બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / matire ki rad story of war between two bikaner and nagaur principality for a watermelon know the reason behind it

બાપ રે બાપ ! / ગજબ થઈ ગયો! એક તરબૂચ માટે અહીં ખેલાયો હતો ખુની જંગ, હજ્જારો સૈનિકો થયાં શહીદ, જાણો રોચક ઈતિહાસ

Premal

Last Updated: 02:59 PM, 31 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિશ્વના ઈતિહાસમાં ઘણાં યુદ્ધ અને લડાઈઓ વિશે તમે વાચ્યુ પણ હશે અને સાંભળ્યું પણ હશે. ભારતના ઈતિહાસમાં પણ ઘણાં યુદ્ધ લડવામાં આવ્યાં છે. જે અંગે ઘણી કહાનિઓ પ્રચલિત છે. જેમાં મોટાભાગના યુદ્ધ બીજા રાજ્યો પર પ્રભુત્વ જમાવવાને લઇને થયા છે.

  • વિશ્વનું પહેલુ યુદ્ધ, જે માત્ર એક ફળ માટે કરાયુ હતુ
  • તરબૂચ માટેની આ લડાઈ બે રજવાડાઓ વચ્ચે થઇ હતી
  • બંને રાજાઓને હતી જ નહીં યુદ્ધની જાણકારી

ઈ.સ. 1644માં એક યુદ્ધ ફક્ત એક તરબૂચ માટે લડાયુ હતુ. આજથી લગભગ 376 વર્ષ પહેલાં ખેલાયેલા આ યુદ્ધમાં હજારો સૈનિકોના મોત થયા હતા. આવો જાણીએ આ યુદ્ધ વિશે. વિશ્વનું પહેલુ એવુ યુદ્ધ છે, જે માત્ર એક ફળ માટે કરવામાં આવ્યું હતુ. ઈતિહાસમાં આ યુદ્ધ 'મતીરે કી રાડ' ના નામે નોંધાયેલુ છે. રાજસ્થાનના ઘણાં વિસ્તારોમાં તરબૂચને મતીરાના નામથી ઓળખવામાં આવે છે અને રાડનો અર્થ લડાઈ થાય છે. આજથી 376 વર્ષ પહેલાં ઈ.સ. 1644માં આ અનોખુ યુદ્ધ લડાયુ હતુ. તરબૂચ માટેની આ લડાઈ બે રજવાડાઓ વચ્ચે થઇ હતી.

બંને રજવાડાઓ વચ્ચે ખેલાયો લોહિયાળ જંગ 

બિકાનેર રાજ્યના સીલવા ગામ અને નાગૌર રાજ્યના જાખણિયાં ગામની સરહદો એકબીજા સાથે જોડાયેલી હતી. આ રજવાડાઓની અંતિમ સીમા હતી આ બંને ગામ. બિકાનેર રાજ્યની સરહદમાં એક તરબૂચનું વૃક્ષ હતુ અને નાગૌર રાજ્યની સીમામાં તરબૂચનું એક ફળ હતુ. આ ફળ યુદ્ધનું કારણ બન્યું. સીલવા ગામના રહેવાસીઓનું કહેવુ હતુ કે આ વૃક્ષ તેમણે અહીં લગાવેલુ છે, જેથી આ ફળ પર તેમનો અધિકાર છે. તો નાગૌર રાજ્યના લોકોનું કહેવુ હતુ કે ફળ તેમની સરહદમાં છે, તો આ ફળ તેમનુ થયુ. આ ફળ પરના અધિકારને લઇને બંને રજવાડાઓ વચ્ચે છેડાયેલા યુદ્ધે ખૂની જંગનુ સ્વરૂપ લીધુ. 

રાજાઓને હતી જ નહીં યુદ્ધની જાણકારી

જણાવવામાં આવ્યું છે કે સિંઘવી સુખમલે નાગૌરની સેનાનું નેતૃત્વ કર્યુ હતુ, જ્યારે રામચંદ્ર મુખિયાએ બિકાનેરની સેનાનું નેતૃત્વ સંભાળ્યું હતુ. સૌથી મહત્વની વાત એ છે કે આ યુદ્ધ અંગે બંને રજવાડાઓના રાજાઓને કોઈ જાણકારી નહોતી. જ્યારે આ યુદ્ધ થયુ હતુ ત્યારે બિકાનેરના શાસક રાજા કરણ સિંહ એક અભિયાન પર હતા બીજી તરફ નાગૌરના શાસક રાવ અમરસિંહ મુઘલ સામ્રાજ્યની સેવામાં રોકાયેલા હતા.

બિકાનેરના રજવાડાની જીત થઈ હતી

મુઘલ સામ્રાજ્યની આધિનતાને આ બંને રાજાઓએ સ્વીકાર કર્યો હતો. જ્યારે આ યુદ્ધ અંગે બંને રાજાઓને જાણકારી મળી તો તેમણે મુઘલ શાસકોને યુદ્ધમાં હસ્તક્ષેપ કરવાની અપીલ કરી. પરંતુ જ્યારે આ વાત મુઘલ  શાસકો સુધી પહોંચી ત્યાં સુધી યુદ્ધ છેડાઈ ગયુ હતુ. આ યુદ્ધમાં બિકાનેરના રજવાડાની જીત થઈ હતી, પરંતુ જણાવવામાં આવે છે કે બંને તરફથી હજારો સૈનિકોના મોત થયા હતા. 
 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ