બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Modi Cabinet DESICIONS, pradhanmantri gram sadak yojna will start again

BIG BREAKING / ગામડાઓના કામની આ યોજના ફરી થશે શરૂ, મોદી કેબિનેટમાં લેવાયા બે મોટા નિર્ણય

Parth

Last Updated: 03:39 PM, 17 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પ્રધાનમંત્રી મોદીની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં કેટલાક મોટા નિર્ણય લેવામાં આવ્યા છે જેની અસર આખા દેશ પર થશે.

  • મોદી સરકારની કેબિનેટ બેઠક
  • પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનું ત્રીજું ચરણ શરૂ થશે 
  • મોબાઈલ કનેક્ટિવિટી માટે પણ મોટો નિર્ણય લેવાયો 

આજે બુધવારનાં રોજ મોદી સરકાર દ્વારા કેબિનેટ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું જે બેઠકમાં કેટલાક મોટા નિર્ણય લેવામાં આવ્યા છે, કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પત્રકાર પરિષદ કરીને તમામ નિર્ણયોની જાહેરાત કરી હતી. 

બે મોટા નિર્ણય 
કેબિનેટમાં નિર્ણય લેવામાં આવ્યો છે કે સરકાર હવે તેવી જગ્યાઓ પર ટેલિકોણ સુવિધા ઊભી કરવામાં આવશે જ્યાં અત્યારે પણ મોબાઈલ કનેક્ટિવિટી નથી. આ સિવાય ગ્રામીણ જગ્યાઓને સડકોથી જોડવા માટે પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજનાને ફરી શરૂ કરવામાં આવશે, જેથી દેશના ગામેગામને સડકોથી જોડવામાં આવે. 

સાત હજાર ગામોમાં 4G સુવિધા 
કેન્દ્ર સરકારનો નિર્ણય છે કે આંધ્ર પ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ, મહારાષ્ટ્ર અને ઓડિશના સાત હજાર ગામડાઓમાં મોબાઈલ કનેક્ટિવિટી ઊભી કરવામાં આવશે, આ ગામડાઓમાં 4G સુવિધા ઊભી કરવામાં આવશે અને સમગ્ર પ્રોજેક્ટમાં 6466 કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવશે. 

ગામેગામ રસ્તાઓનું નેટવર્ક ઊભું કરાશે 
મોબાઈલ સિવાય રોડ કનેક્ટિવિટી માટે પણ આજે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાનું ત્રીજું ચરણ શરૂ કરવામાં આવશે જે હેઠળ જે ગામડાઓમાં આજે પણ રોડ નથી ત્યાં રોડ બનાવવામાં આવશે. જંગમ વિસ્તારો જેવા કે પહાડો, નદી-નાળા હોય તેવી જગ્યાઓ પર રસ્તા બનાવવામાં આવશે અને નાના પૂલ બનાવવાની પણ યોજના છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Modi cabinet Modi Cabinet
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ