બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Mehsana police Ashu Agarwal who smuggled liquor in Gujarat, was caught shocking revelations were made during the interrogation

ધરપકડ / મહેસાણા પોલીસને મળી મોટી સફળતા : ગુજરાતમાં દારુ ઘુસાડનાર આશુ અગ્રવાલ ઝડપાયો, પૂછપરછમાં થયા ચોંકાવનારા ખુલાસા

Kishor

Last Updated: 04:15 PM, 6 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દારૂબંધી વચ્ચે ગુજરાતમાં વિદેશી દારૂ ઘુસાડનાર બુટલેગર વિનોદ સિંધીના ભાગીદાર આરોપી આશુ અગ્રવાલને મહેસાણા LCBએ દબોચી લીધો છે.

  • મહેસાણા LCBએ બુટલેગર આશુ અગ્રવાલની કરી ધરપકડ
  • વિવિધ બુટલેગરો ભાગીદારીથી લાવતા હતા દારૂ  
  • વિનોદ સિંધી 50 ટકા ભાગીદારીથી દારૂ લાવતો હતો

ગુજરાતમાં દારૂબંધી વચ્ચે પણ દર વર્ષે કરોડો રૂપિયાની કિંમતના વિદેશી દારૂની રેલમછેલ થાય છે. વિદેશી દારૂના પ્રકરણમાં બુટલેગર વિનોદ સિંધીનું નામ મોખરે છે. ત્યારે મહેસાણા પોલીસને બુટલેગર વિનોદ સિંધીના ભાગીદાર આશુ અગ્રવાલને પકડી લેવામાં મોટી સફળતા મળી છે.આશુ અગ્રવાલની ધરપકડ બાદ દારૂની હેરાફેરી મામલે મોટા ખુલાસા થયા છે.વિનોદ સિંધી બુટલેગર આશુ અગ્રવાલ સાથે મળી ગુજરાતમાં ગોપાલસિંઘ નામની કંપની બનાવી દારૂ સપ્લાય કરતો હોવાનો ખુલાસો થયો છે.એકલા મહેસાણા જિલ્લામાં આ ટોળકીનો 1.76 કરોડ નો દારૂ પકડાયો છે.

બુટલેગર વિનોદ સિંધી હજુ પણ પોલીસ પકડથી દુર 
ગુજરાતમાં વિદેશી દારૂની ઘૂસણખોરીમાં મુખ્ય સૂત્રધાર તરીકે સૌથી પહેલું નામ વિનોદ સિંધીનું લેવાય છે. બુટલેગર વિનોદ સિંધીને હાલ ગુજરાત પોલીસ શોધી રહી છે.જો કે કરોડોનો દારૂનો વેપલો કરનાર બુટલેગર વિનોદ સિંધી હજુ પણ પોલીસ પકડથી દુર છે. તો વળી એવી પણ ચર્ચા ચાલી રહી છે કે વિનોદ સિંધી દુબઈ ભાગી ગયો છે. આવી ચર્ચાઑ વચ્ચે મહેસાણા પોલીસે બુટલેગર વિનોદ સિંધીના ભાગીદાર બુટલેગર આશુ અગ્રવાલને દબોચી લીધો છે.

દારૂનો જથ્થો પહોંચાડવા ખોટા નામથી વાહનનું રજિસ્ટ્રેશન થતું હતું
ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું રેકેટ કોઈ ફિલ્મી સ્ટોરીથી કમ નથી. બુટલેગર આશુ અગ્રવાલએ પોલીસ સમક્ષ કરેલા ખુલાસા ચોંકાવનારા છે. જેમાં તેમને જણાવ્યું કે પોતે ગુજરાતમાં 5 ભાગીદાર સાથે મળી દારૂ ઘુસાડતો હતો. જેમાં વિનોદ સિંધી 50 ટકા, સુનિલ દરજી 20 ટકા, આનંદપાલ સિંહ ઉર્ફે દીક્ષા 15 ટકા,આશુ અગ્રવાલ 10 ટકા અને લક્ષ્મણ 5 ટકાના ભાગીદાર બની ગુજરાતમાં દારૂ ઘુસાડતા હતા.આ શખ્સોએ ગોપાલસિંઘ નામની બોગસ કંપની ઉભી કરી હતી. તો ગુજરાતમાં હરિયાણા અને રાજસ્થાનથી બનાવતી દારૂ ગુજરાતમાં લવાતો હતો. દારૂનો જથ્થો પહોંચાડવા ખોટા નામથી વાહનનું રજિસ્ટ્રેશન થતું હતું. વાહન ચાલક બીજા રાજ્યમાંથી લાવવામાં આવતા હતા. એક ટ્રીપ બાદ વાહન ચાલકને છૂટો કરી દેવાતો હતો.આશુ સામે મહેસાણામાં 25, બનાસકાંઠામાં 2,પાટણમાં 2 અને ગાંધીનગરમાં 1 ગુનો નોંધાયેલો છે. પોલીસ પકડથી બચવા આફ્રિકા અને અન્ય દેશના નંબરનો ઉપયોગ કરી વોટ્સએપ મારફતે કોલ થતો હતો.તો નાણાકીય ટ્રાન્સફર ખોટા નામે આંગડિયા પેઢીમાં હવાલા પડતા હોવાનું સામે આવ્યું છે. 

બુટલેગરને ગાડીને સેફ પહોંચાડવામાં કોણ મદદ કરતું ? 
મહેસાણા પોલીસ દ્વારા હજુ પણ બુટલેગર આશુ અગ્રવાલની સતત પૂછપરછ ચાલી રહી છે અને હજુ પણ આ મામલે આગામી સમયમાં મોટા ખુલાસા થઇ શકે છે. જો કે આ બુટલેગરને ગાડીને સેફ પહોંચાડવામાં કોણ મદદ કરતું હતું તે હજુ પોલીસ સમક્ષ સ્પષ્ટ નથી થયું જેને લઈને પોલીસ દ્વારા હાલમાં આ મામલે તપાસ શરૂ કરવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ