બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Mansi Patel of Mehsana became a pilot at the age of 19

ગૌરવ / માત્ર 19 વર્ષની ઉંમરે પાયલોટ બની મહેસાણાની માનસી પટેલ: ખેડૂત પિતાએ દીકરીનું સ્વપ્ન પૂર્ણ કરવા આફ્રિકા મોકલી, પરત આવી તો કર્યું શાહી સ્વાગત

Priykant Shrimali

Last Updated: 02:52 PM, 31 December 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Pilot Mansi Patel Latest News: ખેડૂતની દીકરી સાઉથ આફ્રિકામાં તાલીમ મેળવી બની કોમર્શિયલ પાયલટ, નાનપણથી જ હતું પાયટલ બનવાનું સપનું

  • સૌથી નાની ઉમરમાં મહેસાણાની માનસી પટેલ પાયલોટ બની
  • કડીના લક્ષ્મીપુરાની યુવતીએ પાયલોટ બની ગુજરાતનું ગૌરવ વધાર્યું
  • 19 વર્ષિય માનસીએ સાઉથ આફ્રિકામાં કોમર્શિયલ પાયલટની તાલીમ પૂર્ણ કરી
  • ખેડૂત પિતાએ લોન લઈ દીકરીને પાયલોટ બનાવી

Pilot Mansi Patel : કોઈ કામ સિદ્ધ કરવાનું બસ નક્કી કરી લો તો સફળતાનાં દ્વાર આપોઆપ ખુલી જતા હોય છે. બસ જરૂર છે દ્રઢ મનોબળની. બસ આજ પરિસ્થિતિ ને વળગીને મહેસાણાની માનસી પટેલે 10 માસની કોમર્શિયલ પાયલોટની તાલીમ પૂર્ણ કરી હતી. જે બાદમાં માનસી વતન પરત ફરતા માતા પિતા સહિત ગ્રામજનોમાં ખુશી જોવા મળી હતી. પિતાએ લોન લઈ એકની એક દીકરી ને પાયલટ બનાવી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

પાયલોટ તો ઘણા જોયા હશે. ઊંચા આભ ને આંબવાની કોશિશ તો ઘણા કરતા હોય છે અને સફળ પણ થાય છે પરંતુ આજે આપણે જાણીશું સૌથી નાની ઉમરની મહિલા પાયલોટ વિશે. માત્ર 19 વર્ષની ઉમરમાં આભને આંબવાનું સપનું તેણે ખેડૂત પિતાના સહયોગ થી પૂરું કર્યું છે. છેક સાઉથ આફ્રિકા જઈ અઘરી કહેવાતી કોમર્શિયલ પાયલોટ ની તાલીમ 10 માસ માં પૂર્ણ કરી ઘેર આવતા ગામમાં હર્ષોલ્લાસ નો માહોલ જોવા મળ્યો હતો.

નાનપણથી જ પાયલોટ બનવાનું સ્વપ્ન સેવ્યું 
મહેસાણા જિલ્લાના કડી તાલુકાના એક નાના ગામ લક્ષ્મીપુરા ગામની 19 વર્ષીય પાટીદાર યુવતી 10 માસની તાલીમ પૂર્ણ કરી માદરે વતન આવતા ગામજનો તેનું ભવ્ય સ્વાગત કર્યું હતું. આટલી નાની ઉમર માં પાયલોટ બની તેણે સમગ્ર જીલ્લાનું ગૌરવ વધાર્યું છે. વાત કરીએ 19 વર્ષીય માનસી પટેલની તો તેણે નાનપણથી જ પાયલોટ બનવાનું સ્વપ્ન સેવ્યું હતું. પરંતુ સ્વપ્નને સાકાર કરવા કઠોર મહેનત કરવી પડે છે તેના માટે માનસીએ મહેનત કરી તેનું સ્વપ્ન સાકાર કર્યું હતું. 

સાઉથ આફ્રિકામાં કોમર્શિયલ પાયલટની તાલીમ પૂર્ણ
સાઉથ આફ્રિકામાં 10 માસની અઘરી કહેવાતી કોમર્શિયલ પાયલટની તાલીમ પૂર્ણ કરી પરત માદરે વતન આવેલ લક્ષ્મીપુરા ગામની 19 વર્ષીય માનસી પટેલે બાળપણથી જ પાયલોટ બનવાનું સ્વપ્ન સેવ્યું હતું જે તેના માતા પિતાની અથાગ મહેનતથી તેણે તેનું સ્વપ્ન પૂરું કર્યું.

માનસીના માતા પિતા સહિત ગ્રામજનોમાં હર્ષની લાગણી 
માનસી પટેલે 1થી 10 ધોરણ કડી P. M.G આદર્શ હાઇસ્કૂલમાં અભ્યાસ કર્યો હતો. જે બાદ 11 અને 12 સરગાસણ ગાંધીનગરમાં અભ્યાસ પૂર્ણ કર્યો હતો. જ્યારે ધો.10માં તેને 90 ટકા આવ્યા હતા તેમજ ગાંધીનગરના સરગાસણ ખાતે આવેલી સ્કૂલ ઓફ એચવીર સ્કૂલમાં ધોરણ 12માં 85 ટકા આવ્યા હતા. ધોરણ 12નો અભ્યાસ કરીને કોમર્શિયલ પાયલોટ( CPL)ના અભ્યાસ અર્થે માનસી પટેલ સાઉથ આફ્રિકામાં ગઈ હતી અને 10 મહિનાનો કોર્સ પૂરો કરીને પાયલોટ બનીને પોતાના વતન પધારી હતી. માનસીના માતા પિતા સહિત ગ્રામજનો આજે હર્ષની લાગણી અનુભવી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Pilot Mansi Patel કોમર્શિયલ પાયલટ પાયલોટ મહેસાણા માનસી પટેલ લક્ષ્મીપુરા Pilot Mansi Patel
Priykant Shrimali

Sr. News-editor at VTV Gujarati, 10 years of media experience

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ