ન્યૂઝ અપડેટ્સ
VTV / ધર્મ / march grah gochar 2024 transit of these planets will be beneficial for these 4 zodiac signs
Last Updated: 06:47 PM, 24 February 2024
ADVERTISEMENT
થોડા દિવસ પછી વર્ષ 2024નો ત્રીજો મહિનો માર્ચ શરૂ થઈ જશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર માર્ચ મહિનો ખૂબ જ મહત્ત્વપૂર્ણ રહેશે. માર્ચમાં અનેક ગ્રહ તેમની ચાલ બદલશે. જેની તમામ રાશિના જાતકો પર અસર થશે, કેટલીક રાશિ ખૂબ જ ખાસ રહેશે. કયા ગ્રહ તેમની ચાલ બદલશે અને કઈ રાશિના જાતકોને લાભ થશે તે અંગે અહીંયા જણાવવામાં આવ્યું છે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર બુધ ગ્રહ 7 માર્ચના રોજ મીન રાશિમાં ગોચર કરશે. શુક્ર ગ્રહ 12 માર્ચના રોજ શનિની રાશિમાં પ્રવેશ કરશે. સૂર્ય 14 માર્ચના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે અને 18 માર્ચના રોજ શનિનો ઉદય થશે. આ ગ્રહોની ચાલ પરિવર્તનના કારણે 4 રાશિના જાતકોને લાભ થઈ શકે છે.
ADVERTISEMENT
ગ્રહ ગોચરથી આ રાશિના જાતકોને થશે લાભ
મેષ- ગ્રહોની ચાલ પરિવર્તનથી મેષ રાશિના જાતકોને લાભ થશે. સારા સમાચાર મળી શકે છે. મન પ્રફુલ્લિત રહેશે અને પોઝિટીવ ફીલ થશે. નાણાંકીય આવકના નવા સ્ત્રોત ઊભા થશે, જેથી આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે. કરિઅરમાં પ્રગતિ થઈ શકે છે.
વૃષભ- વૃષભ રાશિના જાતકો માટે ગ્રહ ગોચર લાભદાયી સાબિત થશે. જીવનમાં ખુશી આવશે. કામમાં જે પણ અડચણ આવે છે, તે દૂર થશે અને સફળતા પ્રાપ્ત થશે. નોકરિયાત વ્યક્તિઓનું પ્રમોશન થવાની સાથે ધનલાભ થઈ શકે છે. તમે કોઈ યાત્રા પર જઈ શકો છો.
ADVERTISEMENT
કર્ક- આ રાશિના જાતકો માટે માર્ચ મહિનો શુભ સાબિત થશે. કાર્યક્ષેત્રે પ્રગતિ થશે. બિઝનેસ કરતા લોકોને લાભ થશે. સરકારી નોકરીનો યોગ બની રહ્યો છે. આર્થિક પરિસ્થિતિમાં સુધારો થશે.
વધુ વાંચો: આ જન્મતારીખ વાળાનું બેંક બેલેન્સ વધશે, આ લોકોને પડશે લોચો
ADVERTISEMENT
કન્યા- આ રાશિના જાતકોને નોકરી મળી શકે છે. વૈવાહિક જીવન સુખમયી રહેશે. કાર્યક્ષેત્રે પદોન્નતિ થઈ શકે છે. નવી જવાબદારીઓ મળી શકે છે. લાંબા સમયથી ચાલી રહેલ કાયદાકીય બાબતોનું નિવારણ આવશે. કોર્ટ કચેરીના મામલા ખતમ થઈ શકે છે.
VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો