બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / હવામાન વિભાગે કરી ભીષણ ગરમીની આગાહી, 13 જીલ્લામાં અપાયું ઓરેંજ એલર્ટ

photo-story

6 ફોટો ગેલેરી

હવામાન વિભાગની આગાહી / હવામાન વિભાગે કરી ભીષણ ગરમીની આગાહી, 13 જીલ્લામાં અપાયું ઓરેંજ એલર્ટ

Last Updated: 09:08 AM, 22 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

રાજ્યમાં હવામાન વિભાગ દ્વારા પાંચ દિવસ હીટવેવની આગાહી કરી છે. તો બીજી તરફ હવામાન નિષ્ણાંતો દ્વારા રાજ્યમાં આ વખતે ચોમાસુ સારૂ રહેવાની આશા વ્યક્ત કરી છે.

1/6

photoStories-logo

1. મંગળવારનાં રાજ્યનાં છ શહેરોનાં તાપમાન 45 ડિગ્રી નોંધાયું

અમદાવાદ સહિત ગુજરાતમાં તાપમાનનો પારો 45 ડિગ્રી પહોંચ્યો છે. ત્યારે હવામાન વિભાગ દ્વારા તા. 21 મે થી લઈ 25 મે પાંચ દિવસ રાજ્યનાં અલગ અલગ જીલ્લાઓમાં હીટવેવની આગાહી કરી છે. ત્યારે મંગળવારનાં રાજ્યનાં છ શહેરોનાં તાપમાન 45 ડિગ્રી નોંધાવવા પામ્યું છે. ત્યારે હિંમતનગરમાં 45.6 ડિગ્રી તાપમાન નોંધાયું હતુ. તેમજ અમદાવાદ અને ગાંધીનગરમાં તાપમાનનો પારો 45 ડિગ્રી પહોંચે તેવી હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/6

photoStories-logo

2. હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવ્યું

હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં પાંચ દિવસની પરિસ્થિતિ અંગે જણાવ્યું હતું કે, ગુજરાતમાં હાલ પશ્ચિમથી ઉત્તર પશ્ચિનાં પવનો ફૂંકાઈ રહ્યા છે. તેમજ પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. તેમજ ગુજરાત અને સૌરાષ્ટ્રનાં જીલ્લાઓમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે. અમદાવાદ, આણંદ, રાજકોટ, ભાવનગર, સુરત, વલસાડ, બનાસકાંઠા, સુરેન્દ્રનગર, પાટણ, મહેસાણામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. તેમજ કચ્છ, મહેસાણ, વડોદરામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/6

photoStories-logo

3. હવામાન વૈજ્ઞાનિકે આગાહી કરી

આ સમગ્ર બાબતે હવામાન વૈજ્ઞાનિક રામાશ્રય યાદવે જણાવ્યું હતું કે, સોમવારે અમદાવાદમાં 44.5 ડિગ્રી અને ગાંધીનગરમાં 45 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. તેમજ ગુજરાતમાં સૌથી ઓછું તાપમાન ગાંધીનગરનું 45 ડિગ્રી નોંધાવવા પામ્યું હતું. મંગળવારે હિંમતનગરમાં સૌથી વધુ તાપમાન 45.6 ડિગ્રી નોંધાવવા પામ્યું હતું. તેમજ આજે પણ અમદાવાદ અને ગાંધીનગરમાં 45 ડિગ્રી તાપમાન નોંધાવવાની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/6

photoStories-logo

4. ગરમીથી ક્યારે રાહત મળશે

હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગુજરાતમાં અંગ દઝાડતી ગરમીથી ક્યારે રાહત મળશે તે બાબતે જણાવ્યું હતું કે, 23 મે સુધી રાજ્યમાં હીટવેવ રહેશે. તેમજ 24 થી 30 તારીખ સુધી તાપમાનનો પાર ઘટશે. તેમજ આગામી સમયમાં તાપમાનમાં બે થી ત્રણ ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

5/6

photoStories-logo

5. રોહિણી નક્ષત્રમાં વરસાદ સારો થશે

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ આગાહી કરતા કહ્યું હતુ કેતા, 26 થી 30 મે નાં રોજ રોહિણી નક્ષત્રમાં વરસાદ સારો થશે. તેમજ 4 જૂન બાદ રાજ્યમાં વરસાદી માહોલ છવાયેલો રહેશે. તેમજ રોહિણી નક્ષત્રની શરૂઆતમાં વરસાદ સારો થવાની શક્યતા છે. પરંતું રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ આવશે તો સારો વરસાદ થશે. રોહિણી નક્ષત્ર ઉતરતા વરસાદ થવાની શક્યતા હોઈ આગામી સમયમાં ચોમાસુ સમયસર આવવાની શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી હતી.

આ તસવીર શેર કરો

logo logo logo

6/6

photoStories-logo

6. તાપમાનનો પારો વધવાની શક્યતા

ગત રોજ રાજ્યનાં છ શહેરોમાં તાપમાનનો પારો ઉંચો જવા પામ્યો હતો. હવામાન વિભાગ દ્વારા આજે અમદાવાદ તેમજ ગાંધીનગરમાં તાપમાનનો પારો 45 ડિગ્રી જવાની શક્યતા વ્યક્ત કરી છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Weather Update
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ