે, મોદી તેનાથી સાવ જ ઊલટ નિર્ણયો કરતાં હોય છે અને હવે તો આ મોદી શાહની જોડી છે જેમના નિર્ણયોનું કોઈ પણ અનુમાન કરી શકતું નથી. મોદી બહારથી કોઈ ટેકનોક્રેટને લાવવા માટે વધુ ઉત્સાહી છે. જો કે એ વાત નિશ્ચિત મનાય છે કે નિર્મલા સીતારમણના સંભવિત હરીફોને તેમની હાલની કક્ષાએથી ડાઉનગ્રેડ કરવામાં આવી શકે છે. 

નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ 

રાજસ્થાનની શું રહેશે હાલચાલ?

હાલમાં સૌથી વધુ કોઈ રાજ્ય નેશનલ મીડિયામાં અગર લાઈમ લાઇટમાં હતું તો તે રાજસ્થાન હતું અને આખરે રાજસ્થાનમાં ફરીથી કોંગ્રેસ માટે સારા સમાચાર આવ્યા હતા. સચિન પાયલોટ એન્ડ ગ્રુપ ફરીથી કોંગ્રેસમાં પાછા ફરતા ભાજપ માટે ઊભેલી તક ધોવાઈ ગઈ હતી. 

કૈલાશ ચૌધરી તેમના ભાઈ સાથે (ડાબે)

સૂત્રોના જણાવ્યા પ્રમાણે એવા અહેવાલો છે કે રાજસ્થાનના કોઈ રાજ્ય કક્ષાના મંત્રીનો અહીં ભોગ લેવાઈ શકે છે. હાલમાં મોદી કેબિનેટમાં રાજસ્થાનથી કૈલાશ ચૌધરી અને અર્જુન રામ મેઘવાલ રાજય કક્ષાના પ્રધાન છે. ભાજપે ગુમાવેલી તકથી કદાચ બની શકે છે કે મોદી આ મામલે તેમણતી ખફા હોય અને તેનું સારૂ એવું ઈનામ પણ તેમને મળે. 

અર્જુન રામ મેઘવાલ 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ