ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Maruti to launch cheaper car than Alto

ઑટો / મિડલ ક્લાસનું સપનું થશે સાકાર: મારૂતિ લોન્ચ કરશે Altoથી પણ સસ્તી કાર, જાણો કિંમત અને ફિચર્સ

Last Updated: 11:31 AM, 12 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોરોનાકાળમાં કારનું વેચાણ વધ્યુ છે. પબ્લિક ટ્રાન્સપોર્ટમાં પ્રવાસ કરવાનું લોકો ટાળી રહ્યાં છે અને તેને ધ્યાનમાં રાકીને જ મારુતિ સુઝુકી સસ્તી કાર લઇને આવ્યું છે.

ADVERTISEMENT

  • મારુતિ લાવશે અલ્ટો કરતા સસ્તી કાર 
  • ઇલેક્ટ્રીક કારનું પણ ચાલી રહ્યું છે ટેસ્ટિંગ
  • 1000CC એન્જીન સાથે લૉન્ચ થશે કાર 

મારુતિ સુઝુકીએ અત્યાર સુધીની સસ્તી કાર બનાવી છે. આ કારની કિંમત 4 લાખ રૂપિયાની આસપાસ હોઇ શકે છે. મારુતિ સુઝુકીની આ કાર અલ્ટોની રિપ્લેસમેન્ટ હશે અથવા તો તેનું નવુ વર્ઝન હશે. તેને નવા રંગરૂપ સાથે માર્કેટમાં ઉતારવામાં આવશે. 

મારુતિની આ નાની કારમાં અલ્ટો કરતા પણ સારા ફીચર્સ હશે તેનું કહેવામાં આવી રહ્યું છે. AC વેરિએન્ટમાં ખાસ ફીચર આપવામાં આવ્યા છે. આ કારનું લોન્ચિંગ જલ્દી જ થઇ શકે છે. અત્યારે મારુતિ અલ્ટોનું ટોપ મૉડલ 4.16 લાખ રૂપિયાનું આવે છે.   

મારુતિ પોતાની ગાડીઓને Heartect  પ્લેટફોર્મ પર શિફ્ટ કરી રહી છે. આવામાં મારુતિની નવી અલ્ટો જેને S-pressoના પ્લેટફોર્મ પર બનાવવામાં આવ્યુ છે. 

કહેવામાં આવી રહ્યું છે કે આ કાર 1000સીસી એન્જીન સાથે આવશે અને તેના ટોપ વેરિએન્ટમાં પાવર વિન્ડો જેવા ફિચર હોઇ શકે છે. સાથે જ ડિજીટલ ઇન્સ્ટ્રુમેન્ટ ક્લસ્ટર પણ કારમાં આપે તેવી શક્યતાઓ છે. 

જાણકારી અનુસાર મારુતિ સુઝુકીની આ ઇલેક્ટ્રીક કારને હાલમાં જ ટેસ્ટિંગ દરમિયાન સ્પોટ કરવામાં આવી હતી. કંપની ભારતમાં હવે આ કાર લોન્ચ કરવાની તૈયારીમાં છે અને આ કારના ફ્યુલ વર્ઝન પહેલેથી જ ભારતમાં છે અને હવે આ મોડલ પણ ભારતના ગ્રાહકો માટે ઉપલબ્ધ હશે. 

કહેવામાં આવી રહ્યું છે કે આ કારની રેન્જ 200 કીમી હશે એટલે કે સિંગલ ચાર્જ પર આ કાર 200 કીમી ચાલી શકશે. ફાસ્ટ ચાર્જરની મદદથી આ કારને 1 કલાકમાં 80 ટકા સુધી ચાર્જ કરી શકાય છે અને તમે આ કાર ઘણીવાર ઉપયોગમાં લઇ શકો છો. 

જો કિંમતની વાત કરીએ તો આ કારની કિંમત કંપની 12 લાખ રૂપિયા રાખી શકે છે અને હાલમાં કોઇ ઓફિશીયલ જાણકારી મળી શકી નથી પરંતુ માનવામાં આવી રહ્યું છે કે ફેસ્ટિવ સિઝન સુધી ભારતમાં લોન્ચ થઇ જશે. 

સંકળાયેલા મુદ્દાઓ

Maruti Alto Maruti Suzuki New Car Launch મારૂતિ સુઝુકી automobile
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ