માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કોઈ પણ પ્રકારના ધનનું અનાદર ન કરવું જોઈએ. નોટોની ગણતરી કરતી વખતે મોટાભાગના લોકો કરે છે આ ભૂલો.
પૈસા ગણતી વખતે તમે કરો છો આ ભૂલ?
માતા લક્ષ્મી થઈ શકે છે નારાજ
જાણો તેના નિયમ
ધનની દેવી માતા લક્ષ્મીની કૃપા જો કોઈ મેળવી લો અથવા માતા લક્ષ્મીને પ્રસન્ન કરી લે તો વ્યક્તિના જીવનમાં ક્યારેય ધનની કમી નથી થઈ શકતી. જોકે જો માતા લક્ષ્મી કોઈનાથી નારાજ થઈ જાય તો તે ઘરમાં દરિદ્રતા અને અસફળતાની સ્થિતિ ઉભી થાય છે. લોકો માતા લક્ષ્મીનો આશીર્વાદ લેવા માટે અલગ અલગ પ્રકારના ઉપાય કરે છે.
માતા લક્ષ્મીને પ્રસન્ન કરવા માટે કોઈ પણ પ્રકારના ધનનું અનાદર ન કરવું જોઈએ. આ લેખમાં અમે તમને એવી ભૂલો વિશે જણાવીશું જેને તમે મોટાભાગે નોટોની ગણતરી વખતે કરો છો. સાથે જ એ પણ જાણીએ કે ધનને રાખવા માટે કયા નિયમો પાળવા જોઈએ.
રૂપિયાની નોટો ગણતી વખતે ન કરો આ ભૂલો
મોટાભાગના લોકોની આદત હોય છે કે તે રૂપિયાની નોટો ગણતી વખતે વારંવાર તેના પર થૂક લગાવે છે. વૈજ્ઞાનિક રીતે અને શાસ્ત્રો અનુસાર આ રીતે યોગ્ય નથી. જોઈએ તો રૂપિયા પર જામેલી ધૂળ અને ગંદકી વારંવાર થૂક લગાવવાથી પેટમાં જાય છે અને તમને પેટ સંબંધિત મુશ્કેલીઓ થઈ શકે છે. સાથે જ રૂપિયા પર વારંવાર થૂક લગાવવાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. માટે તમે પાણી કે પાઉડરનો ઉપયોગ કરી શકો છો.
પર્સ સાથે જોડાયેલી આ ભૂલો
અમુક લોકોની આદત હોય છે કે તે પર્સમાં રૂપિયા અથવા પૈસા ઉપરાંત ભોજનની વસ્તુઓ પણ મુકે છે. માન્યતા છે કે આ રીત પણ માતા લક્ષ્મીને ખૂબ નારાજ કરી શકે છે. પર્સમાં એવી વસ્તુઓ મુકવાની જગ્યા પર તેના માટે બીજી જગ્યાનો પ્રબંધ કરો. કહેવામાં આવે છે કે આ ખિસ્સામાં પૈસા ન ટકવાનું કારણ બની શકે છે.
પૈસાને આ જગ્યા પર મુકો
ઘણી વખત લોકો આળસ અથવા અનુકુળતા માટે પૈસા અથવા રૂપિયા એવી જગ્યા પર મુકે છે જે ઘરની વૃદ્ધિને રોકે છે. જ્યોતિષ અને વાસ્તુ અનુસાર પૈસા અથવા રૂપિયા ક્યારેય સુવાના તકીયા પાસે કે માથા પાસે ન રાખવા જોઈએ. તેનાથી માતા લક્ષ્મી નારાજ થઈ શકે છે. પૈસાને તિજોરી કે લોકરમાં જ મુકો. આમ કરવાથી તમને થતી ધન હાની દૂર થશે.