બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / MLA Kirit Patel absent from Congress program in Patan

રાજકારણ / ગુજરાત કોંગ્રેસમાં અંદરોઅંદર મોટાપાયે ડખો, રાહુલ ગાંધી સમર્થન કાર્યક્રમમાં ડોકિયું દેવા પણ ન આવ્યા આ ધારાસભ્ય, પ્રદેશ પ્રમુખના આદેશને અવગણ્યો

Dinesh

Last Updated: 05:59 PM, 19 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાટણ ખાતે કોંગ્રેસનો ભારત સત્યાગ્રહ કાર્યક્રમ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયો જ્યાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ હાજર ન રહેતા તર્ક વિતર્ક શરૂ થયા છે

  • પાટણમાં કોંગ્રેસના કાર્યક્રમમાં ધારાસભ્ય કિરીટ પટેલ ગેરહાજર
  • ભારત સત્યાગ્રહ સંમેલનમાં ધારાસભ્ય કિરીટ પટેલ ગેરહાજર
  • પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં હતો કાર્યક્રમ 


ગુજરાત કોંગ્રેસમાં ફરી ખેચાતાણ સર્જાઈ હોય તેવું જણાઈ રહ્યું છે. પાટણમાં કોંગ્રેસના કાર્યક્રમમાં ધારાસભ્ય કિરીટ પટેલ ગેરહાજર રહ્યાં છે. કોંગ્રેસના ભારત સત્યાગ્રહ સંમેલનમાં ધારાસભ્ય કિરીટ પટેલ ગેરહાજર રહેતા અનેક રાજકીય ચર્ચાઓ શરૂ થઈ છે. પાટણના પદ્મનાભ ચાર રસ્તા પાસેના એક ખાનગી પાર્ટી પ્લોટમાં કોંગ્રેસનું ભારત સત્યાગ્રહ સંમેલન યોજાયું હતું જેમાં ગુજરાત પ્રદેશના પ્રમુખ જગદીશ ઠાકોર પૂર્વ અધ્યક્ષ ભરતસિંહ સોલંકી સહિતના આગેવાનો કાર્યકરો તેમજ ધારાસભ્ય જોડાયા હતા આ સંમેલનમાં જગદીશ ઠાકોર વિદ્યાર્થી નેતા યુવરાજસિંહના સમર્થનમાં આવ્યા હતા અને ભાજપને સલાહ આપી હતી કે યુવરાજસિંહ જેવા માટે તો રેડ કાર્પેટ પાથરવી જોઈએ તો વધુમાં જગદીશ ઠાકોરે ભાજપ ઉપર આકરા પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, આઝાદી વખતે ભાજપના વડવાઓ અંગ્રેજો સાથે હતા.

જગદીશ ઠાકરોના ભાજપ પર પ્રહાર
ગુજરાતમાં અને દેશમાં તાનાશાહી તેમજ હિટલરશાહીની સરકાર ચાલી રહી છે તેની સામે બંડ પોકારવા અમે નીકળ્યા છીએ તે પ્રકારની વાત કરી હતી આગામી સમયમાં કોંગ્રેસ આક્રમક કાર્યક્રમો ભાજપ સરકાર સમક્ષ આપશે તે પ્રકારની વાત પણ કરી હતી જો કે મહત્વની બાબતએ હતી કે, આ સમગ્ર કાર્યક્રમમાં ખુદ પાટણ કોંગ્રેસના ધારાસભ્ય કિરીટ પટેલ ગેરહાજર રહ્યાં હતા સાથે જ રાધનપુર કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય રઘુ દેસાઈ પણ ગેરહાજર રહેવ્યાં હતા. એક બાજુ સંગઠન અને એકતાની વાતો કરતી કોંગ્રેસના ખુદ ધારાસભ્ય ગેરહાજર રહેતા પાટણના રાજકારણમાં અનેક તર્ક વિતર્કો સર્જાવા પામ્યા છે.
કિરીટ પટેલ ગેરહાજર રહેતા અનેક તર્ક વિતર્ક 
પાટણ ખાતે કોંગ્રેસનો ભારત સત્યાગ્રહ કાર્યક્રમ પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોરની અધ્યક્ષતામાં યોજાયો હતો. જે કાર્યક્રમમાં પાટણના ધારાસભ્ય કિરીટ પટેલ ગેરહાજર રહેતા રાજકીય ચર્ચાનો વિષય બન્યો છે. કોંગ્રેસે રાહુલ ગાંધી સામે થયેલા કેસ મામલે કાર્યક્રમ યોજ્યો હતો તેમજ આ કાર્યક્રમમાં પાટણ જિલ્લાના તમામ કોંગ્રેસના ધારાસભ્યને હાજર રહેવા ફરમાન પણ હતું. જેમાં કિરીટ પટેલ ગેરહાજર રહેતા અનેક તર્ક વિતર્ક શરૂ થયો છે. કિરીટ પટેલ સાથે રઘુ દેસાઇ પણ ગેરહાજર રહ્યા છે. જો કે, તમને જણાવી દઈએ કે, જગદીશ ઠાકોર સામે અગાઉ રઘુ દેસાઈએ આક્ષેપ કર્યા હતાં. 

profile cover image of Kirit Patel (Dr Kirit C Patel)

અગાઉ રઘુ દેસાઈએ જગદીશ ઠાકોર પર આક્ષેપો કર્યા હતાં.
વિધાનસભાની ચૂંટણી બાદ રાધનપુર કોંગ્રેસના ઉમેદવાર રઘુ દેસાઈએ ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર પર ગંભીર આક્ષેપો લગાવતા રાજકારણ ગરમાયું હતું. તેમણે કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને પત્ર લખ્યો હતો. સાથે જ તેમણે સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીને પણ પત્ર લખ્યો હતો. જેમાં તેઓએ તેમની હારની પાછળ કોંગ્રેસના માણસો જ જવાબદાર હોવાનું કહ્યું હતું. તેમજ  ગુજરાત કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર પર ગંભીર આક્ષેપો લગાવતા કોંગ્રેસમાં રાજકીય હલચલ વધી હતી. રઘુ દેસાઈએ તેમની હાર માટે જગદીશ ઠાકોરના માણસોએ કામ કર્યું હોવાનો આક્ષેપ કર્યો હતો અને આથી જગદીશ ઠાકોરને સસ્પેન્ડ કરવાની માગ કરી હતી જો કે જગદીશ ઠાકોરે આ આક્ષેપોને ફગાવ્યા હતા.

 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ