ન્યૂઝ અપડેટ્સ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / અન્ય જિલ્લા / Meteorological department has predicted unseasonal rain in state
Last Updated: 05:22 PM, 5 April 2024
ADVERTISEMENT
રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી વાતાવરણમાં થઈ રહેલ ફેરફારને કારણે ઉનાળામાં પણ વરસાદ પડી રહ્યો છે. જેને લઈ હવામાન વિભાગે રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. 10 એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થવાની આગાહી કરી છે. જેમાં 10 અને 11 એપ્રિલે રાજ્યનાં કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. બે દિવસ રાજ્યમાં વરસાદી માહોલ બાદ રાજ્યમાં ફરી ગરમીનો પાર ઉંચકાશે.
ADVERTISEMENT
10 એપ્રિલે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે
રાજ્યમાં ગરમીની સીઝન દરમ્યાન કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગ દ્વારા રાજ્યનાં વાતાવરણને લઈ આગાહી કરી છે. જેમાં આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. તેમજ 10 એપ્રિલે એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે. તેમજ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાં કારણે 10 અને 11 એપ્રિલનાં રોજ પ્રી-મોન્સૂન એક્ટિવિટી રહી શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં 10 અને 11 એપ્રિલનાં રોજ કેટલાક વિસ્તારમાં સામાન્ય વરસાદની શક્યતા વ્યક્ત કરી હતી. તેમજ 10 અને 11 એપ્રિલે સામાન્ય વરસાદની શક્યતા છે. વરસાદી માહોલ બાદ રાજ્યમાં ફરી તાપમાનનો પારો ઉંચકાશે.
ADVERTISEMENT
ADVERTISEMENT
10 અને 11 એપ્રિલે રાજ્યના વિવિધ વિસ્તારોમાં વરસાદ
હવામાન વિભાગ દ્વારા આગામી 5 દિવસ રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની આગાહી કરી છે. તેમજ 10 એપ્રિલે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની શરૂઆત થશે. તેમજ 10 અને 11 એપ્રિલે રાજ્યનાં વિવિધ વિસ્તારોમાં વરસાદ પડશે. 10 એપ્રિલે દાહોદ, છોટાઉદેપુર અને નર્મદામાં સામાન્ય વરસાદ પડશે. તો 11 એપ્રિલે સાબરકાંઠા, બનાસકાંઠા અને અરવલ્લી, મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુરમાં પણ વરસાદ પડશે. માવઠા બાદ રાજ્યમાં સરેસાશ તાપમાન 43 ડિગ્રી જોવા મળશે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
Vishal Khamar is Senior Sub-Editor at VTV Gujarati with 15+ years of digital journalism experience. He covers crime and civic issues.