બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Minister Malla Reddy's controversial statement at the pre-release event of the film 'Animal', said- 'Leave Mumbai and come to Hyderabad'

મનોરંજન / ફિલ્મ 'એનિમલ'ના પ્રી-રીલીઝ ઈવેન્ટમાં મંત્રી મલ્લા રેડ્ડીનું વિવાદાસ્પદ નિવેદન, કહ્યું- 'મુંબઈ છોડી હૈદરાબાદ આવી જાઓ'

Megha

Last Updated: 01:34 PM, 28 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

તેલંગાણા વિધાનસભાની ચૂંટણીના થોડા દિવસો પહેલા મંત્રી મલ્લા રેડ્ડી 'એનિમલ' પ્રી-રીલીઝ ઈવેન્ટમાં પહોંચ્યો અને અહીં સ્ટેજ પર આવીને દેશભરની ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પડકાર ફેંક્યો હતો.

  • રણબીર કપૂર તેની ફિલ્મ 'એનિમલ' ને કારણે ખુબ ચર્ચામાં છે 
  • હૈદરાબાદમાં ફિલ્મની પ્રી-રીલીઝ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું
  • ઈવેન્ટમાં 'મલ્લા રેડ્ડીએ' કંઈક એવું કહ્યું જેને સાંભળીને દરેક લોકો ચોંકી ગયા 

આ દિવસોમાં રણબીર કપૂરની ફિલ્મ 'એનિમલ' જબરદસ્ત ચર્ચાનો વિષય છે. આ ફિલ્મના ટ્રેલરને ઘણી પ્રશંસા મળી છે અને રણબીર કપૂરનો બેડ બોય અવતાર તેની રિલીઝ પહેલા જ હિટ થઈ ગયો છે. આ ફિલ્મ એડવાન્સ બુકિંગ વિન્ડો પર પણ સારી કમાણી કરી રહી છે. દરમિયાન તેના પ્રમોશનનું કામ પણ પૂરજોશમાં ચાલી રહ્યું છે. તાજેતરમાં 'એનિમલ' પ્રી-રીલીઝ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ફિલ્મ સાથે જોડાયેલી હસ્તીઓ ઉપરાંત તેલંગાણાના શ્રમ અને રોજગાર મંત્રી મલ્લા રેડ્ડીએ પણ ભાગ લીધો હતો.

હૈદરાબાદમાં રણબીર કપૂરની ફિલ્મની પ્રી-રીલીઝ ઈવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન મહેશ બાબુ, રશ્મિકા મંદાના અને રણબીર કપૂર સાથે જોવા મળ્યા હતા. ફિલ્મની ટીમ પ્રી-રિલિઝ માટે હૈદરાબાદની મલ્લા રેડ્ડી કોલેજ ઑફ એન્જિનિયરિંગ પહોંચી, જ્યાં 'મલ્લા રેડ્ડીએ' કંઈક એવું કહ્યું જેને સાંભળીને દરેક લોકો ચોંકી ગયા હતા.

તેલંગાણા વિધાનસભાની ચૂંટણીના થોડા દિવસો પહેલા મંત્રી મલ્લા રેડ્ડી 'એનિમલ' તે ઈવેન્ટમાં પહોંચ્યો અને અહીં સ્ટેજ પર આવીને દેશભરની ફિલ્મ ઈન્ડસ્ટ્રીને પડકાર ફેંક્યો હતો. મંત્રીએ સ્ટેજ પર કહ્યું, 'રણબીર જી, હું તમને એક વાત કહેવા માંગુ છું કે આગામી 5 વર્ષમાં આપણા તેલુગુ લોકો ભારત, બોલિવૂડ અને હોલીવુડ પર રાજ કરશે. તમારે એક વર્ષ પછી હૈદરાબાદ શિફ્ટ પણ થવું પડી શકે છે કારણ કે બોમ્બે જૂનું થઈ ગયું છે. ટ્રાફિક જામ છે. આખા દેશમાં માત્ર એક જ શહેર બચ્યું છે અને તે છે હૈદરાબાદ. જો કે તેણે પોતાના આ ભાષણમાં ફિલ્મ સ્ટાર્સના વખાણ કર્યા છે. 

મંત્રીની વાત સાંભળીને રણબીર કપૂરના ચહેરા પર આશ્ચર્યના હાવભાવ સ્પષ્ટ દેખાતા હતા પરંતુ તેમણે શાંત રહેવાનું શ્રેષ્ઠ માન્યું. જોકે, સોશિયલ મીડિયા પર તેની વાત સાંભળીને લોકો ગુસ્સે થઈ ગયા છે. જણાવી દઈએ કે રણબીર સિવાય બોબી દેઓલ, અનિલ કપૂર અને રશ્મિકા મંદન્ના સ્ટારર ફિલ્મ 'એનિમલ' છે. તે 1લી ડિસેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવા જઈ રહી છે. ફિલ્મનું એડવાન્સ બુકિંગ જોઈને વેપાર નિષ્ણાતો અનુમાન લગાવી રહ્યા છે કે 'એનિમલ' તે 40 કરોડ રૂપિયાનું ઓપનિંગ આપી શકે છે.

સાથે જ  વિકી કૌશલની ફિલ્મ સામ બહાદુર પણ 1લી ડિસેમ્બરે રિલીઝ થશે. હવે બોક્સ ઓફિસ પર સામ બહાદુર અને એનિમલ વચ્ચે જોરદાર ટક્કર થવાની છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Animal Animal Pre Release Event Bollywood News Minister Malla Reddy Ranbir Kapoor Film Animal રણબીર કપૂર રણબીર કપૂર ફિલ્મ એનિમલ Film Animal
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ