બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / 'કોના માટે કાયદો અને કોના માટે ફાયદો..' મનિષ દોશીએ PSI જે.એમ. પઠાણના મોત પર ઉઠાવ્યા સવાલ

આક્ષેપો / 'કોના માટે કાયદો અને કોના માટે ફાયદો..' મનિષ દોશીએ PSI જે.એમ. પઠાણના મોત પર ઉઠાવ્યા સવાલ

Last Updated: 06:26 PM, 5 November 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

"ગાંધીનાં ગુજરાતમાં દારૂ બંધી" કાયદો માત્ર કાગળ પર હોય તેવું લાગી રહ્યું છે. અમદાવાદનાં વિરમગામમાં બુટલેગરને પકડવા જતા સ્ટેટ મોનીંટરીંગ સેલનાં PSI શહીદ થયા હતા. આ સમગ્ર મામલાની જાણ પરિવારજનો તેમજ પોલીસને થતા સમગ્ર પોલીસ બેડા તેમજ મૃતકના પરિવારજનોમાં શોકવ્યાપી જવા પામ્યો હતો. ત્યારે પોલીસે દ્વારા આ સમગ્ર મામલે તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે. તો બીજી તરફ આ સમગ્ર મામલે કોંગ્રેસ તેમજ ભાજપ દ્વારા એકબીજા પર આક્ષેપોનો મારો શરૂ કર્યો છે.

સુરેન્દ્રનગરનાં દસાડા પાસેથી પસાર થઈ રહેલ દારૂની ગાડી રોકવાનો પ્રયાસ સ્ટેટ મોનિંટરીંગ સેલનાં પીએસઆઈ જે.એમ.પઠાણ કરી રહ્યા હતા. તે દરમ્યાન બુટલેગરે દારૂ ભરેલ ગાડી પીએસઆઈ પર ચડાવી દીધી હતી. ત્યારે આ સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસ તાત્કાલીક ઘટના સ્થળે પહોંચી પીએસઆઈને સારવાર અર્થે ખસેડાયા હતા. જ્યાં સારવાર દરમ્યાન તેઓનું મોત નિપજ્યું હતું. આ સમગ્ર ઘટનાને લઈ હવે ભાજપ તેમજ કોંગ્રેસ દ્વારા એકબીજા પર આક્ષેપોનો મારો શરૂ કર્યો છે.

ભ્રષ્ટ્રાચારનાં કારણે બુટલેગરને કોઈ ડર રહ્યો નથીઃ ડો.મનીષ દોશી (કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ)

આ સમગ્ર ઘટના બાબતે કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ ડો. મનીષ દોશીએ ગૃહ વિભાગ પર આકરા પ્રહાર કર્યા હતા. મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ભાજપ સરકારે ચૂંટણી જીતવા અને હવે સત્તા બચાવવા બુટલેગરોને લૂંટનો પરવાનો આપ્યો હોવાનો આરોપ લગાવ્યો છે. તેમજ કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો કહેનાર ગૃહમંત્રી જવાબ આપે કોના માટે કાયદો અને કોના માટે ફાયદો છે. રાજકીય આશ્રય અને ભ્રષ્ટ્રાચારનાં કારણે બુટલેગરને કોઈનો ડર રહ્યો નથી. જે ગામમાં દૂધનાં ટેન્કર ફરતા હતા ત્યાં હવે દારૂનાં ટેન્કરો ઠલવાઈ રહ્યા છે. તેમજ સરકાર બુટલેગરો સામે કડક કાર્યવાહી કરે તેવી કોંગ્રેસે માંગ કરી છે.

વધુ વાંચોઃ દસાડામાં કેવી રીતે થયું PSIનું મોત? બાતમી..બુટલેગર..અને ટેલરની ટક્કર, DIG નિર્લિપ્ત રાયે જણાવી ઘટના

કોંગ્રેસ પણ પરિવારજનોને સાંત્વના આપે : યજ્ઞેશ દવે

આ સમગ્ર મામલે ભાજપનાં યજ્ઞેશ દવેએ કોંગ્રેસ પર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આવી ઘટનામાં કોંગ્રેસ પક્ષે રાજકારણ ના કરવું જોઈએ. કોંગ્રેસ ખોટી રાજનીતિ કરે છે, પરિવારને સાંત્વનાં આપવી જોઈએ. ગુજરાત સરકાર દારૂબંધી અને ડ્રગ્સ પર મુહિમ ચલાવી રહી છે. જેમાં ગુજરાત સરકારને સફળતા મળી છે. સુરેન્દ્રનગરમાં દશાડા ખાતે SMC ના PSI નું મૃત્યું થયું છે. ગુનેગારોને પકડવા જતા પીએસઆઈ ટ્રેલરની પાછળનાં ભાગમાં આવી ગયા હતા. દેશ અને ગુજરાત માટે પઠાણ શહીદ થયા છે. શહીદ થાય તો આમાં રાજકારણનાં રંગ ના આપવા જોઈએ. ભાજપ પરિવારજનોને સાંત્વનાં પાઠવી રહી છે. કોંગ્રેસ પણ પરિવારજનોને સાંત્વના આપે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Surendranagar News Reaction Bootlegger Attack
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ