બ્રેકિંગ ન્યુઝ

logo
logo

એલ્વિશ યાદવ પર EDની મોટી કાર્યવાહી

logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Meteorologists and Skymet have predicted a scary monsoon

આકાશી આફત / 'બિપોરજોય' બગાડશે ચોમાસું! શું આ વર્ષે વરસાદ મોડો આવશે? વાવાઝોડાના સંકટ વચ્ચે ચોંકાવનારી આગાહી

Malay

Last Updated: 09:20 AM, 14 June 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત સહિત સમગ્ર ભારતમાં ચોમાસાને લઈને હવામાન નિષ્ણાંતો અને વેધર રિપોર્ટ આપનારી ખાનગી એજન્સી સ્કાયમેટે ડરામણી આગાહી કરી છે. તેમના જણાવ્યા અનુસાર, વાવાઝોડું બિપોરજોય ચોમાસું પણ બગાડી શકે છે.

 

  • સ્કાઈમેટ અને હવામાન નિષ્ણાંતોની મહત્વની આગાહી
  • આ વખતે વાવાઝોડાના કારણે બગડી શકે છે ચોમાસું
  • આ વિસ્તારોમાં 6 જુલાઈ સુધી સર્જાઈ શકે છે દુષ્કાળ જેવી સ્થિતિ

ગુજરાત પર વિકરાળ બની રહેલા બિપોરજોય વાવાઝોડાને લઈને તોળાઈ રહેલા ખતરા પર હવામાન વિભાગ સહિત કેન્દ્ર અને રાજ્ય સરકાર સતત એલર્ટ મોડ પર છે. પળે પળની અપડેટ પર સરકારના ઉચ્ચ અધિકારીઓ બાજ નજર રાખી રહ્યા છે. દરિયા કાંઠાના વિસ્તારોમાં જોરદાર અસર વર્તાઈ રહી છે. બિપોરજોયનો સામનો કરવા કેન્દ્ર અને રાજ્ય સરકાર ખડેપગે છે. આ ઉપરાંત વાવાઝોડાનો સૌથી વધુ ખતરો છે એવા કચ્છ અને દ્વારકા જિલ્લામાં રાજ્ય સરકારના એક-એક મંત્રી ઉપરાંત કેન્દ્રીય મંત્રી પણ ઉપસ્થિત છે. આવામાં હવે ચોમાસાને લઈને નિષ્ણાંતોએ ડરામણી આગાહી કરી છે. 

file photo

વાવાઝોડું બગાડી શકે છે ચોમાસું
હવામાન નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, વાવાઝોડું દેશના મેદાની વિસ્તારોમાં ચોમાસાના આગમનમાં વિલંબ લાવી શકે છે. સાથે જ વરસાદના પ્રમાણમાં પણ ઘટાડો નોંધાઈ શકે છે. તો વેધર રિપોર્ટ આપનારી ખાનગી એજન્સી સ્કાયમેટ પણ જણાવ્યું છે કે, મધ્ય અને ઉત્તર-પશ્ચિમ ભારતમાં છ જુલાઈ સુધી દુષ્કાળ જેવી પરિસ્થિતિ સર્જાઈ શકે છે.  

મેદાની પ્રદેશોમાં પડી શકે છે ઓછો વરસાદ 
ખાનગી હવામાન એજન્સી સ્કાયમેટ વેધરે જણાવ્યું હતું કે, આ વર્ષે ભારતના મેદાની પ્રદેશોમાં વરસાદ માટે તરસવું પડે તેવી સંભાનવા છે. ગતરોજ એજન્સીએ જણાવ્યું હતું કે, એક્સટેન્ડેડ રેન્જ પ્રિડિક્શન સિસ્ટમ (ERPS) આગામી ચાર અઠવાડિયા માટે 6 જુલાઈ સુધી નિરાશાજનક અંદાજ રજૂ કરી રહી છે. તેમના મતે આ સિઝનમાં કૃષિનો ગઢ સૂકો રહેવાની સંભાવના છે, જ્યારે વાવણી કરવા માટે આ નિર્ણાયક સમય છે.

file photo

શું કહ્યું સ્કાયમેટ વેધરે? 
સ્કાયમેટ વેધરે જણાવ્યું હતું કે, ભારતના મધ્ય અને પશ્ચિમ ભાગો જે ચોમાસાના મુખ્ય ક્ષેત્રમાં છે, તેઓને સિઝનની શરૂઆતમાં અપૂરતા વરસાદને કારણે દુષ્કાળની અસરોનો સામનો કરવો પડી શકે છે. મહત્વનું છે કે, દક્ષિણ-પશ્ચિમ ચોમાસું 1 જૂનની સામાન્ય તારીખના એક અઠવાડિયા પછી 8 જૂને કેરળ પહોંચ્યું હતું. અરબી સમુદ્રમાં ચક્રવાત બિપોરજોય કે જેણે અગાઉ કેરળમાં ચોમાસાની શરૂઆત કરવામાં વિલંબ કર્યો હતો, તે હવે વરસાદી પ્રણાલીની પ્રગતિને અવરોધે છે.


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ