બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / દસાડામાં કેવી રીતે થયું PSIનું મોત? બાતમી..બુટલેગર..અને ટેલરની ટક્કર, DIG નિર્લિપ્ત રાયે જણાવી ઘટના
Last Updated: 03:10 PM, 5 November 2024
થોડા સમય અગાઉ SMC ના PSI જે.એમ. પઠાણના પાર્થિવદેહને સરખેજ લાવવામાં આવ્યો હતો. સરખેજમાં આવેલા તેમના નિવાસ સ્થાને પાર્થિવદેહને લાવવામાં આવ્યો છે. જ્યાં સાંજે 4 વાગ્યાની આસપાસ પાર્થિવદેહની અંતિમક્રિયા કરવામાં આવશે. દુખદ ઘટનામાં પોલીસના અધિકારીઓ પણ અંતિમક્રિયા સમયે હાજર રહેશે. PSI જે એમ પઠાણ ના મોટા ભાઈ પણ પોલીસ માં ફરજ બજાવે છે. અને તેમના પિતા નિવૃત્ત પોલીસ કર્મચારી છે. આ ઉપરાંત મરણજનાર PSI ને બે સંતાન એક પુત્ર આઠ વર્ષ અને પુત્રી 6 વર્ષની છે. મળતી માહિતી મુજબ તેમના મોટા ભાઈ હાલ ચંદીગઢ છે તેમની રાહ જોવાઇ રહી છે. જે આવ્યા બાદ સાંજે ચાર વાગે અંતિમ વિધિ કરવામાં આવશે. આ ઉપરાંત SMC ના પોલીસ અધિકારીઓ પણ તેમના નિવાસ સ્થાને આવશે.
ADVERTISEMENT
પોલીસની 4 ટીમ અને SMCની ટીમોએ તપાસ શરૂ કરી
ત્યારે દસાડા નજીક SMCના PSI પઠાણના મોતનો મામલામાં પોલીસ ટીમે ઘટના સ્થળનું પંચનામુ તૈયાર કર્યું હતું. જેમાં સુરેન્દ્રનગર પોલીસની 4 ટીમ અને SMCની ટીમોએ તપાસ શરૂ કરી હતી. ઉપરાંત ઘટના સ્થળે ફોર્ચ્યુનર ગાડીના સ્પેરપાર્ટ અને લોહીના નિશાનના નુમના લેવામાં આવ્યા હતા. અને ઘટનામાં અકસ્માત કરનારની તપાસ શરૂ કરવામાં આવી હતી. તથા ક્રેટા ગાડીમાં દારૂ લઈ જતા બુટલેગરની શોધખોળ શરૂ કરાઇ છે.
ADVERTISEMENT

બીજી તરફ SMCના PSIના મૃત્યુ પર કોંગ્રેસે ભાજપ સરકાર પર અનેક આક્ષેપ કર્યા હતા. જેમાં યજ્ઞેશ દવેનું નિવેદન સામે આવ્યું હતુ. તેઓએ જણાવ્યું હતુ કે આવી ઘટનામાં કોંગ્રેસ પક્ષે રાજકારણ ન કરવું જોઈએ. કોંગ્રેસ ખોટી રાજનીતિ કરે છે, પરિવારને સાંત્વના આપવી જોઈએ. ગુજરાત સરકાર દારૂબંધી અને ડ્રગ્સ પર મુહિમ ચલાવી રહી છે, જેમાં ગુજરાત સરકારને સફળતા મળી છે. સુરેન્દ્રનગરનાં દશાડા ખાતે SMCના PSI પઠાણનું મૃત્યુ થયું છે. જેમાં ગુનેગારોને પકડવા જતાં PSI ટ્રેલરની પાછળના ભાગમાં આવી ગયા હતા. દેશ અને ગુજરાત માટે પઠાણ શહિદ થયા છે, ત્યારે શહિદ થાય તો આમાં રાજકારણ ના રંગ ન આપવા જોઈએ. ભાજપ પરિવારજનોને સાંત્વના પાઠવી રહી છે, કોંગ્રેસ પણ પરિવારજનોને સાંત્વના આપે તેમ યજ્ઞેશ દવેએ જણાવ્યું હતું.
ADVERTISEMENT
અમદાવાદના વિરમગામમાં SMCના PSIના મોત મામલે SMCના DIG નિર્લિપ્ત રાયે પ્રતિક્રિયા આપી હતી. જેમાં તેમણે કહ્યું કે ગઈકાલે રાત્રે ખાનગી વાહનમાં દારૂની હેરાફેરી થતી હોવાની PSI પઠાણને બાતમી મળી હતી. જેના આધારે PSI પઠાણે ટીમને 2 ભાગમાં વિભાજીત કરી હતી. એક ટીમ રેકી કરવાનું કામ કરતી હતી, તો બીજી ટીમ દારૂ ભરેલું વાહન જપ્ત કરવા માટે રસ્તો રોકતી હતી. આ સમયે બુલટેગરનું ટેલર ત્યાંથી પસાર થયું હતું. આ ટેલરની ટક્કરના કારણે PSI જાવેદ પઠાણનું મોત થયું. આ અકસ્માત મામલે દસાળા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે. જેથી સુરેન્દ્રનગર પોલીસ અને SMCએ અકસ્માત કરવાના વાહનચાલકની શોધખોળ શરૂ કરી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.