બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Medicity will be built in these 5 cities of the state including Ahmedabad at a cost of 3500 crores
Vishal Khamar
Last Updated: 11:48 AM, 27 February 2024
આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ એ ગુજરાત વિધાનસભામાં મેડિસિટી સંદર્ભે પૂછાયેલ પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું છે કે, રાજ્યના ચારેય ઝોનમાં સુપરસ્પેશ્યાલિસ્ટ સેવા-સુવિધા અને વિશ્વ સ્તરીય સારવાર ઉપલબ્ધ કરાવતી મેડિસિટીનું નિર્માણકાર્ય યુદ્ધના ધોરણે આરંભવામાં આવ્યું છે.
ADVERTISEMENT
અમદાવાદમાં અંદાજિત રૂ.૯૧૦ કરોડ, વડોદરામાં રૂ. ૫૬૧.૪૫ કરોડ, સુરતમાં રૂ. ૨૦૪.૭૦ કરોડ, જામનગરમાં રૂ. ૮૬૪.૧૭ કરોડ અને ભાવનગરમાં રૂ. ૧૦૦૩.૯૯ આમ અંદાજિત કુલ રૂ. ૩૫૪૪.૪૫ કરોડના ખર્ચે વર્લ્ડ ક્લાસ ફેસિલીટીથી સજ્જ મેડિસિટી નિર્માણ પામી રહી છે.
ADVERTISEMENT
વધુ વાંચોઃ GTUના 352 વિદ્યાર્થીઓના પરિણામ કરાયા રદ, હવે એક વર્ષ સુધી Exam નહીં આપી શકે, જાણો કારણ
જેના અંતર્ગત અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખાતે જન્મ જાત બાળકોના ખોડખાપણને લગતા રોગો ,વૃદ્ધ લોકોને લગતા રોગો, મગજ અને જ્ઞાનતંતુના રોગોની સુપર સ્પેશિયાલિસ્ટ સારવાર , વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલ ખાતે હૃદય , કિડની, આંખને લગતા રોગની સારવાર , નવી સિવિલ હોસ્પિટલ, સુરત ખાતે હૃદય,કિડની મૂત્રાશયના રોગ, મગજ અને જ્ઞાનતંતુના રોગો જી.જી. હોસ્પિટલ, જામનગર ખાતે હૃદય રોગ ,મૂત્રાશયના રોગો , પ્લાસ્ટીક સર્જરી ,પેટના રોગો , સર ટી. હોસ્પિટલ, ભાવનગર ખાતે હૃદય અને લોહીની નસોના રોગો, કિડની, મગજ અને જ્ઞાનતંતુના રોગોને લગતી સુપર સ્પેશિયાલિસ્ટ ઉપલબ્ધ બનશે
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.