બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / ગજબ ભયો! ગધેડાના મેળામાં 'સલમાન શાહરુખ' કરતાં 'લોરેન્સ'ના ભાવ ચડિયાતા, આટલા લાખમાં લાગી બોલી
Last Updated: 11:23 PM, 4 November 2024
Donkey Fair : દિવાળી પછી ઉત્તર પ્રદેશના ચિત્રકૂટમાં દર વર્ષે મેળો ભરાય છે. આ વખતે પણ ગધેડા મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. આ મેળાની વિશેષતા એ છે કે અહીં ગધેડાના માલિકો તેમના ગધેડાઓનું નામ પ્રખ્યાત લોકોના નામ પરથી રાખે છે. આ વખતે નજારો અદ્ભુત હતો. આ વખતે આ અનોખા મેળામાં 'લોરેન્સ' નામનો સૌથી મોંઘો ગધેડો વેચાયો છે. તેનું વેચાણ બોલિવૂડ સ્ટાર્સ સલમાન અને શાહરૂખના નામે વેચાતા ગધેડાઓને પણ પાછળ છોડી દે છે.
ADVERTISEMENT
વાસ્તવમાં યુપીના ચિત્રકૂટમાં મંદાકિની નદીના કિનારે આયોજિત આ મેળો દેશમાં તેના પ્રકારનો એક અનોખો પ્રસંગ છે જે મુગલ કાળ દરમિયાન શરૂ થયો હોવાનું માનવામાં આવે છે. મેળાના આયોજક રમેશ પાંડેના જણાવ્યા અનુસાર ઔરંગઝેબના સમયમાં આ વિસ્તારમાં સામાન લઈ જવા માટે ગધેડાઓનો ઉપયોગ કરવામાં આવતો હતો અને ત્યારથી આ પરંપરા ચાલી રહી છે. દિવાળીના બીજા દિવસે યોજાતો આ મેળો આજે પણ દર વર્ષે ઉત્સાહભેર ઉજવાય છે.
ADVERTISEMENT
દેશભરમાંથી વેપારીઓ અને દર્શકો આવ્યા
આ વર્ષે આ અનોખા નજારાને જોવા માટે દેશભરમાંથી વેપારીઓ અને દર્શકો મેળામાં આવ્યા હતા. સામાન્ય રીતે બોલિવૂડ સ્ટાર્સના નામે ગધેડા વેચાય છે પરંતુ આ વખતે મેળામાં ગેંગસ્ટર લોરેન્સ બિશ્નોઈ સમાચારમાં હતા. તેમના નામનો ગધેડો ₹1.25 લાખમાં વેચાયો હતો, જે મેળાના ઈતિહાસમાં સૌથી મોંઘો ગધેડો સાબિત થયો હતો. તેની સરખામણીમાં સલમાન અને શાહરૂખ નામના ગધેડા અનુક્રમે ₹85,000 અને ₹75,000માં વેચાયા હતા.
નોંધનિય છે કે, ત્રણ દિવસ સુધી ચાલનારા આ મેળામાં 500 જેટલા ગધેડા અને ખચ્ચર પ્રદર્શિત થાય છે. આ અનોખી ઘટના લોકોની ભારે ભીડને આકર્ષે છે પરંતુ આયોજકોનું માનવું છે કે, મેળાનું આકર્ષણ સમય સાથે ઘટતું જાય છે. રમેશે કહ્યું કે, વર્તમાન ઘટનાઓની અસર નામકરણ પર પણ દેખાઈ રહી છે જેના કારણે હરાજીનું ચિત્ર બદલાઈ રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.