બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / આજે છે માતૃ નવમી, કેમ આજના દિવસે જ કરાય છે મહિલા પિતૃઓનું શ્રાદ્ધ, જાણો મહત્વ

ધર્મ / આજે છે માતૃ નવમી, કેમ આજના દિવસે જ કરાય છે મહિલા પિતૃઓનું શ્રાદ્ધ, જાણો મહત્વ

Last Updated: 12:04 PM, 25 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અશ્વિન કૃષ્ણ પક્ષની નવમી છે. હાલમાં પિતૃ પક્ષ ચાલી રહ્યો છે અને આ પક્ષની નવમી તિથિનું મહત્વ ઘણું વધારે છે. તેને માતૃ નવમી કહે છે. પિતૃ પક્ષ પર, મૃતકના પરિવારજન તેમની મૃત્યુની તિથિ પ્રમાણે શ્રાદ્ધ વિધિ કરે છે અને માતૃ નવમીના રોજ, પરિવારની તે તમામ મહિલાઓ માટે શ્રાદ્ધ વિધિ કરવામાં આવે છે.

પિતૃ પક્ષમાં દરેક તિથિનું વિશેષ મહત્વ હોય છે પરંતુ અશ્વિન મહિનાના કૃષ્ણ પક્ષની નવમી તિથિને મહત્વની માનવામાં આવે છે, આ તિથિને માતૃ નવમી અથવા માતૃ શ્રાદ્ધના નામથી પણ ઓળખવામાં આવે છે. આ વખતે માતૃ નવમીનું શ્રાદ્ધ 25 સપ્ટેમ્બર એટલે કે આજે છે. આ દિવસે માતાઓ, મહિલાઓ, મૃત દીકરીઓનું શ્રાદ્ધ કરવાનું શુભ માનવામાં આવે છે. આ દિવસે તે લોકોનું શ્રાદ્ધ કર્મ કરવામાં આવે છે જે લોકોનું મૃત્યુ નવમીના તિથિએ થયું હોય. અહીં જાણો માતૃ નવમી પર સ્ત્રી પૂર્વજોની શ્રાદ્ધ વિધિ શા માટે કરવામાં આવે છે અને આ દિવસનું શું મહત્વ છે…

નવમી તિથિના દિવસે શ્રાદ્ધ કરવાથી ઘરમાં આવે છે સુખ સમૃદ્ધિ

માતૃ નવમીના દિવસે તે માતાઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે જેમનું મૃત્યુની તિથિ ખબર ન હોય. સાથે જ આ દિવસે ઘરમાં પુત્ર વધુઓએ વ્રત કરવું જોઈએ કેમ કે આ શ્રાદ્ધ તિથિને સૌભાગ્યવતી શ્રાદ્ધ કહેવામાં આવે છે. શાસ્ત્રોમાં જણાવ્યા અનુસાર, માતૃ નવમીના દિવસે શ્રાદ્ધ કરનાર વ્યક્તિને ધન, સુખ-શાંતિ ઐશ્વર્ય અને સંપત્તિની પ્રાપ્તિ થાય છે.

દક્ષિણ દિશામાં પૂજા કરવી

માતૃ નવમીના દિવસે બ્રાહ્મણ પર્વ સિવાય ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ભોજન કરાવવું જોઈએ જેથી માતૃ શક્તિઓનો આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે. આ દિવસે ઘરની મહિલાઓએ સ્વચ્છ કપડા પહેરીને ઘરની બહાર રંગોળી પૂરવી જોઈએ અને દક્ષિણ દિશામાં પિતૃઓની પૂજા અર્ચના કરવી અને તુલસીના પાંદડા અર્પિત કરવા.

સ્વાદમાં Magic લાવશે આ મસાલો: મુંબઈ સ્ટાઈલ તવા પુલાવ | Chalo Share Karu

નવમી તિથિ પર સિદ્ધિદાત્રી માતાની પૂજા કરવામાં આવે છે

માતૃ નવમીનું શ્રાદ્ધ કરવાથી વંશ વધે છે અને દિવંગત મહિલાઓનો આશિર્વાદ પ્રાપ્ત થાય છે અને તમામ મનકોમના પૂરી થાય છે. નવમી તિથિ માતા દુર્ગાના નવમા સ્વરૂપ સિદ્ધિદાત્રીની પૂજા અર્ચના કરવામાં આવે છે તેથી આ તિથિ શાશ્વત પરિણામ આપનારી કહેવાય છે. ચૈત્ર મહિનાની તિથિએ ભગવાન રામનો જન્મ થયો હતો એટલા માટે નવમી તિથિએ દિવંગત માતાઓ, બહેન અને દીકરીઓનું શ્રાદ્ધ કરવામાં આવે છે. માતૃ નવમીના દિવસે તમે પીપળના ઝાડ પાસે દીવો પ્રગટાવીને તમારા પૂર્વજોની આત્માની શાંતિ માટે પ્રાર્થના પણ કરવી. નવમી તિથિએ આ બાબતે ખાસ ધ્યાન રાખવું કે દૂધીનું શાક ન ખાવું. આ દિવસે મહિલાઓએ પોતાના પૂર્વજોને યાદ કરીને તેમના નામ પર દાન કરવું જોઈએ.

માતૃ નવમીના દિવસે આ કામ કરો

માતૃ નવમીના દિવસે તુલસીની પૂજા કરવી જોઈએ અને ધ્યાન રાખવું જોઈએ કે પિતૃઓ સંબંધિત જે પણ કામ કરી રહ્યા છો તેમાં તાંબાના વાસણોનો પ્રયોગ કરવો. આ દિવસે કોઈ મહિલાનું અપમાન કરવાથી બચવું. સાથે આ દિવસે ગરીબ અને જરૂરિયાતમંદ પરણિત મહિલાઓને સુહાગની વસ્તુ જેમ કે લાલ સાડી, બંગડી, સિંદૂર વગેરે વસ્તુઓનું દાન કરવું જોઈએ.

સંકળાયેલા મુદ્દાઓ

Pitru Paksha Shradh Shradh 2024 navami shradh
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ