ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'છાતી ઠોકીને કહું છું...' ધારાસભ્ય હાર્દિક પટેલનું વિરમગામ જિલ્લા મુદ્દે મોટું નિવેદન
Last Updated: 04:41 PM, 4 January 2025
ADVERTISEMENT
બનાસકાંઠમાંથી વાવ-થરાદ જિલ્લો બનાવવાની જાહેરાત બાદ હવે વિરમગામ જિલ્લા બનાવવા માંગ ઉઠી છે. વિરમગામના લોકો જિલ્લા બનાવવા માંગ કરી રહ્યા છે. વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે એક જાહેર સભામાં જણાવ્યું હતું કે, ''ઘણાં બધાના મનમાં હશે બનાસકાંઠામાંથી કેમ જિલ્લા બનાવ્યો પરંતુ બનાસકાંઠામાંથી ચાર જિલ્લા બને તેટલો મોટો જિલ્લો છે એટલે ત્યાં વધુ જરૂરિયાત હતી''
ADVERTISEMENT
''આપણો નળકાંઠો તાલુકો બનશે''
હાર્દિક પટેલે કહ્યું કે,''ભવિષ્યમાં વિરમગામ પણ જિલ્લો બનશે અને આ જિલ્લો બન્યા બાદ આપણો નળકાંઠો તાલુકો બનશે તે તેમને છાતી ઠોકીને કહું છું'' ત્યારે હવે આ મુદ્દો હવે ચર્ચાનો વિષય બન્યો છે અને વિરમગામના લોકો જિલ્લો બનાવવાની માંગ પણ કરી રહ્યાં છે.
ADVERTISEMENT

ADVERTISEMENT
વિરમગામને જિલ્લો બનાવવાની માંગ
વિરમગામની જનતા જણાવી રહી છે કે, જિલ્લો બને તો વિરમગામને અનેક સુવિધાઓ મળશે અને એક પણ કોલેજ વિરમગામમાં નથી, ત્યારે 12 ધોરણ બાદ વિદ્યાર્થીઓને અમદાવાદ-સુરેન્દ્રનગર ભણવા જવું પડે છે. વધુમાં કહ્યું કે, ''વિરમગામની આસપાસના તાલુકા પણ વિરમગામ પર નિર્ભર છે. જો જિલ્લો બને તો આસપાસના તાલુકાઓને ફાયદો થશે. વિરમગામમાં આરોગ્યની સુવિધાઓ છે પણ યોગ્ય નથી, જો જિલ્લો જાહેર થાય તો સરકારી મોટી હોસ્પિટલ બને. હાલમાં ઇમરજન્સી હોય તો 70 કિલોમીટર દૂર અમદાવાદ જવું પડે છે. વિરામગામ એ સૌરાષ્ટ્ર-કચ્છનુ પ્રવેશદ્વાર છે. ધારાસભ્ય હાર્દિક પટેલે વિરમગામને જિલ્લો બનાવવાનું વચન આપ્યું છે. છેલ્લા 20 વર્ષથી અમારી માંગ છે પરંતુ કોંગ્રેસના સાશનમાં તો કંઈ થઈ શક્યું નહીં, હવે સરકાર વિરમગામને જિલ્લો કરે એવી અમારી માંગ છે.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સૌથી વધુ વંચાયેલું
8th Pay Commission / કેન્દ્રીય કર્મચારીઓને ઘી-કેળાં, 8માં પગારપંચમાં બદલાશે 40 વર્ષ જૂનો નિયમ!
ADVERTISEMENT
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
ADVERTISEMENT