Team VTV02:23 PM, 18 Oct 19
| Updated: 10:19 PM, 18 Oct 19
અમેરિકા જવાની ઘેલછા ધરાવતા ગુજરાતીઓ માટે આંખ ઉઘાડતો કિસ્સો સામે આવ્યો છે. મેક્સિકોએ 311 ભારતીયો પર કાર્યવાહી કરી સ્પેશિયલ પ્લેન દ્વારા દિલ્હી પરત મોકલ્યા છે. આ તમામ લોકો એજન્ટની મદદથી મેક્સિકો ગયા હતા.
અમેરિકામાં ઘુસવાનો પ્રયાસ કરતા ભારતીયોને પરત મોકલાયા
એજન્ટની મદદથી અમેરિકામાં પ્રવેશવા માગતા હતા ભારતીયો
અમેરિકાના દબાણ બાદ મેક્સિકો સરકારે કરી કાર્યવાહી
અમેરિકામાં ગેરકાયદેસર ઘૂસવાનો પ્રયાસ કરી રહેલા 311 ભારતીયનો પ્રયત્ન તેમને સ્વદેશ પરત લાવી છે. તેમના લાખો રૂપિયા તો ડૂબી ગયા પરંતુ મુશ્કેલી સાથે ડિપોર્ટ થયા તે અલગ. ખરેખર મેક્સિકોએ ગુરૂવારે આ ભારતીયોને ગેરકાયદે રીતે દેશની સરહદમાં પ્રવેશ કરવા તેમજ રહેવાના કારણે ડિપોર્ટ કરવામાં આવ્યા છે. આ લોકો મેક્સિકોથી અમેરિકામાં ઘૂસણખોરીનો પ્રયાસ કરી રહ્યાં હતા.
ડીપોર્ટ કરાયેલા ભારતીયો દિલ્હી પહોંચ્યાં
મેક્સિકોએ આ બધા ભારતીયોને દિલ્હી રવાના કર્યા હતા જે આજરોજ સવારે પહોંચ્યા. મેક્સિકોના નેશનલ માઇગ્રેશન ઇન્સ્ટિટયૂટ (INM) તરફથી આ અંગેની જાણકારી આપવામાં આવી છે. માઇગ્રેશન એજન્ટ દ્વારા આ ભારતીયો મેક્સિકો પહોંચ્યા હતા. જે પ્રવાસીઓને ભારત પરત મોકલાયા છે તેમાં 60 ફેડરલ માઇગ્રેશન એજન્ટ દ્વારા અહીં પહોંચ્યા હતા. જેઓ પાસે પૂરતા પ્રમાણમાં દસ્તાવેજ નહોતા.
અમેરિકામાં પ્રવેશવા માટે એજન્ટને આપ્યા હતા 30 લાખ
સૂત્રોને મળતી જાણકારી મુજબ આ બધા સભ્યોએ એજન્ટને 30 લાખ રૂપિયા આપ્યા હતા. મેક્સિકો સરહદ પાર કરાવી બધા ભારતીયોને અમેરિકાની સરહદમાં પ્રવેશ અપાવાનો એજન્ટે વચન આપ્યું હતું.