બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / સ્પોર્ટસ / Cricket / mlc 2023 106 meters super six by dwayne bravo

દર્શકોના પૈસા વસૂલ / VIDEO : બુલેટ બોલ પર તૂટી પડ્યો, કચકચાવીને ઠોક્યો 106 મીટરનો તોફાની છગ્ગો, નાખી દીધો વાદળોની વચ્ચે

Hiralal

Last Updated: 08:07 PM, 17 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વેસ્ટ ઇન્ડીઝના સ્ટાર ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ મેજર ક્રિકેટ લીગમાં 106 મીટરનો તોફાની છગ્ગો ફટકારીને દર્શકોને મજા કરાવી દીધી હતી જોકે બોલરો હેરાન રહી ગયા હતા.

  • વેસ્ટ ઇન્ડીઝના સ્ટાર ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ દેખાડી તાકાત
  • ઊભા ઊભા જરાય તાકાત લગાડ્યાં વગર ફટકાર્યો તોફાની સિક્સ
  • 106 મીટર ઊંચો ગયો બોલ, દર્શકોને જોવાની મજા પડી 

ક્યારેક ક્રિકેટ રસિયાઓને અણધાર્યું નવું જોવાનું મળી જતું હોય છે. ક્રિકેટની મેચમાં નવું થાય તો જ દર્શકોને મજા પડતી હોય છે. હવે દર્શકોને મજા પડે તેવી એક ઘટના ક્રિકેટમાં બની હતી. 

બ્રાવોએ 39 બોલમાં 76 રન બનાવ્યા
ગ્રાન્ડ પ્રેયરી સ્ટેડિયમમાં ડ્વેન બ્રાવોએ પોતાના બેટથી તરખાટ મચાવ્યો હતો. તેણે 39 બોલમાં 76 રન બનાવ્યા હતા જેમાં 5 ચોગ્ગા અને 6 છગ્ગા ફટકાર્યા હતા. તેણે સુપર કિંગ્સની ઈનિંગની 18મી ઓવરમાં એનરિક નોરખિયા સામે ઝંઝાવાતી છગ્ગો ફટકાર્યો. બોલરે બોલને ખૂબ જ ઝડપથી પીચ પર ફેંક્યો હતો જેના જવાબમાં બેટ લઈને તૂટી પડતાં બ્રાવોએ સ્ટેન્ડિંગ એરિયલ શોટ ફટકાર્યો હતો જે પછી બોલ સ્ટેડિયમમાં જઈને પડ્યો હતો. 

ડ્વેન બ્રાવોએ વાદળને ટચ કરાવી દીધો બોલને  
વેસ્ટ ઇન્ડીઝનો સ્ટાર ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવો મેજર ક્રિકેટ લીગમાં શાનદાર બેટિંગ કરી રહ્યો છે. 17 જુલાઈએ રમાયેલી લીગની પાંચમી મેચમાં તેણે 76 રનની વિસ્ફોટક ઈનિંગ રમી હતી, પરંતુ તે પોતાની ટીમ ટેક્સાસ સુપર કિંગ્સને જીતાડી શક્યો નહતો. ભલે તે ટીમને જીતાડી ન શક્યો, પરંતુ તેણે પોતાની બેટિંગથી દર્શકોનું મનોરંજન કર્યું. આ દરમિયાન તેણે 106 મીટરની એક તોફાની સિક્સ ફટકારીને દર્શકોને જોવાની મજા કરાવી દીધી હતી. બ્રાવોએ એટલા જોરથી બોલ ઉછાળ્યો હતો કે તે વાદળમાં ગયો હતો જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

મેજર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટની મેચમાં કમાલ 
મેજર લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટની પાંચમી મેચ વોશિંગ્ટન ફ્રીડમ અને ટેક્સાસ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. વોશિંગ્ટન ફ્રીડમે ઓપનર મેથ્યૂ શોર્ટ (80)ની શાનદાર ઇનિંગના આધારે 6 રને મેચ જીતી લીધી હતી.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ