બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ચૂંટણીને કારણે મોકૂફ રખાયેલ પરીક્ષાની નવી તારીખો જાહેર, આગામી 11, 13, 14, 16, 17 મે અને 20મેના રોજ લેવાશે પરીક્ષા 4 શિફ્ટમાં પરીક્ષાનું આયોજન, ઉમેદવારો 8 મેથી નવા કોલલેટર કરી શકશે ડાઉનલોડ

logo

સુરત શહેરમાંથી ઝડપાયું 1 કરોડનું ડ્રગ્સ, લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી ઝડપાયું ડ્રગ્સ

logo

રાજ્યના લોકોને ગરમીમાંથી નહીં મળે રાહત, હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ ગરમી વધવાની કરી આગાહી, આગામી 3 દિવસ રાજ્યમાં તાપમાનમાં થશે વધારો

logo

અમદાવાદ: ગુજરાત ATSને મળી સફળતા, દરિયાઈ જળ સીમામાંથી મળેલા ડ્રગ્સ કેસમાં વધુ 3 આરોપીની કરી ધરપકડ

logo

લોકસભા ચૂંટણી 2024: PM નરેન્દ્ર મોદી ગુજરાતના પ્રવાસે, બે દિવસમાં ગજવશે 6 જાહેર સભા

logo

T-20 વિશ્વકપ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત, રોહિત શર્મા ટીમ ઈન્ડિયાના કેપ્ટન, હાર્દિક પંડ્યા ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન, વિરાટ કોહલી, ઋષભ પંત, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ, અર્શદીપસિંહનો સમાવેશ, કે.એલ.રાહુલને ટીમમાં સ્થાન નહીં

logo

જે ગામમાં જાગીરદાર સમાજ રહેતો હોય તેનું રખોપું અમારે કરવાનું રહેતું નથી: ગેનીબેન ઠાકોર

logo

પરષોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચની નોટીસ

logo

5 મેના રોજ PM નરેન્દ્ર મોદી અયોધ્યામાં કરશે રોડ શો

logo

T-20 વર્લ્ડકપ માટે ભારતીય ટીમની પસંદગી માટે આજે અજીત અગરકરની અધ્યક્ષતામાં અમદાવાદમાં મહત્વની બેઠક

VTV / ધર્મ / mauni amavasya 2024 astro measures to please ancestors according to vedic jyotish astrology

ધર્મ / પિતૃઓને પ્રસન્ન કરવા મૌની અમાસના દિવસે અપનાવો આ 4 ઉપાય, બદલાઇ જશે રાતોરાત જિંદગી

Manisha Jogi

Last Updated: 07:55 AM, 24 January 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિંદુ પંચાંગ અનુસાર તમામ તિથિનું વિશેષ મહત્ત્વ છે. શાસ્ત્રો અનુસાર અમાસની તિથિ પૂર્વજોને સમર્પિત કરવામાં આવી છે. આ દિવસે જ્યોતિષ ઉપાય કરવાથી પિતૃદોષથી મુક્તિ મળી શકે છે.

  • હિંદુ પંચાંગ અનુસાર તમામ તિથિનું વિશેષ મહત્ત્વ
  • અમાસની તિથિ પૂર્વજોને સમર્પિત
  • આ સરળ ઉપાય કરવાથી પિતૃદોષથી મળશે મુક્તિ

હિંદુ પંચાંગ અનુસાર તમામ તિથિનું વિશેષ મહત્ત્વ છે. હિંદુ પંચાંગમાં 12 અમાસ આવે છે. શાસ્ત્રો અનુસાર અમાસની તિથિ પૂર્વજોને સમર્પિત કરવામાં આવી છે. આ દિવસે જ્યોતિષ ઉપાય કરવાથી પિતૃદોષથી મુક્તિ મળી શકે છે. આ વર્ષે 9 ફેબ્રુઆરીના રોજ મૌની અમાસ છે. આ દિવસે કેટલાક સરળ ઉપાય કરવાથી પિતૃઓને પ્રસન્ન કરી શકાય છે. 

અમાસના દિવસે કરો આ સરળ ઉપાય
તર્પણ અને પિંડદાન કરો

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અમાસના દિવસે મૃત પૂર્વજો નિમિત્તે તર્પણ અને પિંડદાન કરવું તે ફળદાયી માનવામાં આવે છે. આ દિવસે પવિત્ર નદીના તટ પર ઉભા રહીને દક્ષિણ દિશા તરફ મુખ કરીને તલયુક્ત જળ અર્પણ કરો અને પિંડદાન કરો. આ ઉપાય કરવાથી ઘરમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે તથા વંશ વૃદ્ધિમાં સહાયક થાય છે. 

ગરીબને દાન કરો
શાસ્ત્રો અનુસાર મૌની અમાસના દિવસે ગરીબ વ્યક્તિને દાન કરવું જોઈએ. આ દિવસે તમારી શક્તિ અનુસાર ચોખા, ધાબળો, તલ, મિઠાઈ, લોટ, ખાંડ તથા દૂધનું દાન કરવું. આ પ્રકારે કરવાથી તમામ દુ:ખથી મુક્તિ મળે છે. 

પશુ-પક્ષીને ભોજન કરાવો
મૌની અમાવસ્યાના દિવસે પશુ અને પક્ષીને ભોજન કરાવવાથી પિતૃ પ્રસન્ન થાય છે. આ દિવસે શ્વાન, કાગડો, કીડી તથા ગાયને ભોજન કરાવવું, જેથી પિતૃ પ્રસન્ન થશે. 

વધુ વાંચો: આજે આ રાશિના જાતકો ખોટા પરિણામો ભોગવવા રહે તૈયાર, જીવનસાથી સાથે તણાવના પણ યોગ

સૂર્યદેવને જળ અર્પણ કરો
જ્યોતિષ શાસ્ત્ર અનુસાર મૌની અમાસના દિવસે સૂર્યદેવની પૂજા કરવી જોઈએ. આ દિવસે તાંબાના કળશમાં રોલી, લાલ ફૂલ, અક્ષત, મિશ્રી અને જળ મિશ્ર કરીને સૂર્યદેવને અર્પણ કરવાથી લાભ થાય છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ