રાધનપુરના શેરગઢ ગામે વિધર્મી યુવાન દ્વારા હિન્દુ સમાજની યુવતી પર થયેલો હુમલાના પગલે આજે શનિવારે રાધનપુર બંધનું એલાન અપાયું હતું.
રાધનપુરના શેરગઢમાં યુવતી પર હુમલાનો મામલો
રાધનપુર હિન્દુ સંગઠનો દ્વારા અપાયેલી રેલી આખરે રહી બંધ
રેલીમાં જોડાવા મોટી સંખ્યામાં નેતાઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં
રેલી યોજવા અંગે કોઈ પણ પ્રકારની મંજૂરી ન લેવાતા ઘોચમાં પડી
રાધનપુરના શેરગઢ ગામે વિધર્મી યુવાન દ્વારા હિન્દુ સમાજની યુવતી પર થયેલો હુમલાના પગલે આજે શનિવારે રાધનપુર બંધનું એલાન અપાયું હતું. જેને લઈ વહેલી સવારથી રાધનપુરના બજારો સજ્જડ બંધ રહ્યા છે. અને ધીમે ધીમે વિવિધ સંગઠનો લોકો મોટી સંખ્યામાં રેલીના સ્થળે ભેગા થયાં હતાં. જેમાં ભાજપના નેતા પૂર્વમંત્રી શંકર ચૌધરી, MLA શશિકાંત પંડ્યા પણ ઉપસ્થિત રહ્યાં હતાં. જો કે, રેલી યોજવા અંગે કોઈ પણ સંગઠનો પોલીસ પાસે કોઈ પણ પ્રકારની મંજૂરી લેવામાં ન આવતાં હિન્દુ સમાજની મહારેલીમાં ઘોચમાં પડી જવા પામી હતી.
આ દિકરીને ન્યાય અપાવવાનું કામ કરવાનું છેઃ શંકર ચૌધરી
બીજી તરફ રેલીના સ્થળે એકઠા થયેલા લોકોને ભાજપના પૂર્વમંત્રી શંકર ચૌધરીએ સંબોધતાં જણાવ્યું હતું કે, હિન્દુ સમાજની દિકરીને ન્યાય અપાવવાનું કામ કરવાનું છે. આ પ્રસંગે MLA શશિકાંત પંડ્યાએ પણ સભાને સંબોધતા જણાવ્યું હતું કે, હિન્દુ સમાજની દિકરી પર હુમલા થાય તે ન ચલાવી લેવાય તેમણે પણ જણાવ્યું હતું કે, હિન્દુ સમાજની દિકરીને ન્યાય અપાવીને જ રહેશે. આમ સભા સ્થળે મોટી સંખ્યામાં યુવાનો રેલી યોજવા માટે મક્કમ હતાં. જેને લઈને રેલીના સ્થળે મોટી સંખ્યામાં પોલીસ ગોઠવી દેવામાં આવી હતી. બાદમાં પોલીસ અને આગેવાનો વચ્ચે સમજાવટ થતાં રેલીને મોકુફ રાખવામાં આવી હતી.
આ કેસમાં ગંભીરતાપૂર્વક પગલા ભરાશે - સંઘવી
રાધનપુર મામલે ગૃહરાજ્ય મંત્રીનું નિવેદન સામે આવ્યું હતું કે, જેમાં તેમણે આ ઘૃણાસ્પદ ઘટનાને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અતિસંવેદલશીવ ગણાવી છે.આ અંગે સાંજે પ્રેસકોન્ફરન્સ કરીને માહિતી આપશે. જ્યારે રાધનપુર સહિત શેરગઢ ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
શું હતો મામલો ?
રાધનપુર તાલુકાના શેરગઢ ગામે વિધર્મી શખ્સે હિન્દુ સમાજની યુવતી પર તેના ઘરમાં ઘૂસીને છરી વડે હુમલો કર્યો હતો. જેના મામલે ચૌધરી સમાજના અગ્રણીઓની ઉપસ્થીતીમાં હિન્દુ સમાજની એક બેઠક ગઈકાલે શુક્રવારે આદર્શ વિદ્યાલય ખાતે યોજાઇ હતી. જેમાં નિર્ણય કરવામાં આવ્યો હતો કે, આવતીકાલે રાધનપુર સજ્જડ બંધ રાખવું અને રાધનપુરની આદર્શ વિદ્યાલયથી સવારે 11 કલાકે મહારેલી યોજી આવેદનપત્ર આપવું.