ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / 'અમારી પાસે જે રેકોર્ડિંગ આવ્યું છે, એને સાયન્ટિફિકલી અલગ કરાવીશું', હર્ષિત તલાટીને લઇ પૂર્વ ડેપ્યુટી મેયરની સ્પષ્ટતા

વડોદરા / 'અમારી પાસે જે રેકોર્ડિંગ આવ્યું છે, એને સાયન્ટિફિકલી અલગ કરાવીશું', હર્ષિત તલાટીને લઇ પૂર્વ ડેપ્યુટી મેયરની સ્પષ્ટતા

Last Updated: 03:27 PM, 4 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વડોદરામાં હર્ષિત તલાટી અને પૂર્વ ડેપ્યુટી મેયર સુનિતા શુક્લ વચ્ચે ચાલતા વિવાદ તે બાબતે પૂર્વ ડેપ્યુટી મેયર સુનિતા શુક્લએ નિવેદન આપ્યું છે.

ADVERTISEMENT

તાજેતરમાં જે વડોદરામાં હર્ષિત તલાટી અને પૂર્વ ડેપ્યુટી મેયર સુનિતા શુક્લ વચ્ચે જે વિવાદ ચાલી રહ્યો છે. તે બાબતે પૂર્વ ડેપ્યુટી મેયર સુનિતા શુક્લએ નિવેદન આપ્યું છે. જેમાં તેમણે માહિતી આપતા જણાવ્યું છે કે, 'કાર્યાલયમાં અમે જતાં હતા, ત્યારે તે ટોળામાં ઊભા હતા અને અપશબ્દો બોલ્યા, તેમાંથી કોઈ એવું પણ બોલ્યા કે અમે તો પાર્ટીની મર્યાદામાં છીએ, નહિતર કપડાં કાઢીનેપ દોડાવત.'

વડોદરા શહેર ભાજપ કાર્યાલયમાં માથાકૂટ સામે આવી છે. જેમાં શહેર પ્રમુખ બનવા માટે ફોર્મ ભરાવતા સમયે માથાકૂટ સર્જાઇ હતી. જેમાં પૂર્વ ડેપ્યુટી મેયર સુનીતા શુક્લ અને પૂર્વ કોર્પોરેટર હર્ષિત તલાટી વચ્ચે માથાકૂટ સર્જાઇ હતી. આ ઘટનામાં બંને ભાજપ નેતાઓ જાહેરમાં બાખડ્યા હતા. જેમાં સુનીતા શુક્લએ હર્ષિત તલાટીને ટકોર કરી હતી કે અમારામાં નૈતિકતા છે કે અમારા કપડા નહીં ઉતરે. ત્યારે હર્ષિત તલાટી પર જાહેરમાં કપડા ઉતારીને ભગાવું તેવો આક્ષેપ કરી સુનીતા શુક્લ બાખડ્યા હતા.

PROMOTIONAL 12

જોકે આ ઘટનામાં અન્ય નેતાઓએ બંને વચ્ચે પડી મામલો થાળે પાડ્યો હતો. ઘટનાને લઇ હર્ષિત તલાટીએ જણાવ્યું હતું કે સુનિતા શુક્લ મારા પર ખોટા આક્ષેપો કરી રહ્યા છે. હું આવું બોલ્યો જ નથી, મને કોઈના ઈશારે બદનામ કરવાનું ષડયંત્ર છે. ભાજપ પૂર્વ કોર્પોરેટ હર્ષિત ઉર્ફે ગોપી તલાટીએ વધુમાં જણાવ્યું હતું કે હું પ્રમુખ પદનો પ્રબળ દાવેદાર છું. એટલે દાગ લગાવવાની કોશિશ કરવામાં આવી રહી છે.

આ પણ વાંચો: ઠંડીમાં ઠુંઠવાવા તૈયાર રહેજો! વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે કાતિલ ઠંડીનો વધુ એક રાઉન્ડ

આ ઘટનામાં પૂર્વ ડેપ્યુટી મેયર સુનિતા શુક્લાએ જણાવ્યું હતું કે મારામાં તો નૈતિકતા છે જ, ત્યારે સામે હર્ષિત તલાટીએ કહ્યું હતું કે બહેનમાં નહીં, અમારામાં પણ નૈતિકતા છે આવો કોઇ વિષય આવ્યો જ નથી.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Vadodara news Vadodara BJP office Vadodara bjp video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ