બ્રેકિંગ ન્યુઝ
VTV / Many countries of the world were saddened by the Balasore train accident
Mahadev Dave
Last Updated: 06:54 PM, 3 June 2023
ADVERTISEMENT
ઓડિશાના બાલાસોર જિલ્લામાં શુક્રવારે સાંજે ટ્રેન અથડાવાની ગોઝારી દુર્ઘટના સામે આવી હતી. બાદ રેલ મંત્રી અશ્વિની વૈશ્નવ, વડાપ્રધાન નરેન્દ્ર મોદી તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યા હતા. તો બીજી બાજુ મોટી સંખ્યામાં બચાવકામગીરી હાથ ધરવામાં આવી છે. અત્યારસુધીમાં મૃતકોની સંખ્યા 288 સુધી પહોંચી છે.જ્યારે 900થી વધુ લોકો ઘાયલ હોવાનું બહાર આવ્યું છે. જેઓને કટક, ભુવનેશ્વર અને બાલાસોરની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ વાતની જાણ થતા પાકિસ્તાનથી લઈને સશિયા સુધીના મોટાભાગના દેશના રાજકીય નેતાઓએ શોક વ્યક્ત કર્યો છે.
Deeply saddened by the loss of hundreds of lives in a train accident in India. I extend my heartfelt condolences to the bereaved families who lost their loved ones in this tragedy. Prayers for speedy recovery of the injured.
— Shehbaz Sharif (@CMShehbaz) June 3, 2023
ADVERTISEMENT
સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ ચાબા કોરોશી ટ્વીટ
બાલાસોર ટ્રેન દુર્ઘટનાને ભારતમાં થયેલી રેવલે દુર્ઘટનાઓમાંથી ચોથી સૌથી મોટી દુર્ઘટના છે. આ અંગે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાના અધ્યક્ષ ચાબા કોરોશીએ ઓડિશામાં બનેલી આ દુર્ઘટનામાં મૃતકો પ્રત્યે શોક વ્યક્ત કર્યો છે. તેઓએ ટ્વીટ કર્યું કે ભારતના ઓડિશામાં ટ્રેન દુર્ઘટનાની જાણ થતા જ મને ઘણું દુઃખ થયું છે. મારી સંવેદના અને પ્રાર્થના પીડિતો સાથે છે.
વ્લાદીમીર પુતિને પણ દુર્ઘટના અંગે રાષ્ટ્રપતિ અને પીએમ મોદીને પોતાની સંવેદના મોકલી છે. જેમાં તેઓએ લખ્યું કે દુર્ઘટનામાં પ્રિયજનને ગુમાવનાર લોકો સાથે અમારી સંવેદના છે અને ઇજાગ્રસ્ત લોકો ઝડપથી સાજા થાય તેવી હું પ્રાર્થના કરૂ છું. ખાસ વાતએ છે કે પાકિસ્તાનના વડાપ્રધાન શહબાજ શરીફે પણ ઓડિશામાં થયેલી ટ્રેન દુર્ઘટના પર શોક વ્યક્ત કર્યો છે. તેઓએ કહ્યું કે ભારતમાં ટ્રેન દુર્ઘટનામાં ઘણા લોકોએ જીવ ગુમાવ્યો છે, તેનાથી હું દુઃખી છું. પીડિતો પ્રત્યે મારી સંવેદના છે. આ સિવાય તુર્કી, કેનેડા, જાપાન, યુનાઇટેડ કિંગડમના વડાપ્રધાનોએ દુર્ઘટના અંગે શોક વ્યક્ત કર્યો છે અને મૃતકોના પરિવારજનો અને ઘાયલો અંગે સંવેદના વ્યક્ત કરી છે.
ખ્યમંત્રી મમતા બેનર્જી પણ બાલાસોર પહોંચ્યા
અત્રે ઉલ્લેખનીય છે કે ટ્રેન દુર્ઘટના બાદ પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી પણ બાલાસોર પહોંચ્યા હતા. જ્યાં તેઓએ બંગાળના મૃતકોને પાંચ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે અને બચાવકાર્યમાં મદદ કરવાની વાત કરી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.