બ્રેકિંગ ન્યુઝ
VTV / Modi cabinet gave good news: Dearness allowance increased by 4%, know how many months arrears will be received
Priyakant
Last Updated: 01:55 PM, 28 September 2022
ADVERTISEMENT
તહેવારોની સિઝનમાં મોદી સરકારે હવે કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને મોટી ભેટ આપી છે. વાત જાણે એમ છે કે, PM નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં મળેલી કેબિનેટની બેઠકમાં મોંઘવારી ભથ્થામાં વધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડીએ (મોંઘવારી ભથ્થું) 4 ટકા વધારીને 34 ટકાથી વધારીને 38 ટકા કરવામાં આવ્યું છે. આ વધારો જુલાઈથી ડિસેમ્બર 2022 સુધી માન્ય રહેશે. કર્મચારીઓ અને પેન્શનરોને 38 ટકાના દરે મોંઘવારી ભથ્થા અને રાહતનો લાભ મળશે. આ વધારો 7મા કેન્દ્રીય પગાર પંચની ભલામણો હેઠળ સ્વીકૃત ફોર્મ્યુલા પર આધારિત છે.
ADVERTISEMENT
હાલમાં કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનરોને 34 ટકાના દરે મોંઘવારી ભથ્થું આપવામાં આવે છે. પરંતુ બેકબ્રેક મોંઘવારીને જોતા સરકારે તેમાં 4 ટકાનો વધારો કરીને 38 ટકા કર્યો છે. કેન્દ્રીય કર્મચારીઓને ઓક્ટોબરના પગારની સાથે નવા મોંઘવારી ભથ્થાની સંપૂર્ણ ચૂકવણી કરવામાં આવશે. ઓકટોબર માસમાં કર્મચારીઓને છેલ્લા 3 માસના તમામ એરિયર્સ પણ આપવામાં આવશે.
47 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરોને ફાયદો
મોંઘવારી ભથ્થામાં 4 ટકાનો વધારો કરવામાં આવ્યો છે. કેન્દ્રીય કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વધારીને 38 ટકા કરવામાં આવ્યું છે. મોંઘવારી ભથ્થામાં વધારા સાથે કેન્દ્રીય કર્મચારીઓના પગારમાં જબરદસ્ત વધારો શક્ય છે. માહિતી અનુસાર કેન્દ્ર સરકારના આ નિર્ણયથી 47 લાખ કર્મચારીઓ અને 68 લાખ પેન્શનરોને ફાયદો થશે.
કોને કેટલો ફાયદો ?
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
મંત્રીમંડળ વિસ્તરણ / ગુજરાતના મંત્રીમંડળમાંથી 8થી વધુ મંત્રીઓના પત્તા કપાઇ શકે છે, સચિવાલયમાં ચર્ચા
ADVERTISEMENT