બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / વડોદરાના સમાચાર / Market bought red chilli revealed to be the most dangerous
Mahadev Dave
Last Updated: 05:12 PM, 8 November 2023
ADVERTISEMENT
ગુજરાતના અનેક શહેરોમાં તહેવારો ટાણે જ ભેળસેળ કરતા તત્વો સક્રિય બન્યા હોય તેમાં અનેક વિસ્તારોમાં ખાદ્ય પદાર્થમાં ભેળસેળની ઘટનાઓ સામે આવતી હોય છે. જેને લઈને સંબંધિત વિભાગની કામગીરી સામે લોકોમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે આવી સ્થિતિ વચ્ચે બજારમાંથી લાલ મરચુ ખરીદતા લોકોએ પણ સાવધાન થવારૂપ કિસ્સો વડોદરામાંથી સામે આવ્યો છે.
30માંથી 2 નમૂના અનસેફ અને 24 નમૂના સબ સ્ટાન્ડર્ડ
ADVERTISEMENT
વડોદરા મહાનગરપાલિકા દ્વારા તાજેતરમાં લાલ મરચું સહિતના નમૂના લઈ પુથ્થુકરણ અર્થે મોકલવામાં આવ્યા હતા. આ દરમિયાન મોટાભાગના લાલ મરચાના સેમ્પલ સ્વસ્થ માટે ખતરનાક હોવાનું સાબિત થતા સેમ્પલ ફેલ થયા છે. વડોદરા મહાનગરપાલિકાના અધિકારીઓ દ્વારા 30 જેટલા નમૂના લેવામાં આવ્યા હતા. જે લેબની તપાસમાં ફેલ થયા છે. 30માંથી 2 નમૂના અનસેફ અને 24 નમૂના સબ સ્ટાન્ડર્ડ હોવાનું બહાર આવ્યું છે.
તહેવારોમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા સામે થશે કાર્યવાહી
જેને લઈને લોકોમાં કાળી કમાણીની લ્હાયમાં લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા તત્વો સામે રોષ જોવા મળી રહ્યો છે. બીજી તરફ તહેવારોમાં નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનારા સામે કડક કાર્યવાહી થાય તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. માત્ર લાલ મરચું ન નહિ વડોદરાની પ્રખ્યાત જગદીશ ફરસાણની જલેબી પણ ખાવા લાયક ન હોય તેમ તેના નમૂના પણ ફેલ થયા છે અને બિકાનેર સ્વીટ્સની કાજુકતરીના નમૂના પણ તપાસમાં ફેલ થયા છે. આમ બજારમાંથી ખરીદેલુ લાલ મરચુ સૌથી વધુ જોખમી હોવાનો પર્દાફાશ થયો છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.