બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / Mayank Yadav talked about his diet and training after winning player of the match

IPL 2024 / કોણ છે લખનઉના ફાસ્ટ બોલર મયંક યાદવ, જેને કરી રેકોર્ડતોડ બોલિંગ, જાણો શું છે તેની ફિટનેસનું રહસ્ય

Published By: Dhruv

Last Updated: 02:43 PM, 3 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મયંક યાદવને RCB સામેની મેચ માટે 'પ્લેયર ઓફ ધ મેચ' જાહેર કરવામાં આવ્યો. તેણે મેચ પછી પોતાની ફિટનેસને લઈને વાત કરી.

લખનઉ સુપર જાયન્ટ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરને 28 રનથી હરાવી દીધી. IPL 2024ની 15મી મેચમાં મયંક યાદવે પોતાના પરફોર્મન્સથી લખનઉ સુપર જાયન્ટ્સને મેચમાં જીત અપાવી હતી. તેણે લખનઉ માટે તોફાની બોલિંગ કરીને 3 વિકેટ લીધી હતી. મયંક યાદવને 'પ્લેયર ઓફ ધ મેચ' પણ જાહેર કરવામાં આવ્યો. મેચ બાદ તેણે પોતાની ફિટનેસનું સિક્રેટ જણાવ્યું હતું. મયંકે કહ્યું કે તે પોતાની ડાયેટ અને ટ્રેનિંગ પર ઘણું ધ્યાન આપે છે. 

મયંકે RCBને હરાવ્યા બાદ મેચ અંગે પણ વાત કરી. તેણે કહ્યું કે, મને બે મેચમાં બે વાર 'પ્લેયર ઓફ ધ મેચ'નો એવોર્ડ મળ્યો છે. ખૂબ જ સારું લાગી રહ્યું છે. હું એ વાતથી વધુ ખુશ છું કે અમે બંને મેચ જીતી. મારું લક્ષ્ય દેશ માટે રમવાનું છે. મને લાગે છે કે આ શરૂઆત છે. મને કેમરૂન ગ્રીનની વિકેટ લેવાની મજા આવી. મારી સારી બોલિંગ પાછળ ઘણા ફેક્ટર છે. હું ડાયેટની સાથે-સાથે સારી ઊંઘ અને ટ્રેનિંગ પર પણ ધ્યાન આપું છું. હું રિકવરી પર પણ ધ્યાન આપું છું. આઇસ બાથ લઉં છું.

મયંકે RCB વિરુદ્ધ 4 ઓવરમાં માત્ર 14 રન આપીને 3 વિકેટ લીધી. તેણે ગ્લેન મેક્સવેલ, રજત પાટીદાર અને કેમરૂન ગ્રીનને આઉટ કર્યા હતા. લખનઉ સુપર જાયન્ટ્સ તરફથી બોલિંગ કરતી વખતે મયંક યાદવે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 156.7ની ઝડપે બોલ ફેંક્યો હતો. આ રીતે તેનો પોતાનો રેકોર્ડ તોડ્યો. મયંકે આ પહેલા પંજાબ કિંગ્સ વિરુદ્ધ પણ બોલિંગ કરતાં 155.8 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે બોલ ફેંક્યો હતો. તેણે બંને મેચમાં 3-3 વિકેટ લીધી હતી. પોતાની બોલિંગથી લખનઉને જીત અપાવનાર મયંક હવે આઈપીએલ ઈતિહાસનો પહેલો ખેલાડી બની ગયો છે જેણે તેની પ્રથમ બે મેચમાં બે પ્લેયર ઓફ ધ મેચ એવોર્ડ જીત્યા હોય. મહત્ત્વની વાત એ પણ છે કે તે હજુ પણ ડેબ્યૂ સીઝનમાં રમી રહ્યો છે. 

વધુ વાંચો: RCB vs LSG: વિરાટ કોહલી ટૉપર, છતાંય માથું શરમથી ઝૂકી જશે! નોંધાયો શરમજનક રેકોર્ડ, જાણીને ચોંકી જશો

ઉલ્લેખનીય છે કે લખનઉએ પહેલા બેટિંગ કરીને 181 રન બનાવ્યા. જેમાં ક્વિન્ટન ડી કૉકે શાનદાર બેટિંગ કરીને 81 રન બનાવ્યા હતા. તેણે 56 બોલમાં 8 ચોક્કા અને 5 છગ્ગા માર્યા. નિકોલસ પૂરને 21 બોલમાં 40 રન બનાવ્યા. તેના જવાબમાં બેંગ્લોરની ટીમ 153 રન જ બનાવી શકી. બેંગ્લોર માટે મહિપાલ લોમરોરે 13 બોલમાં 3 ચોક્કા અને 3 છગ્ગા મારીને 33 રન બનાવ્યા હતા.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો 

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2024 Mayank Yadav RCB vs LSG Sports News RCB Vs LSG

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ